Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
YouTube Shorts હવે થઈ જશે 3 મિનિટમાં, પ્લેટફોર્મે કરી નવી જાહેરાત
યુટ્યુબનો ઉપયોગ વિશ્વમાં હવે લગભગ દરેક વ્યક્તિ કરે છે. એમાંય ખાસ કરીને શોર્ટ્સ સૌથી વધારે જોવાય છે. ટિકટોકે શોર્ટ વીડિયોનો ટ્રેન્ડ શરૂ કર્યા બાદ હવે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વર્ટિકલ શોર્ટ વીડિયોનું ફીચર છે. પરંતુ જુદા જુદા પ્લેટફોર્મ હવે પોતાની રીતે આ ટૂંકા વીડિયોઝના ફોર્મેટમાં ફેરફાર કરી રહ્યા છે. જેમ કે યુટ્યુબની એક લેટેસ્ટ જાહેરાત પ્રમાણે હવે યુટ્યુબ પર શોર્ટ્સ માત્ર 60 સેકન્ડના નહીં હોય. યુઝર્સ 3 મિનિટ સુધીનો લાંબો વીડિયો યુટ્યુબ શોર્ટ્સમાં અપલોડ કરી શક્શે.

યુટ્યુબ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે લાંબા સમયથી યુઝર્સ આ પ્રકારના ફીચરની ડિમાન્ડ કરી રહ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને કંપનીએ નવા ફીચરની જાહેરાત કરી છે. આ ફીચરને લીધે યુઝર્સ બીજા પ્લેટફોર્મ માટે બનાવેલા વીડિયોઝ પણ યુટ્યુબ શોર્ટ્સમાં યુઝ કરી શક્શે. કારણ કે ટિકટોક દ્વારા 2021માં જ 3 મિનિટ વીડિયો ફોર્મેટ લોન્ચ કરાયું હતું. હવે તો ટિકટોક પર 10 મિનિટ સુધીના વીડિયો અપલોડ કરી શકાય છે. જ્યારે ઈન્સ્ટાગ્રામ પર વર્ટિકલ વીડિયો માટે ટાઈમની લિમિટ 90 સેકન્ડ્સની છે.
ટિકટોકે જ્યારે 10 મિનિટના વીડિયોઝ ફીચરની જાહેરાત કરી, ત્યારે તેને ટિકટોકની લોંગર વીડિયો ફોર્મેટમાં એન્ટ્રી તરીકે જોવાતી હતી. કારણ કે વિશ્વભરમાં ટિકટોક ખૂબ જ લોકપ્રિય છે. ટિકટોકના લોંગર વીડિયોઝ યુટ્યુબના વીડિયોઝને ટક્કર આપી શકે છે. કદાચ આ જ સ્પર્ધાને પહોંચી વળવા માટે યુટ્યુબ પણ હવે ટિકટોકના રસ્તે છે, અને તેણે શોર્ટ્સમાં 3 મિનિટની ટાઈમ લિમિટ નક્કી કરી છે. લાગી રહ્યું છે કે હાલ તો બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકબીજા સાથે ગળાકાપ સ્પર્ધા કરી રહ્યા છે.
યુટ્યુબ દ્વારા લોંગર શોર્ટ્સ ફીચર રોલઆઉટ કરવાની સાથે સાથે મોબાઈલ એપમાં ટ્રેન્ડ્ઝ પેજ, શ઼ૉ ફ્યૂઅર શોર્ટ્સ જેવા ફીચર પણ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ટેમ્પલેટ ફીચર દ્વારા યુઝર્સ ચાલી રહેલા ટ્રેન્ડનો સીધો યુઝ કરીને પોતાના શોર્ટ્સ ક્રિએટ કરી શક્શે. ઈન્સ્ટાગ્રામ રીલ દ્વારા આ પ્રકારનું ટેમ્પલેટ ફીચર ગત વર્ષે લોન્ચ કરાયું હતું. આ ફીચરનો યુઝ કરવા માટે તમારે જે શોર્ટ્સની થીમ યુઝ કરવી છે, તેમાં Remix સિલેક્ટ કરીને પછી Use This Template પર ક્લિક કરવાનું છે. આ ફીચરની મદદથી તમે બીજા શોર્ટ્સની કે યુટ્યુબ વીડિયોઝની ક્લિપ્સ પણ એપની અંદરથી જ રિયુઝ કરી શક્શો. સાથે જ જો તમારે શોર્ટ્સ જોવાની રીત ચેન્જ કરવી છે તો Show Fewer Shorts ફીચરનો ઉપયોગ કરીને તેને કસ્ટમાઈઝ કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications