Windows PC જો Wi-Fi સાથે કનેક્ટ ન થાય, તો આટલું કરો

By Gizbot Bureau
|

કોરોના કાળ બાદ વર્ક ફ્રોમ હોમનું ચલણ વધ્યું છે. આઈટી ક્ષેત્રથી લઈને બીજા ઘણા ક્ષેત્રના લોકો હજી પણ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. પરિણામે, દરેકના ઘરમાં હવે વાઈ-ફાઈ ઈન્ટરનેટ કનેક્શન સામાન્ય બન્યું છે. પરંતુ, ઘણીવાર એવું થતું હોય છે કે, ઓફિસના મહત્વના કામ દરમિયાન તમારું કમ્પ્યુટર ઘરના વાઈ-ફાઈ સાથે કનેક્ટ જ ન થાય. વિન્ડોઝ કમ્પ્યુટર વાઈ ફાઈ સાથે કનેક્ટ ન થવું, એ દરેક વિન્ડોઝ સિસ્ટમ યુઝર માટે સામાન્ય સમસ્યા છે. આવું થાય ત્યારે યુઝર્સને સ્ક્રીન પર અનેબલ ટુ કનેક્ટ એરર જોવા મળે છે, અથવા તો ઘણીવાર કનેક્ટિંગ પ્રોસેસ અટકી જઈને માત્ર કનેક્ટિંગ જ દર્શાવ્યા કરે છે. Wi-Fiની બીજી એક સમસ્યા એ છે કે વાઈ-ફાઈ નેટવર્કને એક સાથે ચાલુ કરવા અને સર્ચ કરવા શખ્ય નથી.

Windows PC જો Wi-Fi સાથે કનેક્ટ ન થાય, તો આટલું કરો

આ બધી જ સમસ્યાના ઉકેલ ખૂબ જ સામાન્ય છે. જો, તમે પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો અમે આ આર્ટિકલમાં તમને કેટલાક ઉપાયો જણાવીશું, જે તમારું કામ સરળ બનાવી દેશે.

લેપટોપ અથવા કમ્પ્યુટર વાઈ-ફાઈ નેટવર્ક સાથે કનેક્ટ ન થવાના સામાન્ય કારમો અને તેને ઠીક કરવાની રીત

- સૌથી પહેલા એ ચેક કરો કે તમારું વાઈ-ફાઈ બરાબર રીતે કામ કરી રહ્યું છે કે નહીં. ઘણી વાર એવું થાય છે કે વાઈ-ફાઈનો પ્લગ કે અન્ય કોઈ વાયર હલી ગયો હોય, પરિણામે રાઉટર જ બંધ હોય છે. જેથી વાઈ-ફાઈ કમ્પ્યુટર સાથે કનેક્ટ નથી થતું.

- તમારું વાઈ-ફાઈ નેટવર્ક તમારા મોબાઈલ કે અન્ય ડિવાઈસ સાથે કનેક્ટ થાય છે કે નહીં તે ચેક કરો. જેનાથી એ પણ ખ્યાલ આવી જશે કે તકલીફ તમારી સિસ્ટમમાં છે કે પછી વાઈ-ફાઈમાં છે.

- શક્ય છે કે તમારી સિસ્ટમમાં રહેલા વાઈ-ફાઈ ડ્રાઈવરમાં પણ કંઈ સમસ્યા ઉભી થઈ હોય. વિન્ડોઝ લેપટોપમાં કોઈપણ સમસ્યા પાછળનું બીજું સામાન્ય કારણ ડ્રાઈવરને લગતી સમસ્યાઓ છે. તેથી, તપાસો કે Wi-Fi ડ્રાઇવર બરાબર કામ કરી રહ્યું છે. આ ચેક કરવા માટે તમારા ડેસ્કટોપ પર દેખાતા માય પીસીના આઈકન પર રાઈટ-ક્લિક કરો અને ડિવાઈસ મેનેજર પસંદ કરો. અહીં, Wi-Fi ડ્રાઇવરને શોધો અને તેના પર રાઈટ-ક્લિક કરીને તેને અપડેટ કરવાનો પ્રયાસ કરો. વૈકલ્પિક રીતે, તમે Windows ને અપડેટ પણ કરી શકો છો.

- Wi-Fi ડ્રાઇવરને અનઇન્સ્ટોલ કરો અને રિ-ઈન્સ્ટોલ કરો: જો તમારા Wi-Fi ડ્રાઇવર કામ કરતા નથી અને તેને અપડેટ કરવાથી સમસ્યાનો ઉકેલ આવી શકે છે. સૌ પહેલા આ ડ્રાઈવર અનઇન્સ્ટોલ કરો અને તમારા કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરો. કમ્પ્યુટર ચાલુ થયા બાદ વાઈ-ફાઈના ડ્રાઈવરને ફરીથી ઇન્સ્ટોલ કરો.

- તમારા વાઈ-ફાઈ નેટવર્કના બેન્ડ તમારા કમ્પ્યુટર સાથે કમ્પેટિબલ છે કે નહીં તે ચેક કરો. ઘણીવાર કેટલાક જૂના કમ્પ્યુટર 5GHz નેટવર્કને સપોર્ટ નથી કરતા. આવી સ્થિતિમાં તમારા લેપટોપને 2.4 GHz નેટવર્ક સાથે કનેક્ટ કવરાનો પ્રયાસ કરો, કારણ કે દરેક ડિવાઈસ આ બેન્ડ સાથે કનેક્ટ થાય છે.

- નેટવર્ક ડાયગ્નોસ્ટિક ટૂલનો ઉપયોગ કરો. વિન્ડોઝમાં ઈનબિલ્ટ ટ્રબલશૂટિંગ ફીચર આપવામાં આવે છે. જેના ઉપયોગથી યુઝર્સના પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. જો તમારું વાઈફાઈ કનેક્ટ નથી થઈ રહ્યું તો તમારા કમ્પ્યુટરમાં નેટવર્ક ડાયગ્નોસ્ટિક રન કરો. આ માટે સૌથી પહેલા સ્ટાર્ટ પર જઈને સેટિંગ્સ મેન્યુમાં જાવ અને અહીં નેટવર્ક એડ ઈન્ટરનેટ વિકલ્પ પર ક્લિક કરીને સ્ટેટસ પર ક્લિક કરો. અહીં તમને એડવાન્સ્ડ નેટવર્ક સેટિંગ્સ મળશે. જ્યાંથી તમે નેટવર્ક ટ્રબલશૂટર ઓપ્શન પર ક્લિક કરીને વાઈ-ફાઈ ઈસ્યુઝ દ્વારા તમારી સમસ્યાનો ઉકેલ લાવી શકો છો.

મોટા ભાગે આ ઉપાયો અજમાવવાથી તમારા કમ્પ્યુટર અને વાઈ-ફાઈ કનેક્શનની સમસ્યાનો ઉકેલ આવી શકે છે, પરંતુ જો આટલું કરવા છતાંય તે કનેક્ટ ન થાય તો તમારે નેટવર્ક પ્રોવાઈડરનો સંપર્ક કરવો જોઈએ.

Best Mobiles in India

Read more about:
English summary
Windows PC Not Connected to Wi Fi Follow This Steps To Solve Issue

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X