શાઓમિએ રેડમી નોટ 5 પ્રો લૉન્ચ કર્યો, ફીચર્સ છે જબરદસ્ત

By Kalpesh Kandoriya
|

અપેક્ષા મુજબ જ 15મી ફેબ્રુઆરીએ શાઓમિએ પોતાનો નવો સ્માર્ટફોન રેડમી નોટ 5 પ્રો લૉન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન ભારતમાં પણ લૉન્ચ થઇ ગયો છે. જણાવી દઇએં કે આ ફોન રેડમી નોટ 5નું અપગ્રેડેડ વર્ઝન છે. રેડમી નોટ 5 પ્રોમાં અમુક એવા ફીચર્સ છે જે તમારે ચોક્કસ જાણવા જોઇએં. જેમ કે, Qualcomm Snapdragon 636 પ્રોસેસર આપનાર આ પહેલો સ્માર્ટફોન છે. કંપનીના દાવા મુજબ સ્નેપડ્રેગન 636 50 ટકા વધુ પર્ફોર્મન્સ આપે છે અને 40 ટકા વધુ પાવર એફિસિયન્ટ આપે છે.

શાઓમિએ રેડમી નોટ 5 પ્રો લૉન્ચ કર્યો, ફીચર્સ છે જબરદસ્ત

ઉપરંત Redmi Note 5 Pro શાઓમિનો પહેલો ફોન છે જેમાં 6 જીબી રેમ આપવામાં આવી હોય. નવા સ્માર્ટફોનમાં ચાઇનિઝ મેન્યુફેક્ચરરે LPDDR4X રેમનો ઉપયોગ કર્યો છે. આ ફોનમાં પાવરફુલ કેમેરા આપવામાં આવ્યા છે. કંપની દ્વારા આ સ્માર્ટફોનને "ઇન્ડિયાઝ કેમેરા બિસ્ટ" તરીકે ગણવામાં આવી રહ્યો છે. અગાઉ ફિચર લીકમાં જાહેર થયેલી માહિતી મુજબ જ રેડમી નોટ 5 પ્રોમાં વર્ટિકલી સ્ટેક્ડ રિયર ડ્યુલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.

ડિસ્પ્લે

ડિસ્પ્લે

સ્માર્ટફોન રેડમી નોટ 5 પ્રોમાં એસ્પેક્ટ રેટિયો 18:9 સાથે 5.99 ઇંચ ફુલ એચડી + (2,160x1,080) રિઝોલ્યુશન ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેને વધુ સુરક્ષિત કરવ માટે 2.5D વક્ર કાચ આપવામાં આવ્યો છે.

રેડમી નોટ 5 પ્રોમાં Qualcommની લેટેસ્ટ પ્રોસેસર સ્નેપડ્રેગન 636 આપવામાં આવી છે જે ઓક્ટા-કો પ્રોસેસર 1.8GHz છે. સ્માર્ટફોન બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. જેમાંના એકમાં 4જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. જ્યારે બીજા વેરિયન્ટમાં 6જીબી રેમ અને 64બીજી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.

ફોનમાં LPDDR4X રેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેના કારણે ફોનની સ્પિડ અત્યારના સેમસંગ ગેલેક્સી એસ8થી પણ વધી ગઇ છે.

સ્માર્ટફોનમાં 4000mAh બેટરી બેકઅપ આપવામાં આવ્યું છે.

કેમેરા

કેમેરા

રેડમી નોટ 5 પ્રોનો કેમેરા જબરદસ્ત છે. પિક્ચર ક્લિયારિટી પણ ગજબની છે. અગાઉ કંપનીએ આપેલા સ્ટેટમેન્ટ મુજબ શાઓમિ Redmi Note 5 Pro વર્ટિકલ એરેન્ઝ્ડ ડ્યુલ કેમેરા સેટેપ સાથે આપવામાં આવ્યો છે. પ્રાઇમરી કેમેરા 12MP Sony IMX 486 સેન્સર અને ફિલ્ડ ઇન્ફોર્મેશનની ઉંડાઇને કેપ્ચર કરવા માટે સેકન્ડરી કેમેરા 5MP સેમસંગ સેન્સરનું કેમેરા સેટઅપ બનેલું છે. ઓછા અજવાળામાં પણ સારી ક્વોલિટીના ફોટો ક્લિક કરી કાય તે માટે રિયર કેમેરા સેટઅપમાં પણ પોર્ટરેટ મોડ અને શ્રેષ્ઠ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ફ્રન્ટ કેમેરા 20MP Sony IMX376 sensorનો છે. આગળનો કેમેરો બોકેહ ઇફેક્ટ, સારું એડ્ઝ ડિટેક્શન અને એલઇડી સેલ્ફી લાઇટ સાથે આવે છે.

સેલ્ફી અને રિયર બંને કેમેરા 4.0 ટેક્નોલોજીથી સજ્જ છે જે દરેક ક્લિકને સુંદર બનાવશે. ટૂંકમાં, ઇમેજ ક્લિક કરવા માટે શ્રેષ્ઠ મોડને સિલેક્ટ કરવા માટે કેમેરા આર્ટિફિશિયલ ઇન્ટેલિઝન્સના આધારે આલ્ગોરિધ્મનો ઉપયોગ કરે છે.

UPI મેથડથી એમેઝોન પર પેમેન્ટ કરવું છે? આસાન સ્ટેપ્સ ફોલો કરો

ફેસ અનલોક ફીચર

ફેસ અનલોક ફીચર

ઉલ્લેખીય છે કે માર્ચ મહિનાના અંત સુધીમાં શાઓમિ રેડમી નોટ 5 પ્રો OTA અપડેટ દ્વારા ફેસ અનલોક ફીચર મેળવી શકશો. આ ફિચર પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિઝન્સ બેઝ્ડ હશે.

કિંમત

કિંમત

રેડમી નોટ 5 પ્રોના 6જીબી વાળા વેરિયન્ટની કિંમત 16,999 રૂપિયા રાખામાં આવી છે જ્યારે 4જીબી વાળા વેરિયન્ટની કિંમત 13,999 રૂપિયા રાખવામાં આવી છે. 22મી ફેબ્રુઆરીથી ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ અને mi.com તથા એમઆઇ હોમ સ્ટોર્સ પર સ્માર્ટફોનને પહેલી વખત વેચાણ માટે મુકવામાં આવશે. તદઉપરાંત ઓફલાઇન ચેનલ મારફતે રેડમી નોટ 5 પ્રો મેળવી શકશો.

આ ફોન ખરીદવા પર રિલાયન્સ જિયોના ગ્રાહકોને વધુ ફાયદો થઇ શકે તેમ છે. રિલાયન્સ જિયોએ હાલમાં જ લૉન્ચ કરેલી જિયોફુટબોલ ઑફર અંતર્ગત રેડમી નોટ 5 પ્રો ખરીદનાર રિલાયન્સ જિયો સબ્સક્રાઇબરને 2200 રૂપિયાનો કેશબેક અને 100 ટકા વધારાનો 4જી ડેટા મળશે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi today launched the Redmi Note 5 Pro alongside the Redmi Note 5 in India. The 6GB variant of the smartphone is priced at Rs. 16,999, while the 4GB variant of Redmi Note 5 Pro is priced at Rs. 13,999. The smartphone features a Snapdragon 636 processor, 20MP selfie camera, dual rear cameras and a 4,000mAh battery.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more