Samsung બાદ Xiaomiએ કરી ફોલડેબલ Mix Fold 2 ફોનની જાહેરાત, જાણો કિંમત

By Gizbot Bureau
|

Xiaomiના સ્થાપક અને સીઈઓ લેઈ જૂને પોતાની વાર્ષિક સ્પીચમાં કંપનીના બીજા ફોલ્ડેબલ ફોન Xiaomi Mix Fold 2ની જાહેરાત કરી હતી. જો કે Xiaomi Mix Fold 2 ચીનની બહારના દેશોમાં ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે હજી સુધી કંપનીએ કોઈ જાહેરાત નથી કરી. જો કે Xiaomi Mix Fold 2 ખાસ્સો ઈમ્પ્રેસિવ લાગી રહ્યો છે.

Samsung બાદ Xiaomiએ કરી ફોલડેબલ Mix Fold 2 ફોનની જાહેરાત, જાણો કિંમત

Xiaomi Mix Fold 2 અત્યાર સુધી લોન્ચ થયેલા ફોલ્ડેબલ ફોનમાં સૌથી પાતળો છે. આ ફોન અનફોલ્ડ હોય ત્યારે 5.4 mm જાડો છે, જ્યારે ફોનને ફોલ્ડ કરીએ ત્યારે તેની જાડાઈ 11.2 mm છે, જેમાં કેમેરા બમ્પની જાડાઈ પણ ગણતરીમાં લવાઈ છે. જેની સામે Galaxy Z Fold4 અનફોલ્ડેડ સ્થિતિમાં 6.3 mm અને ફોલ્ડેડ હોય ત્યારે 15.8 mm જાડો હોય છે.

Xiaomi Mix Fold 2નું વજન 262 ગ્રામ હશે. આ ફોનમાં શાઓમી દ્વારા ખાસ વિક્સાવવામાં આવેલો મિજાગરો હશે, જે એલોય અને કાર્બન ફાઈબર પ્લેટ્સને રિસેસ્ડ સેન્ટર સ્ટ્રક્ચર અને કોમ્પેક્ટ લેયર ડિઝાઈન સાથે જોડે છે.

આ ફોનમાં 21:9 એસ્પેક્ટ રેશિયો ધરાવતી 6.56 ઈંચની અમોલ્ડ કવરસ્ક્રીન છે. આ એસ્પેક્ટ રેશિયો બિલકુલ એક નોર્મલ સ્માર્ટ ફોન જેટલો જ છે. એટલે કે આ ફોલ્ડેબલ ફોનમાં ટાઈપિંગ સરળતાથી કરી શકાશે. સાથે જ આ ફોનમાં 120 Hz રિફ્રેશ રેટ છે, તો સ્ક્રીનને પ્રોટેક્ટ કરવા માટે ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ મૂકવામાં આવ્યો છે. ફોનમાં સેલ્ફી માટે પંચ હોલ ડિઝાઈનમાં 20 મેગાપિક્સલ કેમેરા જોવા મળશે.

ફોનની મુખ્ય સ્ક્રીન 8 ઈંચની LTP02 OLED સ્ક્રીન છે, જેમાં 1થી 120Hz રિફ્રેશ રેટ સાથે 1914*2160 પિક્સલનું રિઝોલ્યુશન છે. આ ડિસપ્લે Eco2 OLED છે, જે પોલરાઈઝર લેયરને દૂર કરે છે. આ ડિસ્પ્લે ઓછો પાવર યુઝ કરીને સારી ડિસ્પ્લે ટ્રાન્સપરન્સી આપે છે. ફોનની મુખ્ય ડિસ્પ્લે HDR10+ છે, જે ડોલ્બી વિઝન સર્ટિફાઈડ છે. સાથે જ તેમાં Boats Schott UTG ગ્લાસ આપવામાં આવ્યો છે, જે ફોનની ક્ષમતા વધારે છે. જ્યારે ફોનની હાઈએસ્ટ બ્રાઈટનેસ 1,300 nits ની રહેશે.

Xiaomi Mix Fold 2માં 1TB સ્ટોરેજ અને 12 GB RAM મળશે. આ ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 8+ Gen 1 ચીપસેટ પર કામ કરશે. Xiaomi Mix Fold 2 શઆઓમીની લેસિકા સાથેની પાર્ટનરશિપનો ફાયદો આપતો બીજો ફોન છે. આ ફોનમાં 50 MP Sony IMX 766 મુખ્ય કેમેરા છે, જે OIS અને લેસિકા ઓપ્ટિક્સ સાથે આવે છે. Xiaomi Mix Fold 2માં લેસિકા ઓથેન્ટિક અને વાઈબ્રન્ટ ફોટોગ્રાફિક સ્ટાઈલ્સ છે, જ્યારે તેમાં લેસિકા ફિલ્ટર્સ પણ અવેલેબલ થશે. તો ફોનમાં 13 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા અને 8 મેગાપિક્સલનો ટેલિફોટો મોડ્યુલ 2 એક્સ ઓપ્ટિકલ ઝૂમ કેમેરા પણ છે.

Xiaomi Mix Fold 2માં 4,500 mAhની બેટરી હશે, જે 67W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરશે. આ ફોન એન્ડ્રોઈડ 12 પર આધારિત MIUI Fold 13 પર કામ કરશે.

Xiaomi Mix Fold 2 ગોલ્ડન અને બ્લેક એમ બે કલરમાં મળશે. ચીનમાં આ ફોનની કિંમત 8,999 CNY નક્કી કરાઈ છે. આ કિંમત 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડેલની છે. ફોનના 12 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 11,999 CNY છે. ચીનમાં કંપનીની સત્તાવાર વેબસાઈટ પર 16 ઓગસ્ટથી આ ફોનના ઓર્ડર લેવાના શરૂ થઈ ચૂક્યા છે. જો કે આ ફોન વિશ્વના બીજા દેશોમાં ક્યારથી ઉપલબ્ધ થશે, તે જાણવા માટે રાહ જોવી પડશે.

Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi Mix Fold 2 With Snapdragon 8+ Gen1, Leica Cameras, Book Fold Design Launched

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X