ATMમાંથી ફોન દ્વારા ઉપાડો પૈસા, હવે ડેબિટ કાર્ડની નથી જરૂર

By Gizbot Bureau
|

શું તમે હજીય ડેબિટ કાર્ડ દ્વારા એટીએમમાંથી પૈસા ઉપાડો છો? તો આ હેડલાઈન વાંચીને તમને આશ્ચર્ય જરૂર થયું હશે. જો તમારે તાત્કાલિક એટીએમમાંથી પૈસા ઉપાડવાની જરૂર છે, તો ડેબિટ કાર્ડની કોઈ જરૂર નથી. ભારતમાં હવે ઘણી બધી બેન્ક કસ્ટમર્સને એટીએમમાંથી મોબાઈલ અને યુપીઆઈ એપ્સ દ્વારા પૈસા ઉપાડી શકાય છે. આના માટે કાર્ડની કોઈ જરૂર નથી.

UPI એપનો કરો ઉપયોગ

હવે તો ઘણા બધા લોકો યુપીઆઈ એપનો ઉપયોગ કરતા થઈ ગયા છે. તમે પણ ગૂગલ પે, ફોન પે જેવી એપ્સનો ઉપયોગ કરીને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતા જ હશો. પરંતુ હવે યુપીઆઈ એપ્સમાં એક નવી સર્વિસ આવી ગઈ છે. જેનું નામ છે, Interoperable Cardless Cash Withdrawal (ICCW) આ ફેસિલિટીની મદદથી યુપીઆઈ એપ્સ દ્વારા કેશ પણ વિથ ડ્રો કરી શકાશે.

ATMમાંથી ફોન દ્વારા ઉપાડો પૈસા, હવે ડેબિટ કાર્ડની નથી જરૂર

કેવી રીતે મોબાઈલથી ઉપાડશો પૈસા?

તમે પૈસા ઉપાડવા માટે ડેબિટ કાર્ડને હવે ઘેર રાખી શકો છો. એટીએમ પરથી ફોન દ્વારા પૈસા ઉપાડવા માટે તમારે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.

સૌથી પહેલા તો એ ધ્યાન રાખો કે તમારા ફોનમાં યુપીઆઈ એપ હોવી જરૂરી છે. તમે ગૂગલ પે, ફોન પે જે પણ એપ વાપરો છો, તે તમારા ફોનમાં ઈન્સ્ટોલ્ડ રાખો.

એ પણ ધ્યાન રાખો કે હજી બધા જ એટીએમમાં આ સુવિધા નથી મળી. ટલે તમારી બેન્કમાં તપાસ કરી લો, સાથે જ તમે જે એટીએમ પર જાવ છો, ત્યાં જઈને ચેક કરો કે તેના પર યુપીઆઈનો સિમ્બોલ છે કે નહીં?

બસ, પછીનું કામ સરળ છે. એટીએમ પર જઈને યુપીઆઈ દ્વારા પૈસા ઉપાડવાની રીત કાર્ડ દ્વારા પૈસા ઉપાડવા જેવી જ છે. બસ એક નાનકડો ફરક છે.

1. તમારે એટીએમ પર જઈને 'UPI Cash Withdrawal' ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. આ ઓપ્શન તમે જે એટીએમ પર જાવ છો, તેની સ્ક્રીન પર હોઈ શકે છે. જો કે, બેન્ક પ્રમાણે તે સ્ક્રીન પર અલગ અલગ જગ્યાએ હોઈ શકે છે.

2. હવે તમારે જેટલી રકમ ઉપાડવી છે, તે આંકડો ઈન્સર્ટ કરો. બસ ધ્યાન રાખો કે આ આંકડો તમારી બેન્કની લિમિટ કરતા વધારે ન હોય.

3. હવે તમારી એટીએમ સ્ક્રીન પર એક ક્યૂઆર કોડ જોવા મળશે. આ કોડમાં તમારા ટ્રાન્ઝેક્શન વિશેની માહિતી હોય છે.

4. બસ તમારા ફોનમાં રહેલી યુપીઆઈ એપ ઓપન કરો અને તેના ક્યૂઆર કોડ સેક્શનમાં જઈને ક્યૂઆર કોડ સ્કેન કરો.

5. એક વખત તમારી યુપીઆઈ એપમાં ટ્રાન્ઝેક્શન ડિટેઈલ્સ રિવ્યુ કરો. જેમાં તમે કેટલા પૈસા ઉપાડી રહ્યા છો, તે લખેલું હશે. સાથે જ બેન્કનું નામ લખેલું હશે.

6. હવે તમારો યુપીઆઈ પિન ઈન્સર્ટ કરો.

7. બસ આટલું કરતા જ એટીએમ પ્રોસેસ કરીને તમારા પૈસા બહાર આપી દેશે. બસ આ ટ્રાન્ઝેક્શન થવામાં 30 સેકન્ડ જેટલો સમય લાગી શકે છે.

ચિંતા કરવાની જરૂર નથી. આ આખી પ્રોસેસ સુરક્ષિત છે. તમે જે ક્યુઆર કોડ સ્કેન કરો છો, તે એન્ક્રિપ્ટેડ હોય છે, એટલે તમારી માહિતી કોઈ જોઈ નથી શક્તું. વળી યુપીઆઈ પિન વગર પૈસા ઉપાડી પણ નથી શકાતા.

Best Mobiles in India

English summary
Withdraw money from ATM without card use your phone

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X