વિશ્વનું સૌથી પાવરફૂલ ગેમિંગ લેપટોપ ભારતમાં થયું લોન્ચ, MSI Titan GT77 12UH છે ખાસ

By Gizbot Bureau
|

MSIએ સત્તાવાર રીતે ભારતમાં 12th Gen Intel Core HX CPU બેઝ્ડ લેપટોપ લોન્ચ કર્યું છે. જેની કિંમત ભારતમાં રૂપિયા 2,79,990 રાખવામાં આવી છે. જ્યારે કમ્પ્યુટિંગ પાવરની વાત આવે ત્યારે આ લેપટોપ વિશ્વના સૌથી પાવરફૂલ લેપટોપની યાદીમાં ટોચ પર છે. એટલું જ નહીં Titan GT77 12UHS એ પહેલા લેપટોપ્સમાંનું છે, જે PCle Gen 5 ટેક્નોલોજી સપોર્ટ કરે છે.

વિશ્વનું સૌથી પાવરફૂલ ગેમિંગ લેપટોપ ભારતમાં થયું લોન્ચ

Titan GT77 12UHS પ્રીમિયમ ફ્લેગશિપ ગેમિંગ લેપટોપ છે, જે Intel Core i9012900HX સાથે RTX 3080 Ti Laptop GPUથી સજ્જ છે. આ કમ્પ્યુટરમાં 3 PCle Gen 4 SSD સ્લોટ અને એક PCle Gen 5 SSD સ્લોટ આપવામાં આવ્યો છે. સાથે જ તેમાં 4 ફેન અને 7 હિટ પાઈપ્સ છે, જેને કારણે લેપટોપની કૂલિંગ સિસ્ટમ પણ અસરકારક રીતે કામ કરે છે. આ બધું જ બરાબર ચાલે, તે માટે લેપટોપમાં 330Wનો ચાર્જિંગ સપોર્ટ છે.

Titan GT77 12UHSનું સીપીયુ 150W MTP સુધી સપોર્ટ કરી શકે છે. જ્યારે તેની ઓવરબૂસ્ટ ટેક્નોલોજી 250Wના CPU અને GPUના કમ્બાઈન્ડ પાવરને સપોર્ટ કરે છે. મેમરીની વાત કરીએ તો આ લેપટોપમાં 128 GB DDR5 ટાઈપ RAM અને 32 TB SSD (8GB per slot)ને સપોર્ટ કરે છે. જેને કારણે આ લેપટોપ સૌથી વધુ કેપેબલ લેપટોબ બને છે.

આ લેપટોપમાં મોટી 17.3 ઈંચની IPS LCD ગ્રેડની 4K ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 120Hz છે. આ ઉપરાંત લેપટોપમાં સ્ટીલ સિરીઝનું મિકેનિકલ કીબોર્ડ છે, જેમાં દરેક કીમાં RGB લાઈટિંગ મૂકવામાં આવી છે. આ ઉપરાંત 720p વેબ કેમેરા તો આ લેપટોપના ફીચર્સમાં ચાર ચાંદ લગાવે છે. હાલ MSIના GT77 12UHS જેની કિંમત રૂપિયા 5,26,990 છે, તેના બાદનું આ સૌથી મોંઘુ લેપટોપ છે.

MSI Raider GE67 HX 12UGS

હાલ ભારતમાં MSI Raider GE67 HX 12UGS 12th Gen Intel Core HX CPU બેઝ્ડ લેપટોપ સૌથી અફોર્ડેબલ છે. આ લેપટોપમાં CPU NVIDIA GeForece RTX 3070 Ti Laptop GPUથી સજ્જ સીપીયુ છે. આ ડિવાઈસની કિંમત ભારતમાં રૂપિયા 2,79,990 છે.

MSI Raider GE 67 HX 12UHS

ડિઝાઈનવાઈઝ વાત કરીએ તો MSI Raider GE 67 HX 12UHS અને MSI Raider GE67 HX 12UGS બંને સરખા જ છે. ફરક બંનેના હાર્ડવેરમાં છે. Raider GE 67 HX 12UHSમાં 12મી જનરેશનનું Intel Core i9 HX પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે RTX 3080 Ti Laptop GTUને સપોર્ટ કરે છે. MSI Raider GE67 HX 12 UHSની ભારતમાં કિંમત રૂપિયા 4,47,990 છે.

MSI Raider GE77 HX 12UGS

MSI Raider GE77 HX 12UGSમાં Intel Core i7 HX પ્રોસેસરની સાથે RTX 3070 Ti Laptop GPU આપવામાં આવ્યું છે. આ લેપટોપની ભારતમાં કિંમત રૂપિયા 2,85,990 છે. જે MSI Raider GE67 HX 12UGS કરતા થોડું મોંઘુ છે. પરંતુ તેમાં મોટી અને વધારે સારી ડિસ્પ્લે છે.

MSI Raider GE77 HX 12UHS

MSI Raider GE77 HX 12UHSમાં Intel Core i9 HX પ્રોસેસર અને NVIDIA GeForce RTX 3080 Ti laptop GPU આપવામાં આવ્યું છે. આ ડિવાઈસની માર્કેટ પ્રાઈઝ રૂપિયા 4,81,990 છે. જે MSI Tital GT77 12UHS કરતા થોડું અફોર્ડેબલ છે.

MSI Raider GE77 HX 12UHSની કૂલિંગ સિસ્ટમ અને ઓવરઓલ ડિઝાઈન ખાસ છે, જ્યારે MSI Raider GE77 HX 12 UHS થોડું પાતળું અને વજનમાં હળવું છે. બંને લેપટોપમાં ડિઝાઈનનો જ સૌથી મોટો ફરક છે.

Best Mobiles in India

Read more about:
English summary
World's Most Powerful Gaming Laptop Now Available In India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X