Whatsappના disappearing મેસેજ હવે કરી શકાશે સેવ, ટૂંક સમયમાં લોન્ચ થશે ફીચર

By Gizbot Bureau
|

Whatsapp દ્વારા હજી ગયા વર્ષે જ ડિસઅપીઅરિંગ મેસેજનું ફીચર યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. હાલ માર્કેટમાં ચર્ચા છે કે કંપની Kept Messages નામનું નવું ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. જે ગાયબ થઈ જતા મેસેજને તે ગાયબ થઈ જાય તે પહેલા ચેટ હિસ્ટ્રીમાં સેવ કરશે.

Whatsappના disappearing મેસેજ હવે કરી શકાશે સેવ, ટૂંક સમયમાં લોન્ચ

WABetalinfoના રિપોર્ટ પ્રમાણે Whatsapp હાલ Kept Messagesના ફીચર પર કામ કરી રહી છે. આ ફીચર ડિસઅપીઅરિંગ મેસેજને સામાન્ય મેસેજમાં કન્વર્ટ કરશે, જેથી યુઝર્સ આવા મેસેજ સેવ કરી શકે. આ ફીચરને કારણે ડિસઅપીઅરિંગ મેસેજના એક્સપાયરેશન ટાઈમ બાદ પણ મેસેજને સેવ રાખી શકાશે. આ માટે વ્હોટ્સ એપમાં ચેટ ઈન્ફોમાં નવું Kept Messages નામનું સેક્શન આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે ડિસઅપીઅરિંગ મેસેજ એક ટાઈમ લિમીટ સાથે આવશે. આ સમય મર્યાદા પૂરી થઈ ગયા બાદ કોઈ પણ વ્યક્તિ આ મેસેજ જોઈ શક્શે નહીં. આ મેસેજને આર્કાઈવ પણ કરી શકાતા નથી. હાલ એન્ડ્રોઈ અને આઈઓએસ બંને વર્ઝનમાં આ ફીચર ઉપલબ્ધ છે. તો ટૂંક સમયમાં Whatsappના બીટા વર્ઝનમાં પણ આ ફીચર જોવા મળશે. Whatsapp update trackerનો દાવો છે કે હાલ કંપની Kept Messagesના ફીચર પર કામ કરી રહી છે, અ આગામી સમયમાં ચોક્કસથી યુઝર્સને આ ફીચરનો લાભ મળવાનો છે.

તો ગ્રુપ મેસેજીસમાં પણ યુઝર્સને ડિસઅપીઅરિંગનો વિકલ્પ મળશે. ગ્રુપના એડમિનને હવે ગ્રુપને ડિસઅપીઅરિંગ મોડમાં કરવા માટે ટોગલ ઓપ્શન મળશે. ગ્રુપના સભ્યોને Kept Messages ફીચરનો લાભ મળશે કે નહીં તે ગ્રુપના એડમિન નક્કી કરશે. જે લોકો આ ડિઅસપીઅરિંગ મેસેજિસ ફીચરનો લાભ નથી લઈ રહ્યા, તેમના ફોનમાં વ્યક્તિગત ચેટ કે પછી ગ્રુપ ચેટ્સમાં આ ફીચર જાતે જ કામ કરવા લાગશે. એટલે કે બધા જ મેસેજ એક નક્કી કરેલા સમય બાદ ગાયબ થઈ જશે.

એટલે જ કંપની હવે Kept Messages ફીચર પર કામ કરી રહી છે. એકવાર ડિસઅપીઅરિંગ મેસેજનું ફીચર બધાના જ ચેટ્સમાં ઓટોમેટિક કામ કરવા લાગશે. તો લગભગ દરેક યુઝર્સને નવા ફીચર Kept Messagesની જરૂર પડશે. યુઝર્સ પોતાની અગત્યની માહિતી, અગત્યના મેસેજ આ નવા ફીચરથી સેવ કરી શક્શે. તમે જો કોઈની પાસેથી અગત્યના દસ્તાવેજ, ફોટા, વીડિયો મોકલ્યા છે કે લીધા છે તો આ તમામ મેસેજીસ તમે અપકમિંગ ફીચર Kept Messagesથી સેવ કરી શક્શો.

સરવાળે તમારી કોઈ પણ અગત્યની માહિતી ખોવાશે નહીં. ઉલ્લેખનીય છે કે આજના સમયમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવો હશે જે વ્હોટ્સ એપનો ઉપયોગ નહીં કરતો હોય. વેપારીઓથી લઈને વિદ્યાર્થીઓ સુધી દરેક વ્યક્તિ ઘણી અગત્યની ચર્ચાઓ અને દસ્તાવેજોની આપ લે વ્હોટ્સ એપ પર કરે છે. આવા તમામ યુઝર્સ માટે Whatsappનું નવું ફીચર Kepts Messages વરદાન સાબિત થવાનું છે. જો કે અહીં ધ્યાન રાખવાની વાત એ છે કે જ્યારે આ ફીચર રોલઆઉટ થાય તો તમારે ધ્યાન રાખીને અગત્યના મેસેજ સેવ કરવા પડશે.

Best Mobiles in India

Read more about:
English summary
You Can Soon Save Disappearing Messages With This Feature

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X