Whatsappમાં પણ હવે બનાવી શકાશે અવતાર, સ્ટીકર્સની જેમ કરી શક્શો શૅર

By Gizbot Burea
|

મેસેજિંગ સર્વિસ એપ Whatsapp હાલ પોતાના યુઝર્સ માટ અવતાર ફીચર પર કામ કરી રહી છે. જેને કારણે યુઝર્સ ઈન્સ્ટાગ્રામની જેમ પોતાના વર્ચ્યુઅલ અવતાર ક્રિએટ કરીને શૅર કરી શક્શે. ફીચર ટ્રેકરના રિપોર્ટ મુજબ Whatsappના એન્ડ્રોઈડ માટેના બીટા વર્ઝનમાં અવતાર ક્રિએટ કરવાનું ફીચર આવી ચૂક્યુ છે. આ પહેલા આ ફીચર ફેસબુક અને મેસેન્જર એપમાં અવેલેબલ હતું. આ ઉપરાંત Whatsapp પર વીડિયો કોલ દરમિયાન યુઝર્સ પોતાના ફેસ પર વર્ચ્યુઅલ માસ્ક પણ લગાવી શક્શે. હાલ કંપની આ ફીચર પણ ટેસ્ટ કરી રહી છે. જો કે અવતારનું ફીચર કયા ડેવલપમેન્ટ અંતર્ગત લોન્ચ થશે, તે હજી કંપનીએ સત્તાવાર રીતે જાહેર નથી કર્યું.

Whatsappમાં પણ હવે બનાવી શકાશે અવતાર, સ્ટીકર્સની જેમ કરી શક્શો શૅર

WABetainfioમળતી માહિતી પ્રમાણે Whatsapp ભવિષ્યમાં અવતાર માટે એપમાં એક ખાસ સેક્શન લોન્ચ કરી શકે છે. Whatsappના બીટા વર્ઝન 2.22.16.11માં અવતાર માટે અલગ સેક્શન આપવામાં આવ્યું છે. ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામ હેઠળ હાલ આ બીટા વર્ઝન અવેલેબલ છે. અવતાર ફીચર લોન્ચ થયા બાત યુઝર્સ પોતાના અવતાર સ્ટીકર્સની જેમ ચેટમાં પણ શૅર કરી શક્શે.

Whatsappમાં અવતાર સૌથી પહેલા એપના 2.22.15.5 એન્ડ્રોઈડ માટેના બીટા વર્ઝનમાં જોવા મળ્યા છે. આ ઉપરાંત ચર્ચા છે કે Whatsapp પોતાના યુઝર્સ માટે વીડિયો કોલ દરમિયાન વર્ચ્યુઅલ માસ્કનું ફીચર પણ ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે. જો કે, હજી સુધી Whatsapp દ્વારા આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. હાલ હજી પણ કંપની આ ફીચરને વધુ ડેવલપ કરવા પર કામ કરી રહી છે. એટલે હાલ તો આ બંને ફીચર્સ ક્યારે બધા જ યુઝર્સ માટે અવેલેબલ થશે, તે અંગે સત્તાવાર કોઈ તારીખ કહી શકાય તેમ નથી.

સોશિયલ મીડિયા પર Whatsappના અવતારનો દાવો કરતો સ્ક્રીનશોટ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક સાથે અનેક પ્રકારના અવતાર દેખાઈ રહ્યા છે. યુઝર્સ પોતાની ઈચ્છા મુજબ પોતાનો અવતાર ક્રિએટ કરી શક્શે. તો આ ઈમેજની નીચે 'Create your avataar’નો ઓપ્શન પણ જોવા મળી રહ્યો છે. સ્ક્રીનશોટમાં એવું પણ લખેલું છે કે,’A new way to be you on Whatsapp.’ જો કે, વ્હોટ્સ એપમાં અવતારનું આ ફીચર ફેસબુકમાંથી લેવામાં આવ્યું છે.

એક રિપોર્ટ મુજબ વ્હોટ્સ એપ પોતાના એન્ડ્રોઈડ વર્ઝન માટે સ્ટેટ્સ પર રિએક્શનની અપડેટ પણ ટૂંક સમયમાં જાહેર કરશે. આ ફીચર પણ Whatsappના બીટા વર્ઝન 2.22.16.10માં જોવા મળ્યું છે. તો વ્હોટ્સ એપના વિન્ડોઝ વર્ઝનના બીટા વર્ઝનમાં કંપની અપડેટેડ ગેલેરી વ્યૂ પણ લોન્ચ કરવા જઈ રહી છે. સરવાળે, Whatsapp યુઝર્સને ટૂંક સમયમાં કેટલાક નવા રસપ્રદ ફઈચર મળવા જઈ રહ્યા છે.

જેને કારણે યુઝર્સને સૌથી સફળ મેસેજિંગ સર્વિસ Whatsapp વાપરવાની વધુ મજા આવશે. હજી કેટલાક સમય પહેલા જ Whatsapp દ્વારા મેસેજ પર રિએક્શન લોન્ચ કરવામાં આવ્યા હતા. Whatsapp પોતાના યુઝર્સને એન્ટરટેઈન કરવા માટે દરરોજ કંઈક નવું લોન્ચ કરી રહી છે.

Best Mobiles in India

Read more about:
English summary
You Can Soon Create Facebook-Like Avatar On WhatsApp: Details

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X