વર્ષ 2022 માં વર્ક ફ્રોમ હોમમાટે બીએસએનએલ, એરટેલ, અને જીઓ ના વ્રોડબેન્ડ પ્લાન્સ

By Gizbot Bureau
|

કોરોના વાઇરસ ની મહામારી ને કારણે ઘણા બધા લોકો એ ઘરે થી કામ કરવું પડી રહ્યું છે. અને તેના કારણે ઘર ની અંદર સારા ઈન્ટરનેટ કનેક્શન ની ડિમાન્ડ ની એન્ડ ખુબ જ મોટો વધારો જોવા માં આવ્યો છે. અને ભારત ની અંદર ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા ઘણા બધા અલગ અલગ પ્લાન્સ ને ઓફર કરવા માં આવે છે જેથી તેઓ ના ગ્રાહકો તેમની પસન્દગી મુજબ ના પ્લાન ને પસન્દ કરી શકે. જેની અંદર અમુક યુઝર્સ દ્વારા અફોર્ડેબલ પ્લાન્સ ને પસન્દ કરવા માં આવે છે અને અમુક યુઝર્સ દ્વારા હાઈ સ્પીડ વાળા પ્લાન્સ ને પસન્દ કરવા માં આવે છે. જોકે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા દરેક ગ્રાહકો ને ધ્યાન માં રાખી ને પ્લાન્સ ને રાખવા માં આવતા હોઈ છે. આ આર્ટિકલ ની અંદર ભારત ની અંદર ઉપલબ્ધ મેજર ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ ના પ્લાન્સ ની સૂચિ તૈયાર કરવા માં આવેલ છે.

વર્ષ 2022 માં વર્ક ફ્રોમ હોમમાટે બીએસએનએલ, એરટેલ, અને જીઓ ના વ્રોડબેન્

જીઓ દ્વારા ઓફર કરવા માં આવતા બ્રોડબેન્ડ પ્લાન્સ

જીઓ દ્વારા સૌથી સસ્તા પ્લાન ની અંદર 30એમબીપીએસ ની સ્પીડ આપવા માં આવે છે. જેની કિંમત રૂ. 399 પ્રતિ મહિના પર રાખવા માં આવેલ છે. અને તેની અંદર અનલિમિટેડ વોઇસ અને ડેટા ની સુવિધા પણ આપવા માં આવે છે. આ પ્લાન ઈન્ડિવિડ્યુઅલ યુઝર્સ અને એવા યુઝર્સ કે જેઓ ને ઈન્ટરનેટ નું કામ ખુબ જ બેઝિક છે તેમના માટે એક સારો પ્લાન સાબિત થઇ શકે છે. યુઝર્સ ને સિમેન્ટ્રીકલ ડાઉનલોડ અને અપલોડ સ્પીડ 30 એમબીપીએસ ની આપવા માં આવે છે.

જીઓફાઈબર સાથે ઓફર કરવામાં આવેલ આગામી પ્લાન 100 એમબીપીએસ પ્લાન છે. જીઓફાઈબર 30 દિવસની માન્યતા અવધિ માટે રૂ. 699માં 100 એમબીપીએસ ઈન્ટરનેટ સ્પીડ ડેટા પ્લાન ઓફર કરે છે. જીઓ ફાઈબરના 100 એમબીપીએસ પ્લાનનો ઉપયોગ કરીને, ગ્રાહકો પ્રથમ વખતના વપરાશકર્તાઓ માટે યોગ્ય બહુવિધ ઉપકરણો પર સરળ અને સીમલેસ ઇન્ટરનેટ ઍક્સેસ મેળવી શકે છે. જીઓ 150 એમબીપીએસ થી શરૂ થતી યોજનાઓ સાથે ઓટિટિ પ્લેટફોર્મ્સ માટે તેની ઑફર્સ લૉન્ચ કરે છે અને તેથી આ યોજના કોઈ વધારાના લાભો સાથે આવતી નથી પરંતુ સપ્રમાણ ડાઉનલોડ અને અપલોડ ઝડપ સાથે 100 એમબીપીએસ સ્પીડ આપે છે. બંને પ્લાનમાં 3300જીબી અથવા 3.3ટીબીની એફ્યુપી મર્યાદા છે અને ઉલ્લેખિત કિંમતો જીએસટી સિવાયની છે.

એરટેલ એક્સટ્રીમ ફાઈબર બ્રોડબેન્ડ પ્લાન

ભારત ની અંદર ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ ની વાત કરવા માં આવે તો તેની અંદર એરટેલ એ ખુબ જ પ્રખ્યાત બ્રોડબેન્ડ સર્વિસ છે. એરટેલ એક્સટ્રીમ ફાઈબર ના યુઝર્સ દ્વારા હાઈ સ્પીડ ઈન્ટરનેટ કનકેટીવીટી અને સફોર્ડબલીટી આપવા માં આવે છે. એરટેલ દ્વારા તેમના સૌથી સસ્તા પ્લાન ની અંદર 40એમબીપીએસ ની સ્પીડઆપવા માં આવે છે અને તેના માટે તમારે દર મૈને રૂ. 499 ચૂકવવા ના રહેશે.

જે લોકો ને થોડી વધુ ઈન્ટરનેટ સ્પીડ ની જરૂર હોઈ તેઓ એરટેલ ના સ્ટાન્ડર્ડ પ્લાન ને પસન્દ કરી શકે છે જેની અંદર યુઝર્સ ને 100એમબીપીએસ ની સ્પીડ આપવા માં આવે છે. અને તેની કિંમત રૂ. 799પ્રીતમહિના રાખવા માં આવેલ છે. જેની અંદર યુઝર્સ ને 3.3ટીબી અથવા 3300જીબી એફ્યુપી ડેટા આપવા માં આવે છે. અને સાથે સાથે એરટેલ દ્વારા તેમના એરટેલ થેન્ક્સ બેનીફીટ પ્રોગ્રામ ની અંદર વિંક મ્યુઝિક અને શો એકેડમી નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

બીએસએનએલ બ્રોડબેન્ડ પ્લાન્સ

બીએસએનએલ દ્વારા પણ તેમના ગ્રાહકો માટે ઘણા બધા પ્લાન ઓફર કરવા માં આવે છે જેની અંદર 100એમબીપીએસ સુધી ના પ્લાન નો પણ સમાવેશ કરવા માં આવે છે જેને ભારત ફાઈબર ની અંદર આપવા માં આવે છે. અને જો સસ્તા પ્લાન ની વાત કરવા માં આવે તો બીએસનેલ દ્વારા ફાઈબર બેઝિક અને ફાઈબર બેઝિક પ્લસ પ્લાન ઓફર કરવા માં આવે છે જેની અંદર 30 અને 60 એમબીપીએસ ની સ્પીડ આપવા માં આવે છે. ફાઈબર બેઝિક પ્લાન ની કિંમત રૂ. 449 પ્રતિ મહિના રાખવા માં આવેલ છે અને ફાઈબર બેઝિક પ્લસ પ્લાન ની કિંમત રૂ. 599 પ્રતીમહિના રાખવા માં આવેલ છે.

તેની સાથે સાથે બીએસએનએલ દ્વારા 100 એમબીપીએસ ના પણ બે પ્લાન ઓફર કરવા માં આવે છે જેના નામ સુપરસ્ટાર પ્રીમિયમ-1 અને ફાઈબર વેલ્યુ પ્લાન. સુપરસ્ટાર પ્રીમિયમ-1 અને ફાઈબર વેલ્યુ પ્લાનની કિંમત રૂ. 749 અને રૂ. દર મહિને 799 ના ખર્ચે 100 એમબીપીએસ ઇન્ટરનેટ સ્પીડ ઓફર કરે છે. આ તમામ કિંમતો જીએસટી સિવાયની છે અને બંને પ્લાન 3300જીબી અથવા 3.3ટીબીની એફ્યુપી લિમિટ સાથે આવે છે. ડેટાની નિર્ધારિત મર્યાદાનો ઉપયોગ કર્યા પછી વપરાશકર્તાઓ સુપરસ્ટાર પ્રીમિયમ-1 ના અપવાદ સાથે 2 Mbps સ્પીડ સાથે ઇન્ટરનેટનો આનંદ માણી શકે છે જે સેટ મર્યાદા પછી 5 એમબીપીએસ સ્પીડ ઓફર કરે છે. વધુમાં, સુપરસ્ટાર પ્રીમિયમ-1 બ્રોડબેન્ડ પ્લાન ઝી5 પ્રીમિયમ, સોની LIV અને વધુ સહિત અનેક ઓટિટિ પ્લેટફોર્મની ઍક્સેસ સાથે પણ આવે છે અને તે ટેલ્કો દ્વારા ઓફર કરવામાં આવતા સૌથી લોકપ્રિય પ્લાન પૈકી એક છે.

Best Mobiles in India

Read more about:
English summary
Work From Home Broadband Plans: Best of Jio, BSNL, Airtel For You

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X