Just In
- 581 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 583 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 584 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 584 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Paytmમાં હવે પિન નાખ્યા વગર કરો પેમેન્ટ, આ રીતે યુઝ કરો નવું ફીચર
ભારતમાં પેમેન્ટ કરવા માટે UPIનો ઉપયોગ હવે ઘણા બધા લોકો કરી રહ્યા છે. યુઝર્સની સુવિધાઓ વધારે સારી બનાવવા માટે પેટીએમ જેવી એપ્સ દ્વારા નવા નવા ફીચર્સ ઉમેરાઈ રહ્યા છે. આ જ કડીમાં પેટીએમ દ્વારા UPI Lite સાથેનું એક ફીચર લોન્ચ કર્યું છે.

પેટીએમ દ્વારા પોતાના યુઝર્સનું ડેયલી કામ સરળ બનાવવા માટે UPI Lite Auto Top Up ફીચર રજૂ કરવામાં આવ્યું છે. આ નવા ફીચરની મદદથી યુઝર્સ પોતાના અકાઉન્ટની એક લિમિટ સેટ કરી શકે છે, જે લિમિટ ઓછી થવા પર પેટીએમ અકાઉન્ટ ઓટોમેટિકલી રિચાર્જ થઈ જશે. સાથે જ આ ફીચરની મદદથી યુઝર્સ પિન નાખ્યા વગર પણ પેમેન્ટ કરવાની પરમિશન આપી રહ્યું છે.
શું છે પેટીએમનું નવું ફીચર?
પેટીએમની પેમેન્ટ કંપની વન98 કમ્યુનિકેશન લિમિટેડ દ્વારા UPI Lite Auto Top Up ફીચરની જાહેરાત કરવામાં આવી છે. આ ફીચર તમને પિન નાખ્યા વગર ટ્રાન્ઝેક્શન કરવાની પરમિશન આપશે. પેટીએમ યુપીઆઈ લાઈટનો યુઝ કરીને યુઝર્સ પોતાના યુપીઆઈ લાઈટ બેલેન્સને ઓટોમેટિકલી રિચાર્જ કરી શકે છે. અહીં તમે અમાઉન્ટની લિમિટ પણ સેટ કરી શકો છો. જેમાં યુઝર્સ પિન નાખ્યા વગર 500 રૂપિયા સુધીનું યુપીઆઈ પેમેન્ટ સરળતાથી કરી શકે છે.
તમને ખાસ જણાવી દઈએ કે આ ફીચર પેટીએમ યુપીઆઈ લાઈટ વોલેટ યુઝર્સ માટે જ છે. જો કો ઈ યુઝર 100 રૂપિયાના મિનિમમ બેલેન્સની લિમિટ સેટ કરે છે, તો જ્યારે પણ બેલેન્સ 100 રૂપિયા કરતા ઓછું હશે, તો તે પોતાની જાતે જ બેન્ક અકાઉન્ટમાંથી બેલેન્સ રિલોડ કરી લેશે. આ રીતે યુઝર્સ એક દિવસમાં પેટીએમ યુપીઆઈ લાઈટ દ્વારા 2000 રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકે છે. તેમજ એક દિવસમાં 5 વખત ઓટોમેટિક ટોપ અપ થઈ શકે છે.
આ ફીચર યુઝર્સની નાની મોટી જરૂરિયાતો પૂરી કરવાનો એક સારો ઓપ્શન હોઈ શકે છે. હાલ આ સુવિધા માત્ર યસ બેન્ક અને એક્સિસ બેન્કના યુઝર્સને જ અપાઈ રહી છે. પરંતુ ટૂંક સમયમાં જ SBI, HDFC બેન્કના યુઝર્સને પણ આ સુવિધા મળી જશે.
આ રીતે અનેબલ કરો ફીચર
- સૌથી પહેલા તમારા બેન્ક અકાઉન્ટને પેટીએમ સાથે લિંક કરો.
- બાદમાં પેટીએમ એપ પર યુપીઆઈ લાઈટ અનેબલ કરો.
- અહીં ઓટોમેટિક ટોપ અપ્સનો ઓપ્શન સિલેક્ટ કરો.
- બાદમાં મિનિમમ બેલેન્સ ઓટો ટોપ અપની લિમિટ સેટ કરો.
પેટીએમે રજૂ કરી વધુ એક સુવિધા
તાજેતરમાં જ પેટીએમ દ્વારા વધુ એક ફીચર લોન્ચ કરવામાં આવ્યું ચે, જેમાં પેટીએમ દ્વારા વિદેશમાં પણ સરળતાથી ટ્રાન્ઝેક્શન કરી શકાશે. ભારતથી વિદેશ જતા લોકો કેટલાક દેશોમા કેશલેસ પેમેન્ટ કરી શક્શે. એટલે કે પેટીએમ યુઝર્સ વિદેશમાં શોપિંગ કરવાથી લઈને અન્ય પેમેન્ટ કરી શક્શે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications