Just In
તમારો Android ફોન થઈ શકે છે હેક, આ ડિટેઈલ્સ થઈ લીક
જો તમારી પાસે એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન છે, તો તમારે સાવચેત થઈ જવાની જરૂર છે. સેમસંગ, એલજી અને શાઓમી જેવા એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન્સ યુઝર પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. હકીકતમાં તો આ સ્માર્ટ ફોન્સના સિક્યોરિટી પ્રોગ્રામ્સની ડિટેઈલ્સ લીક થઈ ગઈ છે. સિક્યોરિટી ડિટેઈલ્સ લીક થવાથી હવે આ એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન્સ પર વાઈરસ એટેક થવાનો ખતરો વધી ગયો છે. હેકર્સ આ સિક્યોરિટી ડિટેઈલ્સને ડિકોડ કરીને તમારા ફોન હેક કરી શકે છે.

Googleના એન્જિનિયરે કર્યો દાવો
સામે આવેલા એક લેટેસ્ટ રિપોર્ટ મુજબ હેકર્સ આ ભૂલનો ફાયદો ઉઠાવવાની બોગસ એપ્સ કે પછી વાઈરસ ધરાવતી માલવેર એપ્સ તમારા ફોનમાં ગુપચુપ ઈન્સ્ટોલ કરી શકે છે. બાદમાં આ એપ્સ દ્વારા તમારો સ્માર્ટ ફોન હેક થઈ શકે છે. આ વાતનો દાવો અમે નથી કરી રહ્યા, પરંતુ ગૂગલના જ એક એન્જિનિયરે આ વાતનો ખુલાસો કર્યો છે.
આ રીતે હેક થઈ શકે છે તમારો સ્માર્ટ ફોન
ગૂગલના એક માલવેર રિવર્સ એન્જિનિયરના કહેવા પ્રમાણે, એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો સિક્યોરિટી પ્રોગ્રામ લીક થવાથી, હેકર્સ મેલેશિયસ પ્રોગ્રામને હેક કરીને તમારા સ્માર્ટ ફોન સાથે છેડછાડ કરી શકે છે. આ માટે ગૂગલના એન્જિનિયરે ગૂગલ એન્ડ્રોઈડ પાર્ટનર વલ્નરેબિલીટી ઈનિશિયેટિવના રિપોર્ટને ટાંક્યો છે.
ટ્વિટર પર શૅર કરી માહિતી
ગૂગલના એન્જિનિયર લુકાઝ સિવિરેસ્કીએ આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે આ માટે કેટલીક માહિતી માઈક્રો બ્લોગિંગ સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર પર પણ શેર કરી છે. જે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘણા એન્ડ્રોઈડ OEMsની પ્લેટફોર્મ સાઈનિંગ જેવી ડિટેઈલ્સ લીક થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે એન્ડ્રોઈડ સાઈનિંગ માટે કીનો ઉપયોગ કરીનેએપને પરવાનગી આપે છે, જેનો ઉપયોગ ઓપરેટિંગ સિસ્ટમ પર સાઈન માટે કરવામાં આવતો હોય. એટલે કે હવે આ એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન યુઝર્સના માથે ખતરો તોળાઈ રહ્યો છે.
આ કી જ નક્કી કરે છે કે તમારા સ્માર્ટ ફોન પર ચાલી રહેલી એન્ડ્રોઈની ઓપરેટિંગ સિસ્ટમ લીગલ છે કે નહીં. તે કી જે તે એપના ડેવલપરને પણ ચેક કરે છે. જુદી જુદી એપ્સ પર સાઈન કરવા માટે એક જ કીનો ઉપયોગ થાય છે.
એપથી થઈ શકે છે સ્માર્ટફોન હેક
હવે ઘણી એન્ડ્રોઈડ ઓઈએમ કી ઉપલબ્ધ છે, તો તેનો ઉપયોગ કરીને સ્કેમર્સ અને હેકર્સ શેર્ડ યુઝર આઈડી સિસ્ટ સુધી પહોંચવા માટે એપ સાઈન કીનો ઉપયોગ કરી શકે છે. જેને કારણે યુઝર્સ તમારા મોબાઈલમાં વાઈરસગ્રસ્ત એપ્સ ચલાવી શકે છે. આટલું કરતાની સાથે જ યુઝર્સને તમારા સ્માર્ટ ફોનમાં થતી બધી એક્ટિવિટી અને તેમાં સ્ટોર બધો જ ડેટા પણ સરળતાથી મળી જાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470