સ્માર્ટફોન કંપનીઓ દ્વારા શા માટે કિંમત માં વધારો કરવા માં આવી રહ્યો છે?

By Gizbot Bureau
|

તાજેતર માં રિઅલમી અને શાઓમી દ્વારા તેમના સ્માર્ટફોન ની કિંમત માં વધારો કરવા માં આવેલ હતો. અને હવે તેની અંદર માઇક્રોમેક્સ નો પણ સમાવેશ કરવા માં આઈ રહ્યો છે અને હવે તેમના દ્વારા પનો તેમના ઈન 2બી સ્માર્ટફોન ની કિંમત માં વધારો કરવા માં આવેલ છે. કે જેને ભારત ની અંદર ગયા વર્ષે લોન્ચ કરવા માં આવ્યો હતો. ખુબ મોટી કિંમત થી વધારો કરવા માં નથી આવ્યો પરંતુ હવે વધુ ને વધુ કંપનીઓ દ્વારા આ કિંમત માં વધારો કરવા માં આવી શકે છે.

સ્માર્ટફોન કંપનીઓ દ્વારા શા માટે કિંમત માં વધારો કરવા માં આવી રહ્યો છે

અહીં એક વાત ને ખાસ ધ્યાન માં રાખવી જોઈએ કે સ્માર્ટફોન શિપમેન્ટ ની અંદર વધારો થયો છે અને તે આવનારા મહિનાઓ ની અંદર વધુ થઇ શકે છે. પરંતુ તમારે તે પણ ન ભૂલવું જોઈએ કે સ્માર્ટફોન કોમ્પોનેન્ટ્સ ની અંદર જે શોર્ટેજ છે તેના કારણે આ કિંમત માં વધારો કરવા માં આવી રહ્યો છે.

કેનાલીસ એનાલિસ્ટ સન્યામ ચૌરસિયા દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, મર્યાદિત ઘટક પુરવઠો, વધતા શિપિંગ ચાર્જ અને કઠિન મેક્રોઇકોનોમિક વાતાવરણ વચ્ચે વધતો ખર્ચ પડકારજનક રહેશે. ટૂંકા ગાળામાં, વિક્રેતાઓ સપ્લાય ચેઇન વિક્ષેપની અસર સહન કરશે અને ભાવ વધારવા અંગે કન્ઝર્વેટિવ રહેશે.

અને તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે, કોમ્પોનેન્ટ્સ શોર્ટેજ ને કારણે બીજા પણ રિસ્ક ઉભા થઇ રહ્યા છે જેવા કે, રીજીઅનલ ડિપ્રાઓર્ટાઇઝઝેશન જેની અંદર કંપનીઓ દ્વારા તેમના લિમિટેડ ડિવાઇસીસ ને વધુ લુક્રેટીવ માર્કેટ ની અંદર સપ્લાય કરવા માં આવી રહ્યા છે.

જયારે બીજી તરફ એક બીજી રિસર્ચ ફર્મ ગાર્ટનર દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, ચિપ શોર્ટેજ ને કારણે ઇન્ડસ્ટ્રી ને કોઈ અસર થઇ નથી કેમ કે ડિમાન્ડ અને સ્પલાય સ્ટેબલ છે. પરંતુ તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે તેની અંદર ટૂંક સમય માં ફેરફાર કરવા માં આવી શકે છે અને કંપની દ્વારા આવનારા ટૂંક સમય માં તેમના સ્માર્ટફોન ની કિંમત માં વધારો કરવા માં આવી શકે છે.

કાઉન્ટરપોઈન્ટ ના વાઇસ પ્રેસિડન્ટ નીલ શાહ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, આપણ ને જુના મોડેલ ની કિંમત માં 4 થી 5 % નો વધારો જોવા મળી શકે છે. કેમ કે પેરીફેરીઅલ ચિપસેટ ની અંદર શોર્ટેજ જોવા મળી રહી છે. જેની અંદર ડિસ્પ્લે ડ્રાઈવર આઈસી, પાવર મેનેગમેન્ટ વગેરે નો સમાવેશ થાય છે.

તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે, નવા મોડેલ ની અંદર કંપનીઓ પાસે જગ્યા હોઈ છે કે તેઓ કોઈ રીતે આ કિંમત માં વધારા ને એડજસ્ટ કરી શકે છે. અને તેમણે જણાવ્યું હતું કે, ભારત ની અંદર ગ્રાહકો આ કિંમત માં વધારા ની સાથે ખુશ નથી અને કેમ કે ભારત ની અંદર કોવીડ 19 ના કેસ જયારે ફરી વધી રહ્યા છે ત્યારે તેના કારણે કંપનીઓ ને અસર થઇ શકે છે.

વધુમાં, 5G સ્માર્ટફોન ભારતમાં ખરેખર લોકપ્રિય બન્યા છે અને લોકો આગામી ટેકનોલોજી તરફ વળી રહ્યા છે અને વપરાશકર્તાઓ સમાન નેટવર્કમાં સ્થળાંતર કરવા માટે તૈયાર છે. જો કે, કોઈએ ભૂલવું ન જોઈએ કે 5G ભારતમાં નથી, તેથી એવી સંભાવનાઓ છે કે ઉપકરણોની કિંમત વધુ વધી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Gartner pointed out that chip shortage has not affected the industry as demand and supply are stable. The firm added that this might change in the coming months and companies will increase the average selling price of devices.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X