Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
YouTube અકાઉન્ટ હૅક થઈ જાય તો શું કરશો? આ સ્ટેપ ફોલો કરીને રહો સેફ
સાઈબર એટેકને લગતા કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. ગયા સપ્તાહમાં એક ખતરનાક સાઈબર એટેકમાં જાણીતા યુટ્યુબર રણવીર અલહાબાદિયાની યુટ્યુબ ચેનલ હૅક થઈ ગઈ હતી. આ પહેલા ભારતના સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ પણ હૅક થઈ ગઈ હતી.
સાઈબર એટેકર્સે રણવીર અલહાબાદિયાની બિયર બાઈસેપ્સ સહિત બધી જ ચેનલ્સનું નામ બદલીને Tesla કરી નાખ્યું હતું. આ ઉપરાંત ચેનલ પર રહેલા તેમના પોડકાસ્ટ વીડિયો અને ઈન્ટરવ્યુ વીડિયો પણ હટાવી દીધા હતા. તેના બદલે એલન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પની ઈવેન્ટ સ્ટ્રીમ થઈ રહી હતી.

હેકર્સની નજર હંમેશા મોટા મોટા સબસ્ક્રાઈબર્સ ધરાવતા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર રહેતી હોય છે. જો તમારી યુટ્યુબ ચેનલ પર પણ લાખો સબસ્ક્રાઈબર્સ છે, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે એકવાર જો તમારું યુટ્યુબ અકાઉન્ટ હૅક થઈ ગયું, તો તમે તે એક્સેસ નહીં કરી શકો. હેકર્સ તેનો ઈચ્છે તેવો ઉપયોગ કરી શક્શે.
હવે પ્રશ્ન એ છે કે યુટ્યુબ અકાઉન્ટ હૅક થાય, ત્યારે આપણે શું કરવું જોઈએ? અમે આ આર્ટિકલમાં તમને તેના વિશે જ માહિતી આપીશું.
યુટ્યુબ અકાઉન્ટ હૅક થઈ જાય તો શું કરશો?
જો તમારું યુટ્યુબ અકાઉન્ટ હૅક થઈ જાય તો તમારી પાસે બે પરિસ્થિતિ છે. એક છે કે તમે હજી પણ તમારું અકાઉન્ટ લોગ ઈન કરી શકો છો, બીજી સ્થિતિ છે કે તમે લોગ ઈન નહીં કરી શકો. જો તમે અકાઉન્ટ લોગ ઈન કરી શકો છો, તો સૌથી પહેલા તમારો પાસવર્ડ બદલી નાખો અને અકાઉન્ટને બધા જ ડિવાઈસથી લોગ આઉટ કરી દો.
પાસવર્ડ બદલવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો
સ્ટેપ 1: સૌથી પહેલા બ્રાઉઝરમાં ગૂગલ અકાઉન્ટ લોગ ઈન કરો
સ્ટેપ 2: ગૂગલ પ્રોફઆઈલ ફોટો પર ક્લિક કરીને મેનેજ યોર ગૂગલ અકાઉન્ટ પર ટૅપ કરો.
સ્ટેપ 3: હવે સિક્યોરિટી પર ટેપ કરીને સાઈન ઈન ટુ ગૂગલ પર જાવ.
સ્ટેપ 4: અહીં પાસવર્ડનો ઓપ્શન સિલેક્ટ કરો અને નવો પાસવર્ડ એન્ટર કરો. ધ્યાન રાખો કે તમે સ્ટ્રોંગ પાસવર્ડ એન્ટર કરી રહ્યા છો.
બધા જ ડિવાઈસમાંથી લોગ આઉટ કરવા નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા ગૂગલ અકાઉન્ટમાં લોગ ઈન કરો.
સ્ટેપ 2: ગૂગલ પ્રોફાઈલ ફોટો પર ક્લિક કરીને મેનેજ યોર ગૂગલ અકાઉન્ટ પર ટેપ કરો.
સ્ટેપ 3: અહીં સિક્યોરિટી પર ટેપ કરીને યોર ડિવાઈસ ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 4: યોર ડિવાઈસની અંદર બધી જ ડિવાઈસનું લિસ્ટ દેખાશે, જેમાં તમારું અકાઉન્ટ લોગ ઈન છે. અહીંથી તમે બધા જ ડિવાઈસ લોગઆઉટ કરી શકો છો.
જો તમે તમારું યુટ્યુબ અકાઉન્ટ લોગ ઈન જ નથી કરી શક્તા, તો તમારી પાસે યુટ્યુબ અકાઉન્ટ રિકવરી જ એક માત્ર વિકલ્પ છે. અકાઉન્ટ રિકવર કરતા સમયે તમારે ઘણા સવાલના જવાબ આપવા પડશે. વધુમાં વધુ સવાલોના સાચા જવાબ આપશો, તો તમે પાસવર્ડ રિસેટ કરીને અકાઉન્ટ રિસ્ટોર કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications