Just In
- 678 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 679 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 680 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 681 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
X (Twitter) પર હવે ફોન પણ કરી શકાશે, બસ આ સ્ટેપ્સ ફોલો કરો
X (Twitter) પર યુઝર્સની સુવિધા માટે ઓડિયો અને વીડિયો કોલ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવા ફીચર દ્વારા હવે વ્હોટ્સ એપની જેમ જ ટ્વિટર પર ઓડિયો અને વીડિયો કોલ કરી શકાશે. ટ્વિટરના કહેવા પ્રમાણે આ ફીચર ખૂબ જ ઉપયોગી છે. આ ફીચરને કારણે ટ્વિટરનો ઉપયોગ કરવાની રીત બદલાઈ જશે. આ પહેલા માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે નવા વર્ષની શરૂઆતમાં જ બજેટ ફ્રેન્ડ્લી વેરિફિકેશન પ્લાન લોન્ચ કર્યો હતો. આ પ્લાન દ્વારા સબસ્ક્રાઈબર્સ બ્લૂ ટિક લઈ શકે છે. સાથે જ યુઝર્સને કેટલાક પ્રીમિયમ ફીચર્સનો પણ લાભ મળે છે.

એન્ડ્રોઈડ યુઝર્સ માટે ખાસ ફીચર
ટ્વિટરના એક એન્જિનિયરે ટ્વિટ કરીને ઓડિયો અને વીડિયો કોલિંગ ફીચર અંગે માહિતી આપી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે આ ફીચર એન્ડ્રોઈડ યુઝર્સ માટે ઓલરેડી રોલઆઉટ કરી દીધું છે. એપ અપડેટ કર્યા બાદ તેનો ઉપયોગ કરી શકાશે. તમને ખાસ જણાવી દઈએ કે ટ્વિટરે ગત વર્ષે આ ફીચર આઈઓએસ યુઝર્સ માટે ઓલરેડી રિલીઝ કરી દીધું હતું.
ટ્વિટર પર કૉલ કરતા પહેલા તમારે આ ફીચરને એક્ટિવેટ કરવું પડશે, ત્યારે જ તમે આ ફીચરનો ઉપયોગ કરી શક્શો. આ માટે તમારે સેટિંગમાં જઈને પ્રાઈવસી અને સેફ્ટી ઓપ્શન પર ક્લિક કરવાનું છે. બાદમાં ઓડિયો અને વીડિયો કોલિંગ ફીચર ઓન કરી દો.
ટ્વિટર પર કૉલ કરવા માટે આટલું કરો.
સ્ટેપ 1: કૉલ કરવા માટે સૌથી પહેલા એ વ્યક્તિનો કોન્ટેક્ટ નંબર ઓપન કરો, જેને તમે કૉલ કરવા ઈચ્છો છો.
સ્ટેપ 2: હવે ડીએમ સેક્શન ઓપન કરો.
સ્ટેપ 3: અહીં તમને ઓડિયો અને વીડિયો કોલિંગનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 4: બસ હવે તમારે માત્ર ટ્વિટર પર કૉલ કરવાનો છે. તમારું કામ થઈ જશે.
અહીં ખાસ ધ્યાન રાકો કે ઓડિયો અને વીડિયો કોલિંગનું ફીચર બ્લૂ ટિક સબસ્ક્રાઈબર્સ માટે ઉપલબ્ધ છે. માત્ર બ્લૂ ટિક ધરાવતા યુઝર્સ જ ઓડિયો અને વીડિયો કોલિંગ કરી શક્શે. જો કે નોન પેઈડ યુઝર્સ કોલ રિસીવ જરૂર કરી શક્શે.
2023માં આવ્યું AI ફીચર
ઉલ્લેખનીય છે કે માઈક્રો બ્લોગિંગ સાઈટ એક્સ દ્વારા ગત વર્ષે પોતાના પ્લેટફોર્મ પર AI ફીચર એડ કરવામાં આવ્યું હતું. જેને કારણે પ્લેટફોર્મ પર મેચિંગ વીડિયોઝ અને કેપ્શન તેમજ નોટ્સ દેખાય છે. આ ઉપરાંત ટ્વિટરમાં ટ્વિટ એડિટ કરવાનો વિકલ્પ પણ મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
