Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ છે વિશ્વનું પહેલું 6G ડિવાઈસ, પ્રતિ સેકન્ડ 100 GBની સ્પીડે ડેટા કરે છે ટ્રાન્સફર
2G, 4G, 5G સુધીની સફર તો આપણે બધા જ કરી ચૂક્યા છીએ. એમાંય હવે તો 5G કનેક્ટિવિટીને કારણે યુઝર્સને હાઈ સ્પીડ ઈન્ટરનેટનો લાભ મળે છે. પરંતુ હવે તો એનાથીય એક સ્ટેપ આગળ આવી ગયા છીએ. હવે 6Gને લગતી માહિતી સામે આવવા લાગી છે. તમે વિચારતા હશો કે હજી તો માંચ 5G વાપરતા થયા છીએ, ત્યાં 6Gની વાત ક્યાંથી આવી. તો જાણી લો કે વિશ્વના પહેલા 6G ડિવાઈસની પ્રોટોટાઈપ સામે આવી ચૂકી છે.

5G કરતા 20 ગણી સ્પીડ
આ ડિવાઈસ 100 જીબી પર સેકન્ડની સ્પીડે ડેટા ટ્રાન્સફર કરી શકે છે. એટલું જ નહીં આ ડિવાઈસ 300 ફૂટથી વધુનો એરિયા કવર કરી શકે છે. સાથે જ આ ડિવાઈસ હાલના 5G કરતા 20 ગણી સ્પીડે કામ કરે છે. ઘણા લોકો માટે આ 6G ડિવાઈસ અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. પણ અહીં એ જાણી લો કે આ 6G ડિવાઈસ કોઈ સ્માર્ટપોન નથી.
300 ફૂટ દૂરથી પણ કરે છે કામ
આ 6G ડિવાઈસ જાપાને બનાવ્યું છે. આ ડિવાઈસ બનાવવા માટે Docomo, NTT કોર્પોરેશન, NEC કોર્પોરેશન અને Fujitsuએ પાર્ટનરશિપ કરી છે. રિપોર્ટ્સ મુજબ આ ડિવાઈસનું ટેસ્ટિંગ 11 એપ્રિલ 2024ના રોજ થઈ ચૂક્યુ છે, જે સફળ પપણ થયું છે. પ્રોટોટાઈપ ડિવાઈસ મામલે કંપનીઓનો દાવો છે કે આ ડિવાઈસ 100 જીબીની સ્પીડે કામ કરી શકે છે. કંપનીઓનું કહેવું છે કે આ ડિવાઈસ ટેસ્ટિંગ 328 ફૂટ દૂર રાખેલા ડિવાઈસ સાથે કરવામાં આવ્યું, ત્યારે પણ તેની સ્પીડ ચેક કરવામાં આવી હતી.
હજી તો પ્રાથમિક ટેસ્ટિંગ
6G ડિવાઈસનું હજી સુધી તો એક જ પરીક્ષણ થયું છે. હજી સુધી તેનું કમર્શિયલ ધોરણે પરીક્ષણ નથી થયું. 5G ડિવાઈસમાં થિયોરેટિકલી મેક્સિમમ 10 GBPSની સ્પીડ મળે છે. અમેરિકામાં T Mobile યુઝર્સને એવરેજ 200 Mbpsની સ્પીડ મળે છે.
મંઝિલ અભી દૂર હૈ
પરંતુ 6G ડિવાઈસ તો બધા કરતા વધારે સ્પીડ આપે છે. પરંતુ આ ટેક્નોલોજી હજી તો ટેસ્ટિંગ ફેઝમાં છે. ભારતમાં પણ 6G મામલે કામ ચાલી રહ્યું છે. 6G આવ્યા બાદ ઈન્ટરનેટની સ્પીડ હજી વધી જશે, સાથે જ નેટવર્ક ક્ષેત્રે પણ વધારો થશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications