Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Xiaomiના આ ફોનની કિંમત છે 7000 કરતા પણ ઓછી, જાણો ખાસિયતો
સ્માર્ટફોન માટે જો તમારી પાસે વધારે બજેટ નથી અને તમારે ફોન ખરીદવો પણ જરૂરી છે, તો આ આર્ટિકલ તમારા કામનો છે. આજે અમે તમને એક એવા ફોનની વાત કરીશું, જેના તમે સાત હજાર કરતા પણ ઓછી કિંમતે ખરીદી શકો છો. આ ફોન શાઓમી કંપનીએ ચાલુ વર્ષે જ લોન્ચ કર્યો છે.
જો તમે વિચારી રહ્યા છો કે અમે શાઓમીના કોઈ જૂના મોડેલની વાત કરી રહ્યા છીએ, તો એવું જરાય નથી. અમે વાત કરી રહ્યા છીએ સ્માર્ટફોનની. શાઓમીનો આ ફોન ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ લોન્ચ થયો છે. એટલે કે આ ફોન હજી 4 મહિના જ જૂનો છે.

Redmi A3ની માર્કેટ પ્રાઈસ
Redmi A3ની માર્કેટ પ્રાઈસની વાત કરીએ તો આ ફોનની કિંમત 7 હજાર રૂપિયા કરતા પણ ઓછાથી શરૂ થાય છે. આ ફોન કંપનીએ ત્રણ કલર વેરિયંટમાં લોન્ચ કર્યો છે. સાથે જ ફોનને તમે 3 જીબી રેમ, 64 જીબી સ્ટોરેજ, 5 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ, 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ એમ ત્રણ વેરિયંટમાં ખરીદી શકો છો. જેમાંથી પહેલા વેરિયંટની કિંમત 6,999 રૂપિયા, બીજા વેરિયંટની કિંમત 7,999 રૂપિયા અને ત્રીજા વેરિયંટની કિંમત 8,999 રૂપિયા છે.
Redmi A3 ફોનના ફીચર્સ
Redmi A3 ફોનમાં તમને MediaTek Helio G36 પ્રોસેસર મળે છે. જ્યારે આ ફોનમાં 6.7 ઈંચની પ્રીમિયમ Halo Design, 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ ધરાવતી જબરજસ્ત ડિસ્પ્લે આપવામાં આવી છે. રેમ અને સ્ટોરેજની વાત કરીએ તો આગળ જણાવ્યા પ્રમાણે તમે 3 જીબી રેમ, 64 જીબી સ્ટોરેજ, 5 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ, 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ એમ ત્રણ વેરિયંટમાં મેળવી શકો છો.
કેમેરા પર નજર કરીએ તો આ ફોનમાં કંપનીએ 8 મેગાપિક્સલનો AI Dual કેમેરા અને સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપ્યો છે. જે તમને સેલ્ફી અને વીડિયો કોલિંગમાં હેલ્પ કરે છે. રેડમીના આ ફોનમાં 5000 mAhની બેટરી અને ટાઈપ સી ચાર્જર પણ મળે છે. આ ફોનની સાથે 10 Wનું ચાર્જર આપવામાં આવે છે.
ક્યાંથી ખરીદશો?
રેડમીનો આ ફોન તમને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ખરીદી શકો છો. અથવા તો એમેઝોન જે કંપનીનું ઓનલાઈન સેલિંગ પાર્ટનર છે, ત્યાંથી ઓર્ડર કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
