મિસ કોલ દ્વારા યુપીઆઈ પેમેન્ટ કઈ રીતે કરી શકાય છે?

By Gizbot Bureau
|

ગયા અઠવાડિયા ની અંદર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા યુપીઆઈ 123પે ની શરૂઆત કરવા માં આવી હતી. આ પહેલ ના લીધે હવે ફીચર ફોન યુઝર્સ પણ યુપીઆઈ પેમેન્ટ ની મદદ થી પૈસા ટ્રાન્સફર કરી શકશે. અત્યારે યુપીઆઈ ને માત્ર સ્માર્ટફોન યુઝર્સ માટે ઉપલબ્ધ રાખવા માં આવેલ હતું. ટૂંકા કોડ *99# નો ઉપયોગ એનયુયુપી (નેશનલ યુનિફાઈડ યુએસએસડી પ્લેટફોર્મ) દ્વારા યુપીઆઈ ને ઍક્સેસ કરવા માટે થઈ શકે છે.

મિસ કોલ દ્વારા યુપીઆઈ પેમેન્ટ કઈ રીતે કરી શકાય છે?

જો કે, આ એક સમય માંગી લેતો અને મુશ્કેલ અભિગમ છે. ભારત ની અંદર 40 કરોડ કરતા પણ વધુ ફીચર ફોન યુઝર્સ છે. અને આ યુપીઆઈ 123પે ની મદદ થી તે બધા જ લોકો ને ફાયદો થઇ શકશે. યુપીઆઈ 123પે ની અંદર ચાર અલગ ફીચર્સ આપવા માં આવેલ છે. જેની અંદર એપ આધારિત ફન્ક્શનાલીટી, મિસ કોલ, અને આઈવીઆર અને પ્રોક્સિમિટી સાઉન્ડ બેઝ પેમેન્ટ્સ નો સમાવેશ કરવા માં આવેલ છે.

તો યુપીઆઈ 123પે ની મદદ થી તમે મિસ કોલ દ્વારા કઈ રીતે યુપીઆઈ પેમેન્ટ કરી શકો છો તેના વિષે જાણીયે. જેના માટે તમે નીચે જણાવેલ સ્ટેપ્સ ને અનુસરી શકો છો.

- વેપારી ના આઉટલેટ પર દર્શાવેલ નંબર પર મિલકોલ કરો.

- ત્યાર પછી તમને એક આઈવીઆર કોલ આવશે, જેની અંદર તમારે કન્ફ્રર્મ કરવા નું રહેશે કે તમે ફન્ડ ને ટ્રાન્સફર કરવા માંગો છો.

- ત્યાર પછી તમે જેટલા પૈસા ટ્રાન્સફર કરવા માંગતા હોવ તેને એન્ટર કરો.

- તેના પછી તમારે માત્ર તમારા યુપીઆઈ ના પિન ને એન્ટર કરવા નો રહેશે અને ત્યાર પછી તમારા પૈસા ટ્રાન્સફર થઇ જશે.

યુપીઆઈ 123 પે ની મદદ થી યુઝર્સ પેમેન્ટ્સ કરી શકશે, ફાસ્ટેગ ને રિચાર્જ કરી શકશે, યુટીલીટી બિલ્સ પે કરી શકશે અને માત્ર તેટલું જ નહિ પરંતુ તેમના યુપીઆઈ ની સાથે જે એકાઉન્ટ લિંક થયેલું હશે તેનું બેલેન્સ પણ ચેક કરી શકશે. 123પે ને સમર્થન આપવાના ધ્યેય સાથે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) એ ડિજિટલ પેમેન્ટ્સ માટે 24-કલાકની હેલ્પલાઈન વિકસાવી છે. ડિજિટલ પેમેન્ટ્સ અને સમસ્યાઓ વિશેના પ્રશ્નો માટે, વપરાશકર્તાઓ www.digisaathi.info પર જઈ શકે છે અથવા તેમના ફોનમાંથી 14431 અને 1800 891 3333 પર સંપર્ક કરી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
You Can Make UPI Payments With Missed Call Here's How To Do It On Your Phone

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X