Xiaomi Smart Standing Fan 2 ભારતમાં લોન્ચ, બોલવાથી થઈ જશે ચાલુ બંધ

By Gizbor Bureau
|

ઘણીવાર આપણને રાત્રે સૂતા સૂતા પંખો ચાલુ બંધ કરવામાં ખૂબ જ આળસ આવતી હોય છે. હવે જરા વિચારો કે માત્ર તમારા બોલવાથી પંખો ચાલુ બંધ થઈ જાય તો કેટલી મજા આવે. અથવા તો તમે તમારા ઘરના કોઈ પણ ખૂણે બેઠા બેઠા તમારા ફોનથી જ પંખાની સ્પીડ વધારી ઘટાડી શકો તો. વિચારવામાં જેટલું આરામદાયક લાગે છે, તે કરવામાં આનાથી પણ વધારે આરામદાયક છે. અને શાઓમી આ જરૂરિયાતો પૂરી કરવા માટે જ ખાસ સ્માર્ટ ફેન લઈને આવી છે.

Xiaomi Smart Standing Fan 2 ભારતમાં લોન્ચ, બોલવાથી થઈ જશે ચાલુ બંધ

Xiaomi Smart Standing Fan 2 સોમવારે કંપનીએ ભારતમાં લોન્ચ કર્યો છે. કંપનીના આ સ્માર્ટ ફોનમાં 7+5 વિંગ શેપ્ડ બ્લેડ્ઝની સાથે સાઈલન્ટ BLDC ઈન્ટવર્ટ મોટર છે. હાલ જો તમારે આ સ્માર્ટફેન ખરીદવો હોય તો તમે શાઓમીની વેબસાઈટ પરથી તેને પ્રિ-બુક કરાવી શકો છો. આ સ્માર્ટ ફેન તમે મોબાઈલ એપ્લિકેશન દ્વારા કંટ્રોલ કરી શકો છો, સાથે જ તેમાં વોઈસ કમાન્ડ પણ ઉપલબ્ધ છે. તો આ ફેન 3 દિશામાં હવા ફેંકી શકે છે અને તેમાં 100 સ્પીડ લેવલ છે.

કેટલી છે કિંમત?

Xiaomi Smart Standing Fan 2 ભારતમાં રૂપિયા 9999ની કિંમતે અવેલેબલ છે. જો કે આ ફેનમાં કોઈ કલર ઓપ્શન નથી, માત્ર સફેદ રંગમાં જ કંપનીએ ફેન લોન્ચ કર્યો છે. હાલ લોન્ચ ઓફર પર તેની સ્પેશિયલ કિંમત માત્ર રૂપિયા 5,999 છે. ભારતમાં 19 જુલાઈથી તે મળવાનો શરૂ થઈ જશે. જો તમને આ ફેન ખરીદવામાં રસ છે, તો હાલ તમે શાઓમીની ઓફિશિયલ વેબસાઈટ પરથી પ્રિ બુક કરાવી શકો છો. પ્રિ બુક કરવા પર તમને આ સ્માર્ટ ફેનની કિંમતમાં રૂપિયા 4000નો ફાયદો થશે.

સ્માર્ટ ફેનના સ્માર્ટ ફીચર્સ

Xiaomi Smart Standing Fan 2માં રહેલી 7+5 વિંગ શેપ્ડ બ્લેડ્ઝ ખાસ એરફ્લો વધારવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. તો BLDC કૉપર વાયર મોટરને કારણે ફોન વધારે સારી રીતે કામ કરશે, સાથે જ એલ્યુમિનિયમ વાયર મોટર્સ કરતા તેની કમ્પેટિબિલીટી પણ વધારે હશે. આ ફોનને તમે તમારા ફોનમાં રહેલી એપ્લિકેશન દ્વારા પણ ઓપરેટ કરી શક્શો. તો ગૂગલ આસિસ્ટન્ટ કે એલેક્સાની મદદથી પણ આ ફોન ચલાવી શકાશે.

બે જુદા જુદા મોડનો મળશે વિકલ્પ

Xiaomi Smart Standing Fan 2માં નેચરલ બ્રિઝ મોડ આપવામાં આવ્યો છે. કંપનીના કહેવા પ્રમાણે આ મોડ કુદરતી પવનના વધતા ઘટતા ફ્લો મુજબ એડજસ્ટ થઈ શકે છે. સાથે જ કંપનીનો દાવો છે કે આ સ્ટેન્ડિંગ સ્માર્ટ ફોનમાં હવા ફેંકવાનો વધુમાં વધુ અવાજ 55.8db જ છે. સાથે જ આ ફોનમાં કંપનીએ સ્પીડના જુદા જુદા 100 લેવલ આપ્યા છે. જેને પણ તમે એપ્લિકેશન દ્વારા કંટ્રોલ કરી શકો છો. આ ઉપરાંત નેચરલ બ્રીઝ મોડની સાથે ડાયરેક્ટ બ્લો મોડનો ઓપ્શન પણ યુઝર્સને મળી રહ્યો છે. તમે આ સ્ટેન્ડિંગ સ્માર્ટ ફેનની હાઈટ પણ તમારી જરૂરિયાત મુજબ વધારી ઘટાડી શકો છો. Xiaomi Smart Standing Fan 2નું વજન 3 કિલો છે. જ્યારે તેની સાઈઝ કંપનીના કેહવા મુજબ 343*330*1000mm છે.

Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi Smart Standing Fan Launched For Rs. 9,999: Supports Voice Commands, More

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X