Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારા ભોજનમાં શું છે? નુક્સાનકારક વસ્તુ તો નથી આરોગતાને, આ એપ આપશે જવાબ
માર્કેટમાં એવી ઘણી પ્રોડક્ટ્સ હોય છે, જેનું પેકેજિંગ તો હેલ્ધી ચોઈસ તરીકે હોય છે, પરંતુ જો તેના ઈન્ગ્રેડિયન્ટ્સ વાંચીએ તો ખ્યાલ આવે કે તેમાં હેલ્થને નુક્સાન કરતા તત્વો પણ સામેલ હોય છે. જો કે આ બધી પ્રોડક્ટ્સ પોતાને હેલ્ધી ગણાવીને જ માર્કેટિંગ કરતા હોય છે. આવી સ્થિતિમાં આપણે કેવી રીતે ઓળખ કરવી કે કઈ પ્રોડક્ટ આરોગ્ય માટે સારી છે અને કઈ નહીં.
ડિજિટલ વર્લ્ડમાં હવે તમારે આનીય ચિંતા કરવાની જરૂર નથી. તમારા ફોનમાં માત્ર કેટલાક સ્ટેપ્સ ફોલો કરીને તમે એ જાણી શકો છો કે તમે જે વસ્તુ ખાઈ રહ્યા છો, તેમાં કોઈ નુક્સાનકારક તત્વો છે કે નહીં. આ કામ એક એપ કરી આપે છે, જે માર્કેટમાં મળતી બધી જ પ્રોડક્ટ્સને સ્કેન કરીને તેના ઈન્ગ્રેડિયન્ટ્સ અને એડિટિવ્સ વિશે જાણ કરે છે.

સાથે જ આ એપ એ પણ જણાવે છે કે આ પ્રોડક્ટ ખાવાલાયક છે કે નહીં. તમે આ પ્રોડક્ટનો ભોજનમાં કેટલો ઉપયોગ કરી શક્શો, તે પણ આ એપ દ્વારા જાણી શકો છો. અમે જે એપની વાત કરી રહ્યા છીએ, તેનું નામ Xume એપ છે, જેના ફાઉન્ડર અક્ષય જલાન છે. આ એક મુંબઈ બેઝ્ડ કંપની છે, જે પેકેજ્ડ ફૂડ્સને સ્કોર આપે છે.
આવા પ્રકારની આ પહેલી એપ છે, જેમાં પેકેજ્ડ ફૂડ્સ માટે સ્કોરિંગ અને રેકમેન્ડેશનની સુવિધા મળે છે. આ એપને તમે એપ સ્ટોર કે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. એકવાર તમે આ એપ ડાઉનલોડ કરી લેશો, એટલે તમારે આ એપમાં સાઈન અપ કરવાનું છે. તમે સીધા જ તમારા ગૂગલ અકાઉન્ટ પરથી પણ સાઈન અપ કરી શકો છો.
કેવી રીતે કામ કરે છે આ એપ?
જો તમે પહેલીવાર આ એપનો યુઝ કરી રહ્યા છો, તો પહેલીવારમાં તમારે પોતાની બધી જ ડિટેઈલ્સ એન્ટર કરવી પડશે. સૌથી પહેલા તમારું નામ, ઉંમર, મોબાઈલ નંબર સહિતની ડિટેઈલ્સ ભરવાની છે. પછી તમે કયા પ્રકારનું ડાયટ ફોલો કરો છો, તે પણ જણાવવું પડશે. આ બધી માહિતી આપ્યા બાદ જ એપનું સેટઅપ સમાપ્ત થશે.
આ એપનો ઉપયોગ ખૂબ સરળ છે. આ એપમાં પહેલાથી જ 1 લાખ જેટલી ફૂડ પ્રોડક્ટ્સનો ડેટા છે. તમે ઈચ્છો તો તેના સિવાયની પ્રોડક્ટ્સનો ડેટા પણ ચેક કરી શકો છો. આના માટે તમારે ફોનનું સ્કેનર ઓન કરવું પડશે. બાદમાં પ્રોડક્ટના ઈન્ગ્રેડિયન્ટ્સવાળા સેક્શનને સ્કેન કરવાનું છે.
આટલું કરતા જ તમારી સ્ક્રીન પર પ્રોડક્ટની ડિટેઈલ્સ જોવા મળશે. એપ તમને આ પ્રોડક્ટનો સ્કોર પણ જણાવશે, સાથે જ આ પ્રોડક્ટમાં કયા કયા ઈનગ્રેડિયન્ટ્સ છે, તે પણ કહેશે. સાથે જ એપ એ પણ કહેશે કે તમે જે પ્રોડક્ટ સ્કેન કરી છે, તે આરોગવા લાયક છે કે નહીં.
જો કે આ એપ ફ્રી નથી. તમે ફ્રી ટ્રાયલ થોડાક દિવસો માટે યુઝ કરી શકો છો. બાદમાં તમારે સબસ્ક્રીપ્શન ખરીદવું પડશે. આ એપનું માસિક સબસ્ક્રીપ્શન 1299 રૂપિયા છે. જ્યારે વાર્ષિક સબસ્ક્રીપ્શન 8,399 રૂપિયા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications