Xiaomi Fan Days Saleની શરૂઆત, આ પ્રોડક્ટ્સ મળી રહી છે સસ્તી

By Gizbot Bureau
|

Xiaomi Fan Days Saleની સત્તાવાર રીતે 4થી મે ના રોજથી શરૂઆત થઈ ચૂકી છે. આ સેલ સતત સાત દિવસ એટલે કે આવતા બુધવાર સુધી ચાલશે. એક અઠવાડિયા સુધી ચાલનારા આ સેલ દરમિયાન સ્માર્ટ ફોન, સ્માર્ટ ટીવી, સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સની સાથે સાથે શાઓમીની બધી જ પ્રોડક્ટ્સ પર જરબસ્ત ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર્સ અને આકર્ષક બેન્ક ઓફર્સનો લાભ મળશે. આ ઉપરાંત જો તમારી પાસે પહેલાથી જ શાઓમી કે રેડ મીનો સ્માર્ટ ફોન છે, તો તમને જબરજસ્ત એક્સચેન્જ બોનસનો પણ ફાયદો થઈ શકે છે.

Xiaomi Fan Days Saleની શરૂઆત, આ પ્રોડક્ટ્સ મળી રહી છે સસ્તી

Xiaomi Fan Days સેલમાં શું મળી રહી છે ઓફર?

Xiaomi Fan Days કંપનીની સત્તાવાર વેબસાઈટ mi.com પર લાઈવ થઈ ચૂક્યુ છે, જે 10મી મે સુધી એટલે કે આવતા બુધવાર સુધી ચાલવાનું છે. આ સેલ દરમિયાન કંપની એવી સંખ્યાબંધ ઓફર્સ લઈને આવી છે, જેનો તમે ફાયદો ઉઠાવી શકો છો. જેમાં ICICI બેન્કના ક્રેડિટ કાર્ડ ધરાકો માટે 8000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ સામેલ છે. તો HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ ધારકો પણ આ ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે. જો યુઝર્સ પેટીએમ વોલેટથી ખરીદી કરે છે, તો 3,000 રૂપિયા સુધીના કેશબેકની ઓફર પણ મળી રહી છે. આ તમામ ઓફર્સ સાથે જોડીને તમે કોઈ પણ શાઓમીની પ્રોડક્ટ્સને એકદમ ઓછી કિંમતે ખરીદી શકો છો.

સેલ દરમિયાન ચાલી રહી છે જુદી જુદી એક્ટિવિટીઝ

આ ઓફર્સ ઉપરાંત શાઓમી ફેન ડેઝ સેલ દરમિયાન કંપની જુદી જુદી એક્ટિવિટીઝ પણ ચલાવી રહી છે. જેમાં દરરોજ સાંજે ચાર વાગે સમર ઓફ X99 સેલ થશે, જેમાં કેટલાક પસંદગીના ડિવાઈસ માત્ર 99 રૂપિયામાં ખરીદી શકાશે. તમે Xiaomi Trimmer 2C, Redmi Watch 2 Lite અને Redmi writing pad જેવી પ્રોડક્ટ સાથે પ્લે એન્ડ વિન એક્ટિવિટીમાં પણ ભાગ લઈ શકો છો. તો સેલ દરમિયાન રોજ બપોરે 12 વાગ્યે ટિકટૉક ડીલ્સ થશે, જેમાં દરેક પ્રોડક્ટ પર 75 ટકા જેટલું જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળશે.

Redmi Padની વાત કરીએ તો આ સેલ દરમિયાન 3 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ ધરાવતું બેઝ મોડેલ માત્ર 12,999 રૂપિયામાં મળી રહ્યું છે. એક્સચેન્જ ઓફર સાથે રેડમી પેડની કિંમત ઘટીને 5,999 રૂપિયા થઈ જાય છે. આમ તો રેડમી પેડની મૂળ કિંમત 14,999 રૂપિયા છે. જે 3 જુદા જુદા વેરિયંટમાં અવેલેબલ છે.

Xiaomi OLED Vision Television 55 ઈંચના મોડેલની માર્કેટ પ્રાઈઝ 99,999 રૂપિયા છે, પરંતુ સેલ દરમિયાન આ પ્રોડક્ટ તમને માત્ર 71,999 રૂપિયામાં મળી રહ્યું છે. આ ઘટાડેલી કિંમતમાં 25,000 રૂપિયાનું કૂપન ડિસ્કાઉન્ટ અને 3000 રૂપિયાના પેટીએમ વોલેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.

તો Redmi K50i 5G સ્માર્ટફોનનો 6 જીબી અને 128 જીબી સ્ટોરેજ ધરાવતો વેરિયંટ 20,999ની માર્કેટ કિંમતના બદલે 19,499 રૂપિયામાં ખરીદી શકાય છે. જો તમારી પાસે આ જ કંપનીનો કોઈ જૂનો ફોન છે, જો 2000 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.

Xiaomi HyperCharge (8 GB + 128 GB) સ્માર્ટફોન જેની કિંમત 23,999 રૂપિયા છે, તેના પર એક્સચેન્જ ઓફર અને 2000 રૂપિયાના કેશબેકનો લાભ લઈને, સાથે જ પેટીએમ વોલેટ ઓફરનો પણ ઉપયોગ કરીને માત્ર 11,699 રૂપિયામાં ખરીદી શકાય છે.

Redmi Note 12 5G સ્માર્ટફોન 4 જીબી અને 128 જીબી વેરિયંટની કિંમત આમ તો 17,999 રૂપિયા છે, પરંતુ આ સેલમાં તે 15,999 રૂપિયામાં મળશે. આ ડિસ્કાઉન્ટેડ કિંમત બેન્ક, એક્સચેન્જ અને વોલેટ ઓફર સાથે છે.

Best Mobiles in India

English summary
Xiaomi Fan days sale started know discounts on products

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X