Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Xiaomi Buds 4, Watch S1 Proની કિંમત અને સ્પેસિફિકેશન્સ લીક, જાણો અહીં
ચાઈનીઝ સ્માર્ટફોન કંપની શાઓમી આ મહિનાના અંતમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2023માં ગ્લોબલ માર્કેટમાં Xiaomi Buds 4 અને Watch S1 Pro લોન્ચ કરવાની છે. જો કો, આ બંને પ્રોડક્ટ ગ્લોબલી લોન્ચ થાય તે પહેલા જ તેના કિંમત અને સ્પેસિફિકેશન્સ લીક થયા છે. ટિપસ્ટર સ્નૂપીટેકે ટ્વિટર પર આ બંને પ્રોડક્ટ વિશે માહિતી આપી છે. આ બંને પ્રોડક્ટ ગત વર્ષે ચીનમાં લોન્ચ થઈ ચૂકી છે. ચાલો જાણીએ કે Xiaomi Buds 4, Watch S1 Pro કઈ બાબતે ખાસ છે, અને તેની કિંમત શું છે.

Xiaomi Buds 4ની કિંમત અને કલર
ટિપસ્ટર સ્નૂપીટેકના કહેવા પ્રમાણે Xiaomi Buds 4ની ગ્લોબલ માર્કેટમાં મિંતમ 59 યુરો એટલે કે ભારતીય રૂપિયામાં 5,2333 રૂપિયા હશે. Xiaomi Buds 4 ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં થશે, જેમાં ગ્રીન, બ્લેક અને વ્હાઈટ રંગ સામેલ છે. ચીનમાં આ Xiaomi Buds 4 699 RMBની કિંમતે લોન્ચ થયા છે, જેની ભારતીય રકમ 8,456 રૂપિયા થાય છે. ચીનમાં આ બડ્ઝ સોલ્ટ લેક વ્હાઈટ, ફિલ્ડ ગ્રીન કલર્સ અને મૂન શેડો કલરમાં લોન્ચ થયા છે.
Xiaomi Buds 4માં છે ઈન્ટેલિજન્ટ એક્ટિવ નોઈઝ કેન્સલેશન ફીચર
ચીનમાં Xiaomi Buds 4 લોન્ચ દરમિયાન કંપનીએ દાવો કર્યો છે કે આ બડ્ઝ ગ્રાફીન ડ્યુઅલ મેગ્નેટિક ડાયનેમિક ડ્રાઈવરની સાથે સાથે એક ઈન્ટેલિજન્ટ એક્ટિવ નોઈઝ કેન્સલેશન ફીચર, ટ્રાન્સપરન્સી મોડ અને 360 ડિગ્રી ઓડિયો ફીચર સાથે લોન્ચ થવાના છે.
Xiaomi Watch S1 Proની કિંમત અને સ્પેસિફિકેશન્સ
ચીન બાદ શાઓમી Xiaomi Watch S1 Proને પણ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ટિપસ્ટર સ્નૂપીટેકનો દાવો છે કે Xiaomi Watch S1 Proની ગ્લોબલ માર્કેટમાં કિંમત 299 યુરો એટલે કે 26,500 રૂપિયા હશે. આ સ્માર્ટ વૉચ 480 * 480 રિઝોલ્યુશન સાથે 1.47 ઈંચની ડિસ્પ્લે સાથે લોન્ચ થશે.
Xiaomi Watch S1 Proની બેટરી અને ફીચર્સ
બેટરીની વાત કરીએ તો Xiaomi Watch S1 Proમાં 500 mAhની બેટરી મળશે, જે 14 દિવસ સુધી સિંગલ ચાર્જિંગમાં કામ કરશે. આ વોચ વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે. Xiaomi Watch S1 Pro હાર્ટ રેટ, SPO2નું ધ્યાન રાખવા માટે પણ સપોર્ટ કરશે, સાથે જ આ સ્માર્ટ વોચ 5ATM રેટિંગ ધરાવે છે. ટિપસ્ટરના કહેવા પ્રમાણે Xiaomi Watch S1 Pro iOS અને એન્ડ્રોઈડ ડિવાઈસને સપોર્ટ કરશે.
ઉલ્લેખનીય છે કે શાઓમી પોતાની આ બંને પ્રોડક્ટને ચીનમાં 2022માં જ લોન્ચ કરી ચૂકી છે. પરંતુ હવે 28 ફેબ્રુઆરીથી શરૂ થનારી મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન ગ્લોબલ લેવલ પર લોન્ચ કરી શકે છે. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2023 આ વખતે બાર્સેલોનામાં યોજાવા જઈ રહી છે. જે દરમિયાન ઘણી બધી કંપનીઝ પોતાની નવી પ્રોડક્ટ લોન્ચ કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications