Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Xiaomi 14 series આ દિવસે થશે લોન્ચ, iPhone જેવું હશે હાર્ડવેર
સ્માર્ટફોન મેન્યુફેક્ચરર કંપની શાઓમી પણ ટૂંક સમયમાં પોતાના નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. શાઓમી 14 સિરીઝ સ્માર્ટફોનને લોન્ચ કરવાની તૈયારીમાં છે. હાલ ટેક માર્કેટમાં ચાલતી ચર્ચા પ્રમાણે આગામી મહિને એટલે કે 11 નવેમ્બરના રોજ શાઓમી 14 અને શાઓમી 14 પ્રો લોન્ચ કરશે. જો કે આ લોન્ચ ડેટ માત્ર ચાઈનીઝ માર્કેટ માટેની છે. તો શાઓમી 14 અલ્ટ્રા કંપની તેના થોડા સમય પછી લોન્ચ કરશે. તમને જણાવી દઈએ કે શાઓમી 12 સિરીઝમાં 13 સિરીઝની જ સક્સેસર છે, જે ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં લોન્ચ થઈ હતી. શાઓમીની આ સિરીઝના સ્માર્ટફોન શાઓમી 14 પ્રોનો સીધો જ મુકાબલો આઈફોન 15 પ્રો સાથે થશે. ત્યારે ચાલો જાણીએ કે આ અપકમિંગ સિરીઝની કિંમતથી લઈને તેના સ્પેસિફિકેશન્સમાં શું ખાસ હશે?

iPhone 15 સાથે થશે મુકાબલો
Xiaomi 14 Seriesના સ્માર્ટફોન વિશે માહિતી લોન્ચ પહેલા સામે આવી રહી છે. જે મુજબ Xiaomi 14 Series પણ એપલની જેમ ટાઈટેનિયમ ફ્રેમ સાથે લોન્ચ થઈ સકે છે. જેને કારણે આ ફોન વધુ હળવા વજનના અને મજબૂત હશે. ઉલ્લેખનીય છે કે એપલે પણ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન ઈફોન 15 પ્રોમાં આ જ હાર્ડવેરનો ઉપયોગ કર્યો છે.
Xiaomi 14 Series સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ
Xiaomi આ અપકમિગં સ્માર્ટફોનને 6.7 ઈંચની સ્ક્રીન સાથે લોન્ચ કરી શકે છે. જેમાં 1.5 k પેનલ અને સ્નેપડ્રેગન 8 જેન 3 ચિપસેટ હોઈ શકે છે. શાઓમી સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 8 જેન 3 ચિપસેટ આપનાર પહેલી મોબાઈલ કંપની હશે. આ ઉપરાંત આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 14 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત હશે. જેમાં યુઝર્સને 12 જીબી રેમ અને 256 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મળી શકે છે.
આ ઉપરાંત પોતાના આ અપકમિંગ સ્માર્ટફોન Xiaomi 14 Seriesમાં કંપની 64 મેગાપિક્સલનો દમદાર પ્રાઈમરી કેમેરાની સાથે અલ્ટ્રા વાઈડ એન્ગલ કેમેરા અને ટેલિફોટો કેમેરા સેન્સર પણ આપી શકે છે. જો બેટરીની વાત કરીએ તો Xiaomi 14 Seriesમાં કંપની 90 Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે સાથે 4,860 mAhની બેટરી મળી શકે છે. જો પ્રો મોડેલની વાત કરીએ તો તેમાં 120 W ફાસ્ટ ચાર્જિંગના સપોર્ટની સાથે 5000 mAhની દમદાર બેટરી મળી શકે છે. આ ઉપરાંત શાઓમી 14 સિરીઝના સ્માર્ટફોનમાં 50 Wના વાયરલેસ ચાર્જિંગને પણ આપી શકે છે.
જો કે અહીં અગત્યની વાત એ છે કે કંપની પોતાના આ સ્માર્ટફોન ભારતમાં ક્યારે લોન્ચ કરશે, તે અંગે હજી સુધી કોઈ માહિતી સામે નથી આવી. પરંતુ ચીનમાં 11 નવેમ્બરના રોજ આ સ્માર્ટફોન સિરીઝ લોન્ચ થવાની છે. જે બાદ આ સ્માર્ટફોન ભારતમાં આવે તે માટે યુઝર્સે થોડા મહિનાની રાહ જોવી પડી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications