Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Xiaomi 13 સિરીઝ સ્માર્ટ ફોન આ તારીખે થઈ શકે છે લોન્ચ, જાણો ફીચર્સ
Xiaomi 13 અને Xiaomi 13 Pro ચાલુ મહિનામાં ભારતમાં લોન્ચ થાય તેવી શક્યતા છે. જો કે, આ લોન્ચ પહેલા જ બંને સ્માર્ટ ફોનના ફીચર્સ લીક થઈ ચૂક્યા છે. આ સ્માર્ટ ફોન પહેલા 1 ડિસેમ્બરે લોન્ચ થવાના હતા, પરંતુ ચીનના પૂર્વ રાષ્ટ્રપતિ જિયાંગ જ મીનના નિધન બાદ કંપનીએ લોન્ચ રદ કર્યું હતું. હજી સુધી સત્તાવાર રીતે કંપનીએ સ્માર્ટફોનની લોન્ચ ડેટ જાહેર નથી કરી, પરંતુ કહેવાઈ રહ્યું છે કે 8 ડિસેમ્બરે શાઓમી પોતાની 13 સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ બંને સ્માર્ટફોન આ પહેલા ઘણી સર્ટિફિકેશન વેબસાઈટ્સ પર દેખાઈ ચૂક્યા છે. કંપનીએ ગત વર્ષે લોન્ચ કરેલા Xiaomi 12 સિરીઝ કરતા આ ફોનમાં ઘણી વસ્તુઓ અપગ્રેડ કરી છે. પરિણામે Xiaomi 13 સિરીઝમાં કેમેરા સેટઅપ વધારે સારો હોવાની શક્યતા છે.

Xiaomi 13 અને Xiaomi 13 Proના ફીચર્સ સોશિયલ મીડિયા હેન્ડલ ટિપસ્ટરે લીક કર્યા છે. જે મુજબ Xiaomi 13 સિરીઝના બંને ફોન વાયરલેસ ચાર્જિંગ, 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા અને એન્ડ્રોઈડ 13 સપોર્ટ ધરાવતા હશે. આ સ્માર્ટ ફોનની સાથે કંપની MIUI 14ને પણ ગ્લોબલી લોન્ચ કરશે. ચાલો, જોઈએ કે Xiaomi 13 સિરીઝમાં બીજા કયા ફીચર્સ હોઈ શકે છે.
Xiaomi 13 Proના ફીચર્સ
આ સ્માર્ટફોન 6.7 ઈંચની E5 AMOLED ડિસ્પ્લે સાથે આવી શકે છે. આ સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જનરેશન 2 પ્રોસેસર મળી શકે છે. શાઓમીના આ ફ્લેગશિપ સ્માર્ટફોનમાં 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મળવાની શક્યતા છે. સાથે જ ફોન 4,820 mAhની બેટરી અને 120 વોલ્ટ વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરી શકે છે. આ ઉપરાંત આ સ્માર્ટ ફોનમાં 50 વોલ્ટ વાયરલેસ અને 10 વોલ્ટ રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળવાની શક્યતા છે.
Xiaomi 13 Proમાં પાછળની બાજુ ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે. જેમાં મુખ્ય સેન્સર 50 મેગાપિક્સલનું હશે, જે Sony IMX989 હશે. આ ફોનનો મુખ્ય કેમેરા OIS એટલે કે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન ફીચરને સપોર્ટ કરશે. ફોનમાં 50 મેગાપિક્સલ વાઈડ એન્ડલ સેન્સર અને 50 મેગાપિક્સલનો ટેલિફોટો સેન્સર મળશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં ફ્રન્ટ સાઈડ 32 મેગાપિક્સલનો કેમેરા મળી શકે છે.
Xiaomi 13ના ફીચર્સ
શાઓમીના આ અપકમિંગ ફ્લેગશિપ સિરીઝના સ્ટાન્ડર્ડ મોડેલમાં 6.36 ઈંચની AMOLED ડિસ્પ્લે મળી શકે છે. સાથે જ અહીં પણ ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જનરેશન 2 પ્રોસેસર અને 12 જીબી રેમની સાથે 256 જીબી સ્ટોરેજ સપોર્ટ મળી શકે છે. આ સ્માર્ટફોનમાં 4,500 mAhની બેટરી અને 67 વોલ્ટના વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. અહીં પણ 50 વોલ્ટનું વાયરલેસ અને 10 વોલ્ટનું રિવર્સ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે.
ફોનના કેમેરા ફીચર્સની વાત કરીએ તો આ મોડેલમાં પણ 3 કેમેરા હશે. જેમાં પ્રાઈમરી કેમેરા 50 મેગાપિક્સલનો હશે. આ ઉપરાંત 12 મેગાપિક્સલનો વાઈડ એન્ગલ અને 10 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ મળશે. સેલ્ફી અને વીડિયો લોકિંગ માટે ફ્રન્ટ સાઈડ 32 મેગાપિક્સલ કેમેરા મળી શકે છે. આ સ્માર્ટફોન પણ Android 13 પર આધારિત MIUI 14નો સપોર્ટ મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications