Xiaomi 13 સિરીઝ થશે લોન્ચ, સિંગલ સેલ બેટરી, 100W ફાસ્ટ ચાર્જિંગ સહિત હશે આ ફીચર્સ

By Gizbot Bureau
|

Xiaomiએ તાજેતરમાં જ Xiaomi 12S Seriesના સ્માર્ટ ફોન ચીનમાં લોન્ચ કર્યા છે. આ સ્માર્ટફોનમાં મોટા સેન્સરની સાથે Snapdragon 8+ Gen 1 Soc પ્રોસેસર છે. આ ફોન લોન્ચ કર્યાના ગણતરીના મહિનામાં હવે કંપની Xiaomi 13 સિરીઝના ફોન્ચ લોન્ચ કરશે તેવી ચર્ચા ચાલી રહી છે.

Xiaomi 13 સિરીઝ થશે લોન્ચ, સિંગલ સેલ બેટરી

નવેમ્બર મહિનામાં થઈ શકે છે લોન્ચ

માર્કેટમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે Xiaomi 13 Series નક્કી ટાઈમલાઈન કરતા થોડા વહેલા લોન્ચ થઈ શકે છે. આમ તો આ ફોન્સ Qualcomm Snapdragon 8 Gen 2 Soc સાથે લોન્ચ થવાના હતા. પરંતુ હવે આ ફોન 2022ના અંતમાં અથવા તો વહેલામાં વહેલા નવેમ્બર મહિનામાં લોન્ચ થઈ શકે છે.

સિંગલ સેલ બેટરી, 100W ફાસ્ટ ચાર્જિંગ

ડિજિટલ ચેટ સ્ટેશનના રિપોર્ટ મુજબ Xiaomi 13 Seriesમાં સિંગલ સેલ બેટરી હશે. સાથે જ આ સ્માર્ટ ફોનમાં સેલ્ફ ડેવલપ્ડ આઈસી અને 100W ફાસ્ટ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે. Xiaomi 12 Ultraમાં કંપની 120W ચાર્જિંગ આપી રહી છે, જેની સામે 100W ચાર્જિંગ ઓછું છે. ચોંકાવનારી વાત એ છે કંપની પોતાના એડવાન્સ્ડ વર્ઝનમાં સ્લો ચાર્જિંગ આપી રહી છે. પરંતુ ફોનમા રહેલી સેલ્ફ ડેવલપ્ડ ચીપને કારણે આ સ્લો ચાર્જિંગ વધુ ઈફેક્ટિવ હોઈ શકે છે.

સેલ્ફ ડેવલપ્ડ ચીપ રાખશે ફોનને કૂલ

મળતી માહિતી પ્રમાણે આ ચીપ Surge P1 હોઈ શકે છે, જે Xiaomi 12 Seriesના ફોનમાં પણ આપવામાં આવી છે. જેને કારણે પાવર મેનેજમેન્ટ વધુ સારુ થશે અને ફોન ઓછો ગરમ થશે.

હોઈ શકે છે બીજા આટલા ફીચર્સ

આ ઉપરાંત Xiaomi 13 Seriesના ફોનમાં હાયર રિફ્રેશ રેટ ડિસ્પ્લે હોઈ શકે છે. લગભગ 120Hz રિફ્રેશ રેટ ધરાવતી સ્ક્રીન મળવાની શક્યતા છે. તો હાયર મોડેલમાં 2K રિઝોલ્યુશન પણ મળી શકે છે.

મળશે આ પ્રોસેસર

Xiaomi 13 Seriesના ફોનમાં અત્યાર સુધી કોઈ પણ ફોનમાં ન આવેલું Snapdragon 8 Gen 2 પ્રોસેસર મળવાની છે. આ પ્રોસેસર મીડિયાટેક ડાયમેન્સિટી વર્ઝનનું હોઈ શકે છે.

આ હોઈ શકે છે Xiaomi 13 Series ફોનના નામ

Xiaomi 13 Seriesના જુદા જુદા ફોન્સ વિશે વધુ માહિતી હજી સુધી સામે નથી આવી. પરંતુ કેટલાક ફોનના કોડનેમ અત્યારથી જ લીક થઈ ચૂક્યા છે. Xiaomi 13 Seriesમાં Nuwa હેન્ડસેટ હોઈ શકે છે, જેનું મોડેલ નંબર 2211133C નામના ફોન હોઈ શકે છે. આ ઉપરાંત Xiaomi 13 Proમાં Fuxi મોડેલ પણ હશે, જેનું મોડેલ નંબર 2210132C છે.

હાલ માર્કેટમાં સ્માર્ટફોનના જુદા જુદા મોડેલ વિશે જબરજસ્ત સ્પર્ધા ચાલી રહી છે. દરેક કંપની હાઈએન્ડની સાથે અફોર્ડેબલ સ્માર્ટફોન આપવા પર પણ ભાર મૂકી રહી છે. જો કે, Xiaomi 13 Series ફોનની કિંમત કેટલી હશે તે અંગે હજી કંઈ પણ કહેવું વહેલું ગણાશે. જો કે કંપનીની અત્યાર સુધીની સ્ટ્રેટેજી જોતા કંપની હાઈ એન્ડ અને અફોર્ડેબલ બંને ફોન લોન્ચ કરે તેવી શક્યતા છે.

Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi 13 Tipped: Single-Cell Battery, 100W Fast Charging Incoming

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X