Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારો સ્માર્ટફોન થઈ શકે છે હૅક, Googleએ જાતે એન્ડ્રોઈડ યુઝર્સને આપી ચેતવણી
સોફ્ટવેર કંપની ગૂગલે પોતાની મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ પર ચાલતા બધા જ ડિવાઈસનો ઉપયોગ કરનાર યુઝર્સને એક ગંભીર ચેતવણી આપી છે. ગૂગલનું કહેવું છે કે એન્ડ્રોઈડ ડિવાઈસિઝમાં અનેક ઝીરો ડે પ્રોબ્લેમ્સ છે, જેનો ઉપયોગ કરીને હેકર્સ તમારા ડિવાઈસ, તમારા ફોન હૅક કરી શકે છે. જો કે, ગૂગલે એક નવી સિક્યોરિટી અપડેટ જાહેર કરીને લગભગ 46 જેટલા પ્રોબ્લેમ્સ તો ફિક્સ કરી દીધા છે, પરંતુ હજીય દુનિયાભરના કરોડો એન્ડ્રોઈડ યુઝર્સનો ડેટા જોખમમાં છે. ઉલ્લેખનીય છે કે આજે મોટા ભાગના સ્માર્ટફોન એન્ડ્રોઈડ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ પર જ કામ કરી રહ્યા છે.

ગૂગલના TAG એટલે કે થ્રેટ એનાલિસીસ ગ્રૂપના ક્લેમેન્ટ લેસિને એન્ડ્રોઈડ આધારિત ઓપરેટિંગ સિસ્ટમમાં રહેલા પ્રોબ્લેમ્સ શોધી કાઢ્યા છે. એટલે ગૂગલ પણ તાબડતોડ રીતે આ પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા પર કામ કરી રહ્યું છે. પરંતુ યુઝર્સ હવે આ નવી એન્ડ્રોઈડ અપડેટ જ્યાં સુધી પોતાના ફોનમાં ઈન્સ્ટોલ નથી કરતા, ત્યાં સુધી તેમના ડિવાઈસ પર હેકિંગ અટેક આવવાનો ખતરો તોળાઈ રહે છે. રિસર્ચર્સની ટીમના કહેવા પ્રમાણે હેકર્સે પહેલા જ રિમોટ કોડ એક્ઝિક્યુશન પ્રોબ્લેમનો ફાયદો ઉઠાવીને યુઝર્સના ફોન હેક કર્યા છે, જેને કારણે લાખો યુઝર્સનો ડેટા ચોરાયો છે.
હાલ સામે આવેલી માહિતી પ્રમાણે લિનક્સ કર્નેલ સાથે કનેક્ટેડ પ્રોબ્લેમની સાથે કોર એન્ડ્રોઈડ પ્લેટફોર્મમાં અટેકર્સને યુઝર્સ નુક્સાન પહોંચાડવાનો માર્ગ મોકળો કરી આપે છે. એટલે હેકર્સ ખૂબ સરળતાથી ડિવાઈસિઝના નેટવર્ક કનેક્શન ચેન્જ કરી શક્તા હતા અને તેમને પોતાના સર્વરમાં લિંક કરીને ડિવાઈસમાં માલિશિયસ કન્ટેન્ટ કે એપ્સ ઈન્સ્ટોલ કરી શખ્તા હતા.
ગૂગલે યુઝ્સને લેટેસ્ટ અપડેટ વર્ઝન ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરવાની સલાહ આપી છે. તમને એ પણ જણાવી દઈએ કે તમારા ફોનમાં એન્ડ્રોઈડના લેટેસ્ટ વર્ઝનને અપડેટ કરવું જરૂરી છે, કારણ કે તેનાથી ફોનનું પર્ફોમન્સ અને બેટરી ઓપ્ટિમાઈઝેશન વધારે સારું થાય છે, સાથે જ આ રીતે સિક્યોરિટીના ગ્લિચિસ પણ દૂર થાય છે. આ ઉપરાંત ફોનમાં રહેલી એપ્સના લેટેસ્ટ વર્ઝન પણ એપડેટ કરી લેવા જરૂરી છે.
તમને એ પણ કહી દઈએ કે ઝીરો ડે પ્રોબ્લેમ્સ એવા ગ્લિચને કહેવામાં આવે છે, જેમનો લાભ લઈને મોટી સંખ્યામાં હેકિંગ થઈ શકે છે. એટલે ગૂગલ દ્વારા સ્માર્ટફોન મેન્યુફેક્ચરર્સને પણ નોટિફિકેશન આપવામાં આવ્યું છે, તેઓ પોતાના યુઝર્સ માટે નવી અપગ્રેડ ઝડપથી રોલઆઉટ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications