Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Xiaomi 13 Pro લોન્ચ પહેલા કિંમત થઈ લીક, આટલામાં ખરીદી શક્શો ફોન
Xiaomi ચાલુ મહિનામાં સત્તાવાર રીતે પોતાના ફ્લેગશિપ એન્ડ્રોઈડ સ્માર્ટફોન લોન્ચ કવરા જઈ રહી, છે. Xiaomi 13 સિરીઝ એટલે કે Xiaomi 13, Xiaomi 13 Pro, અને Xiaomi 13 lite 5G આ સ્માર્ટફોન પ્રીમિયમ મોબાઈલ ફોન્સ કેટેગરીમાં લોન્ચ થઈ શકે છે. આ સ્માર્ટ ફોનના કી સ્પેસિફિકેશન્સ બાદ હવે તેની કિંમત પણ લીક થઈ ચૂકી છે. હાલ ટેક માર્કેટમાં Xiaomi 13 Proની કિંમત અંગે જ ચર્ચા ચાલી રહી છે.

26 ફેબ્રુઆરીએ ફોન થવાનો છે લોન્ચ
Xiaomi એ સત્તાવાર રીતે પોતાની Xiaomi 13 સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલીક માહિતી પણ શૅર કરવાની શરૂઆત કરી છે. Xiaomi 26 ફેબ્રુઆરીના રોજ Xiaomi 13 સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કરશે.
તાજેતરમાં જ સામે આવેલી માહિતી મુજબ Xiaomi 13 સિરીઝના ત્રણેય સ્માર્ટફોન ચીન સિવાયના દેશોમાં લોન્ચ કરવા જઈ રહી છે. જો આ લીક્સની વાત સાચી માનીએ તો Xiaomi 13 Pro ખૂબ જ વ્યાજબી અને કોમ્પિટિટિવ કિંમતે ભારતમાં લોન્ચ થઈ શકે છે.
લેટેસ્ટ લીક મુજબ Xiaomi 13 સિરીઝનું ટોપ મોડેલ એટલે કે Xiaomi 13 Pro EUR 1,299 એટલે કે 1,06,000 રૂપિયામાં અવેલેબલ થશે. જ્યારે Xiaomi 13 સિરીઝનું બેઝ મોડેલ ભારતીય રૂપિયા પ્રમાણે માત્ર 70,000માં ખરીદી શકાશે. આ કિંમતે લોન્ચ થનાર Xiaomi 13 Pro OnePlus 11 5Gને કોમ્પિટિશન આપશે, જ્યારે સેમસંગ ગેલેક્સી એસ 23 માટે પણ ખતરો સાબિત થઈ શકે છે. કારણ કે Xiaomi 13 Pro આ બંને સ્માર્ટફોનની વચ્ચેની કિંમતે લોન્ચ થઈ રહ્યો છએ.
Xiaomi 13 Proના સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ
Xiaomi 13 Pro ચીનમાં ઓલરેડી લોન્ચ થઈ ચૂક્યો છે. હવે ગ્લોબલ લેવલે લોન્ચ થનાર Xiaomi 13 Pro પણ ચાઈનીઝ સ્માર્ટફોનની અદ્દલ કોપી હોવાની પૂરેપૂરી શક્યતા છે.
Xiaomi 13 Proમાં ઓલ મેટલ ચેસિસ આપવામાં આવી છે, પરંતુ યુઝર્સ સિરામિક રિયર પેનલ અથવા લેધર બેક પેનલ પણ પસંદ કરી શકે છે. આ સ્માર્ટફોનમાં કર્વ્ડ 6.78 ઈંચ સેમસંગ E6 AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે WQHD+ રિઝોલ્યુશન અ 1440*3200 પિક્સલ તેમજ 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ ધરાવે છે. જે HDR10+ સપોર્ટ અ 1900 નીટ્સની પીક બ્રાઈટનેસ પણ આપે છે. આ 2k ડિસ્પ્લે ડોલ્બી વિઝનને સપોર્ટ કરે છે, જે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસથી પ્રોટેક્ટેડ છે.
Xiaomi 13 Pro ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 2 Soc પર કામ કરે છે. ક્વાલકોમની આ લેટેસ્ટ ચીપસેટ 12 જીબી રેમ અને 512 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ સાથે મળે તેવી પણ શક્યતા છે. આ ઉપરાંત કંપની 8 જીબી રેમ અને 256 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ વેરિયંટ પણ લોન્ચ કરે તેવી શક્યતા છે.
Xiaomi 13 Proમાં કંપની ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપી શકે છે, જેમાં મુખ્ય કેમેરા Leica-tuned Sony IMX989 1 ઈંચ સેન્સર હશે, જે f/1.9 અપાર્ચર અને હાઈપર OIS પર કામ કરશે. બાકીના કેમેરામાં 50 મેગાપિક્સલનું ટેલિફોટો સેન્સર હશે, જે f/2.0 અપાર્ચર અને 3.2x ઓપ્ટિકલ ઝૂમ ધરાવે છે. આ ઉપરાંત 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ સેન્સર પણ હશે જે f/2.2 અપાર્ચર સાથે ત્રીજો કેમેરા મળશે. કંપની ફ્રંટ સાઈડ 32 મેગાપિક્સલનો કેમેરા મળશે.
Xiaomi 13 Proનું ભારતીય વેરિયંટ 4,820 mAh બેટરી પર કામ કરશે, જે 120 વોલ્ટના વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. આ સ્માર્ટફોન MIUI 14 પર કામ કરે તેવી શક્યતા છે, જે એન્ડ્રોઈડ 13 OS પર બેઝ્ડ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications