ઝિયામી એ ઇન્ડિયા ની અંદર આ 5 ડીવાઈસ ની કિંમત વધારી દીધી છે

|

ઝિયામી કે જે એક ચાઈનીઝ કંપની છે તેઓ એ ઇન્ડિયા ની અંદર પોતાની અમુક પ્રોડક્ટસ ની કિંમત માં વધારો કરી નાખ્યો છે. જેની અંદર 2 સ્માર્ટફોન, પાવરબેન્ક્સ અને ટીવી નો પણ સમાવેશ થઇ જાય છે. અને આ નવા ભાવ હવે 11મી નવેમ્બર ની મધ્ય રાત્રી થી લાગુ પડી જશે. ઝિયામી ડિવાઇસસ કે જેની કિંમત માં વધારો કરવા માં આવ્યો છે તેમાં સિયાઓમી રેડમી 6 અને રેડમી 6 એ (2 જીબી) સ્માર્ટફોન; માઇલ એલઇડી ટીવી 4 સી પ્રો અને 4 એ પ્રો; અને એમઆઇ પાવર બેન્ક 2i નો સમાવેશ થાય છે.

ઝિયામી એ ઇન્ડિયા ની અંદર આ 5 ડીવાઈસ ની કિંમત વધારી દીધી છે

અને એક ટ્વિટ ની અંદર કંપનીએ જણાવ્યું હતું કે આ કિંમત માં વધારો "ઇનપુટ કોસ્ટ" ની કિંમત માં વધારો થવા ને કારણે કરવા માં આવ્યો છે. અને વધુ માં કહ્યું હતું કે આ વર્ષ ની શરૂઆત થી જ રૂપિયો ડોલર ની સામે નબળો પડતો રહ્યો છે અને તેના કારણે "માર્જિનલ પ્રાઈઝ એડજસ્ટમેન્ટ" વધતી જતી કિંમતને સરભર કરવામાં મદદ કરશે.

તો આ રહી તે બધી જ પ્રોડક્ટસ તેમની નવી કિંમત સાથે

ઝીઓમી રેડમી 6 એ

ઝિયામી આ સંર્ટફોન ની કિંમત માં રૂ. 600 અને રૂ. 500 નો વધારો 16જીબી અને 32જીબી ના વેરિયન્ટ માટે કર્યો છે. અને તેના કારણે હવે આ સંર્ટફોન ના બન્ને વેરિયન્ટ ની કિંમત Rs 6,599 (મૂળ રૂપે રૂ. 5,999) અને રૂ. 7,499 (મૂળ રૂપે 6,999 રૂપિયા) થૈ ચુકી છે.

ઝિઓમી રેડમી 6

3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ સાથે ઝિઓમી રેડમી 6 હવે 500 રૂપિયાના ભાવ વધારા પછી 8,499 રૂપિયામાં ખરીદી શકાય છે. તેની મૂળ કિંમત રૂ. 7, 999 રાખવા માં આવી હતી.

એમઆઈ એલઇડી ટીવી 4 સી પ્રો (32 ઇંચ)

એમઆઈ એલઇડી ટીવી 4 સી પ્રો ની કિંમત માં રૂ. 1000 નો વધારો કરવા માં આવ્યો છે. અને હવે આ સ્માર્ટફોન ની કિંમત રૂ. 15,999 થઇ ગઈ છે.

એમઆઈ એલઇડી ટીવી 4 એ પ્રો (49 ઇંચ)

આ એમઆઈ ટીવી ની કિંમત માં સૌથી વધુ વધારો કરવા માં આવ્યો છે, આ એમઆઈ એલઇડી ટીવી 4 એ પ્રો 49 ઇંચ ના ડિસ્પ્લે સાથે ની હવે નવી કિંમત રૂ. 31,999 રાખવા માં આવેલ છે જેની અંદર રૂ. 2000 નો વધારો કરેલ છે.

એમઆઈ પાવર બેન્ક 2i

મી પાવર બેંક 2i કે જે 10,000 એમએએચ ની બેટરી કેપેસીટી સાથે આવતી હતી તેની કિંમત માં રૂ. 100 નો વધારો કરવા માં આવેલ છે. અને કિંમત માં વધારા બાદ હવે તે સ્માર્ટફોન ની કિંમત રૂ. 899 રાખવા માં આવેલ છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi has increased the prices of these 5 devices in India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X