તમારી માતૃભાષામાં વાપરો Whatsapp, આ રીતે બદલો સેટિંગ્સ

By Gizbot Bureau
|

છેલ્લા કેટલાક વર્ષોમાં એપ્સ માર્કેટ ખાસ્સું બદલાયું છે. એમ કહેવું ખોટું નથી કે છેલ્લા કેટલાક વર્ષોમાં એપ્સ માર્કેટ ખૂબ જ વિક્સયુ છે. એપ્સ માર્કેટમાં ચાલતી ગળાકાપ હરિફાઈને પગલે રોજે રોજ કોઈને કોઈ એપ નવા નવા ફીચર્સ લોન્ચ કરી રહી છે, જેથી તેમના યુઝર્સ જળવાઈ રહે. એપ્સના ડેવલપર્સ પણ તેમનો યુઝર બેઝ વધારવા માટે રાત-દિવસ એક કરી રહ્યા છે. ખાસ કરીને દરેક એપ હાઈપર લોકલ બની રહી છે. એટલે કે દરેક એપ હવે પ્રાદેશિક ભાષાઓમાં પોતાની સેવા આપી રહી છે.

તમારી માતૃભાષામાં વાપરો Whatsapp, આ રીતે બદલો સેટિંગ્સ

બીજી ઘણી એપ્સની જેમ Whatsapp પણ બાય ડિફોલ્ટ અંગ્રેજી ભાષામાં શરૂ થાય છે. પરંતુ હવે તમે Whatsappમાં ભાષા ગમે ત્યારે બદલી શખો છો. જો કે, Whatsapp ઈન્સ્ટોલ કરતા સમયે એપ તમને તમારે કઈ ભાષા રાખવી છે, તે પૂછે છે, પરંતુ આ પ્રક્રિયા કર્યા બાદ પણ તમે ગમે ત્યારે પાછળથી Whatsappમાં ભાષા બદલી શકો છો.

એન્ડ્રોઈડ અને આઈઓએસમાં જો તમે તમારા ફોનના લેન્ગવેજ સેટિંગ્સ બદલો છો, તો સપોર્ટેડ એપ્સના લેન્ગવેજ પ્રેફરન્સ પણ ઓટોમેટિક બદલાઈ જાય છે. પરંતુ જો તમારે માત્ર મેસેજિંગ સર્વિસ એપ Whatsappને પોતાની પ્રાદેશિક ભાષામાં વાપરવી છે, તો તમારે મેન્યુઅલી એપમાં જઈને તમારી પ્રિફર્ડ લેન્ગવેજ બદલવી પડશે. જો કે, હાલ Whatsappનું આ ફીચર માત્ર એન્ડ્રોઈડ વર્ઝનમાં અને ગણતરીના માર્કેટમાં જ ઉપલબ્ધ છે. iPhone યુઝર્સે વ્હોટ્સ એપને પ્રાદેષશિક ભાષામાં વાપરવા માટે ફોનના લેન્ગવેજ સેટિંગ ચેન્જ કરવા પડશે.

એન્ડ્રોઈડ ડિવાઈસમાં Whatsappને પ્રાદેશિક ભાષામાં વાપરવાના સ્ટેપ્સ

- સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ ડિવાઈસમાં Whatsapp ઓપન કરો.

- હવે જમણી બાજુ ઉપરની તરફ આપેલા ત્રણ ટપકાં પર ક્લિક કરો.

- અહીં સેટિંગ્સના વિકલ્પ પર ક્લિક કરો.

- હવે અહી અકાઉન્ટની નીચે આપેલા ચેટ ઓપ્શનની પસંદગી કરો.

- અહીં તમને છેક નીચેની તરફ એપ્સ લેન્ગવેજ નામનો વિકલ્પ મળશે.

- આ વિકલ્પ પર ક્લિક કરીને તમે તમને ગમતી કે અનૂકુળ ભાષા પસંદ કરી શખો છો.

આ પ્રક્રિયા કરતી વખતે Whatsapp તમને તમારા દેશમાં બોલાતી જુદી જુદી ભાષાઓ વિકલ્પ તરીકે દર્શાવશે. જો તમે અમેરિકામાં છો તો તમને સૌથી પહેલો વિકલ્પ સ્પેનિશ ભાષાનો મળશે. જો તમે ભારતમાં આ ફેરફાર કરી રહ્યા છો તો અહીં તમને સંખ્યાબંધ પ્રાદેશિક ભાષાનું લિસ્ટ મળશે. તમે તેમાંથી કોઈ પણ એક ભાષા પસંદ કરીને Whatsappને પ્રાદેશિક ભાષામાં વાપરી શકો છો.

જો પ્રાદેશિક ભાષા બદલ્યા પછી તમને આંકડા ઓળખવામાં મુશ્કેલી પડતી હોય તો તમે પાછા લેન્ગવેજ સેટિંગમાં જઈને વ્હોટ્સ એપને અંગ્રેજી ભાષામાં ફરી ફેરવી શકો છો. બસ આ માટે ઉપર આપેલા સ્ટેપ્સને ફોલો કરીને લેન્ગવેજ તરીકે અંગ્રેજી ભાષા પસંદ કરો.

iPhoneમાં Whatsappની ભાષા આ રીતે બદલો

ઉપર જણાવેલી રીત iPhoneમાં ભાષા બદલવા માટે ઉપયોગી નથી. એટલે ધારો કે તમારે આઈફોનમાં

Whatsapp હિન્દી ભાષામાં વાપરવું છે. તો તમારે તમારા ફોનની પ્રિફર્ડ લેન્ગવેજ હિન્દી કરવી પડશે. આ માટે સેટિંગ્ઝમાં જઈને તમારે જનરલ અને પછી લેન્ગવેજ એન્ડ રિજનના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. અહીં હિન્દી ભાષાની પસંદગી કરો. હિન્દી લખેલા વિકલ્પને સ્લાઈડ કરીને સૌથી ઉપર લાવી દો. આ રીતે તમે iPhone માં ભાષા બદલી શકો છો. આમ કરવાથી તમારા આઈફોનમાં વ્હોટ્સએપની ભાષા પણ બદલાઈ જશે.

Best Mobiles in India

Read more about:
English summary
You can use whatsapp in your native language, know how

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X