ભારત માં શાઓમી, પોકો અને ઓપ્પો સ્માર્ટફોન ની કિંમત માં વધારો

By Gizbot Bureau
|

શાઓમી ઇન્ડિયા દ્વારા જાહેરાત કરવા માં આવી છે કે ભારત ની અંદર ટૂંક સમય માં તેમના રેડમી અને મી ડીવાઈસ ની કિંમત માં વધારો કરવા માં આવશે. અને તેનું કારણ કંપની દ્વારા તે જણાવવા માં આવ્યું હતું કે ભારત માં એક્સસાઈઝ ટેક્સ ની અંદર વધારો કરવા માં આવ્યો છે અને સામે રૂપિયા ની વેલ્યુ માં પણ ઘટાડો જોવા માં આવ્યો છે અને તેના કારણે નવી કિંમત પ્રથમ એપ્રિલ થી મી ની ઓફિશિયલ વેબસાઈટ પર જોવા મળશે. કંપની દ્વારા જણાવવા માં આવ્યું હતું કે ભારત માં સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રી ની અંદર ટેક્સ ના કન્ઝમ્પટેશન ની અંદર 12 થી 18 % નો વધારો થયો છે.

ભારત માં શાઓમી, પોકો અને ઓપ્પો સ્માર્ટફોન ની કિંમત માં વધારો

અને શાઓમી દ્વારા જે લેટેસ્ટ ટ્વીટ કરવા માં આવ્યું હતું તેની અંદર જણાવવા માં આવ્યું હતું કે ભારત ની અંદર મોબાઈલ ફોન પર ટેક્સ ની અંદર 50% નો વધારો પણ થઇ શકે છે. અને યુએસ ડોલર ની સામે ભારતીય રૂપિયા ની કિંમત માં પણ ઘટાડો થયો છે. અને પોકો દ્વારા પણ પોતાના ફોન ની કિંમત માં વધારો કરવા માં આવ્યો હોઈ તેવું લાગી રહ્યું છે.

અત્યારે પોકો એક્સ2 ની ભારત માં કિંમત રૂ. 16999 રાખવા માં આવેલ છે અને શાઓમી અને પોકો જ નહીં પરંતુ ઓપ્પો દ્વારા પણ પોતાના સ્માર્ટફોન ની કિંમત માં વધારો કરવા માં આવી શકે છે.

એક રિપોર્ટ પર થી એવું પણ જાણવા મળ્યું છે કે ઓપ્પો દ્વારા ભારત ની અંદર પોતાના ડીલર્સ ને કિંમત માં વધારો કરવા વિષે માહિતી આપવા માં આવી રહી છે. અને આ બાબત વિષે ઓપ્પો દ્વારા હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવા માં આવી નથી ત્યારે શાઓમી દ્વારા એક પત્ર લખવા માં આવ્યો હતો.

જેની અંદર કંપની દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આશા છે કે તમે બધા જ લોકો સુરક્ષિત હશો અને ભારત સરકાર દ્વારા જે લોકડાઉન ની જાહેરાત કરવા માં આવી છે તેનું પાલન કરી રહ્યા હશો. અને આજે અમારે તમારી સાથે ભારત સરકાર દ્વારા જીએસટી ની અંદર થોડા સમય પહેલા જે રીવીઝન કરવા માં આવ્યા હતા તેના સમ્બન્ધિત વાત કરવા ની છે.

મોબાઈલ ફોન પર જીએસટી રેટ ની અંદર 50% નો વધારો જોવા માં આવ્યો છે કે જે 12% થી 18% સુધી પહોંચી ચૂક્યું છે અને તેને પ્રથમ એપ્રિલ થી લાગુ કરી દેવા માં આવશે. અને ભારતીય પૈસા ની કિંમત માં પણ યુએસ ડોલર ની સામે ખુબ જ ઉતારો થયો છે. અને અમે અમારી બધી જ પ્રોડક્ટ ની અંદર 5% કરતા પણ ઓછો માર્જિન રાખી રહ્યા છીએ તેમ છત્તા હવે અમારી પાસે કિંમત માં વધારો કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.

ત્યાર બાદ કંપની એ વધુ માં જોડતા જણાવ્યું હતું કે, કંપની દ્વારા પોતાની નવી કિંમત ને પ્રથમ એપ્રિલ 2020 થી લાગુ કરી દેવા માં આવશે અને તેના વિષે માહિતી કંપની ની ઓફિશિયલ વેબસાઈટ પર આપી દેવા માં આવશે. અમારો હેતુ અમારા ગ્રાહકો ને બેસ્ટ પ્રોડક્ટ બેસ્ટ હાર્ડવેર ની સાથે બેસ્ટ શક્ય કિંમત પર આપવા નો છે. અને આ બાબત ની સાથે અમને તમારા કન્સીડ્રેશન અને સપોર્ટ ની જરૂર રહશે. તેવું વધુ માં જોડતા જણાવવા માં આવ્યું હતું.

Best Mobiles in India

English summary
Xiaomi, Oppo, Poco Smartphones Face Price Hike: New Prices

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X