Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
X (Twitter)નો સસ્તો વેરિફિકેશન પ્લાન લોન્ચ, હવે આટલા ચૂકવવા પડશે
એલન મસ્કની માલિકીના માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X (Twitter) દ્વારા પોતાના યુઝર્સ માટે એક નવો બેઝિક સબસ્ક્રીપ્શન પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાન ખાસ કરીને સંસ્થાઓ માટે લોન્ચ કરવામાં આવ્યો છે, જેની જાહેરાત ખુદ X (Twitter)ના સત્તાવાર હેન્ડલ પરથી કરવામાં આવી છે. X (Twitter) પોતાના યુઝર્સને સબસ્ક્રીપ્શન પ્લાન આપે છે. જેમાં યુઝર્સને વેરિફાઈડ બ્લૂ ટિક સહિત અન્ય કેટલાક વિશેષ ફીચર્સનું એક્સેસ મળે છે. આ વેરિફિકેશન ટિક ત્રણ પ્રકારના હોય છે. જેમં બ્લૂ, ગ્રે અને ગોલ્ડ એમ ત્રણ રંગના ટીક સામેલ છે. બ્લૂ ટિક વ્યક્તિઓના અકાઉન્ટને અપાય છે. ગ્રે ટિક સરકારી વિભાગો અને મંત્રીઓના અકાઉન્ટને આપવામાં આવે છે. જ્યારે ગોલ્ડ બેજ બિઝનેસ અકાઉન્ટ તેમજ ઓર્ગેનાઝેશન્સને આપવામાં આવે છે.

શું છે X (Twitter)નો નો પ્લાન
X (Twitter) દ્વારા પોતાના ઓફિશિયલ @verified હેન્ડલ દ્વારા નવા ઓર્ગેનાઈઝેશન બેઝિક પ્લાન વિશે માહિતી આપવામાં આવી છે. ટ્વિટરના આ હેન્ડલ પર કરવામાં આલી પોસ્ટ મુજબ યુઝર્સ નવા વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન્સ બેઝિક પ્લાનનો લાભ લઈ શકે છે. આ પ્લાનની કિંમત 200 ડ઼લર એટલે કે 16,500 રૂપિયા પ્રતિ માસ છે. જ્યારે વાર્ષિક 2000 ડૉલર એટલે કે લગભગ 1,66,500 રૂપિયા છે. આ પ્લાન અંતર્ગત ઓર્ગેનાઈઝેશન્સને ગોલ્ડન ટીક, પ્રાયોરિટી સપોર્ટ, પ્રીમિયમ પ્લસ અને હાયરિંગ સોપ્ટ મળશે. કંપનીના દાવા પ્રમાણે આ પ્લાન ખાસ કરીને નાના વેપારીઓ અને નાની સંસ્થાઓ માટે લોન્ચ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે X (Twitter)ના ફૂલ એક્સેસ પ્લાનની કિંમત 82,300 રૂપિયા છે.
સાથે જ એ પણ જાણી લો કે કંપનીએ કેટલાક સમય પહેલા જ બે નવા સબસ્ક્રીપ્શન પ્લાન પોતાના યુઝર્સ માટે લોન્ચ કર્યા હતા. આ બંને પ્લાન પ્રીમિયમ પ્લસ પ્લાન છે. જેનો ચાર્જ 16 ડૉલર એટલે કે 1,330 રૂપિયા પ્રતિ માસ છે. જ્યારે બેઝિક પ્લાનની કિંમત 3 ડૉલર એટલે કે લગભગ 250 રૂપિયા પ્રતિ માસ રાખવામાં આવી છે.
X (Twitter)ના વેરિફિકેશન ટીકના પ્રકાર
એલન મસ્કે જ્યારથી ટ્વિટર ખરીદ્યું છે, ત્યારથી તેનું નામ બદલવાની સાથે સાથે અન્ય ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. સૌથી પહેલા આ પ્લેટફોર્મ પર પેઈડ વેરિફિકેશન ટિક લોન્ચ કરવામાં આવ્યા, જેમાં ટ્વિટર યુઝર્સ પૈસા આપીને બ્લૂ ટિક મેળવી શકે છે. જો કે આ વેરિફિકેશન ટિકને ત્રણ પ્રકારમાં વહેંચી દેવામાં આવી છે.
ટ્વિટર પર યુઝર્સને બ્લૂ, ગોલ્ડ અને ગ્રે એમ ત્રણ પ્રકારની ટીક મળે છે. આગળ જણાવ્યું તે પ્રમાણે વ્યક્તિગત અકાઉન્ટ હોય તો બ્લૂ ટિક, સરકારી વિભાગ કે મંત્રીઓને ગ્રે ટિક આપવામાં આવે છે. જ્યારે બિઝનેસ અકાઉન્ટ કે પછી સંસ્થાઓના અકાઉન્ટને ગોલ્ડ ટિક આપવામાં આવે છે. આ ગોલ્ડ પ્લાન મોંઘો હોવાને કારણે X (Twitter) દ્વારા વૈકલ્પિક રૂપે બેઝિક પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે, જે સસ્તો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications