વોટ્સએપ ઇન્ડિયા નું હેડ કોણ છે?

|

એઝેટાપના સહ-સ્થાપક અને સીઇઓ અભિજિત બોઝ ને વોટ્સએપ ઇન્ડિયા ના હેડ તીકે નીમવા માં આવ્યા છે. અને તેઓ આ ફેસબુક ની માલિકી વળી કંપની ને આવતા વર્ષ 2019 ની શરૂઆત માં જોઈન કરશે. અને એક વખત જયારે બોસ વોટ્સએપ ના હેડ બની જશે ત્યાર બાદ તેઓ ગુરુગ્રમ માં બેસશે. અને તે અને તેમની ટિમ નાના અને મોટા ધંધાઓ ને પોતાના ગ્રાહકો સાથે જોડવા પર ધ્યાન આપશે. અને આ નવી પોઝિશન માટે બોસે પોતાની એક ઇન્ડિયા માં સ્થિત ટિમ પણ બનાવવી પડશે. અને તે કંપની ની યુએસ ની બહાર પ્રથમ આખી ટિમ હશે.

વોટ્સએપ ઇન્ડિયા નું હેડ કોણ છે?

અને આવું પ્રથમ વખત બન્યું છે કે વોટ્સએપે કોઈ ઇન્ડિયા ના હેડ ની નિમણુંક કરી હોઈ. આ ઇન્ટન્ટ મેસેજિંગ એપ પર છેલ્લા અમુક મહિનાઓ થી સરકાર દ્વારા ખુબ જ પ્રેશર આપવા માં આવી રહ્યું છે કે તેમના પ્લેટફોર્મ ની મદદ થી ફેક ન્યુઝ ને સ્પ્રેડ કરવા માં આવી રહ્યા છે. અને વોટ્સએપ માટે ઇન્ડિયા ની અંદર સૌથી મોટી બીજી સમસ્યા તેમના પેમેન્ટ ના ધંધા માં છે. અને અભિજીત બોસ ની નિમણુંક થયા બાદ કે જેઓ એન્ડ ટુ એન્ડ પેમેન્ટ પ્લેટફોર્મ બનાવવા માં એક્સપર્ટ છે તેમની નિમણુંક પછી એ સાફ થાય છે કે કંપની એ દિશા તરફ ખુબ જ મોટું વિચારી રહી છે.

એઝેટેપ એ બેંગ્લોર માં સ્થતિ એક પેમેન્ટ સોલ્યુશન કંપની છે જેને વર્ષ 2011 માં શરૂ કરવા માં આવી હતી. અને ત્યાર બાદ તે પ્લેટફોર્મ ખુબ જ આગળ વધી ગયું છે. તેઓ દર મહિને રૂ. 1,100 કરોડ કરતા પણ વધુ ના ટ્રાન્ઝેક્શન અને તેઓ પાસે આખા દેશ માં 2 લાખ કરતા પણ વધારે ડિપ્લોયમેન્ટ છે.

હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના એમબીએ સ્નાતક, અભિજિત બોઝ ને ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી ની અંદર 20 વર્ષ કરતા પણ વધારે નો અનુભવ છે. અને તેઓ કોર્નેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે. જ્યાં તેઓ એ મિકેનિકલ એન્જીનીઅરીંગ નો અભ્યાસ કર્યો હતો. અને તેઓ એ ઓરેકલ, ઇન્ટ્યુટ, એનજપે અને સીબેલ જેવી કંપનીઓ સાથે કામ પણ કર્યું છે.

અને ઇન્ડિયા ની અંદર વોટ્સએપ બિઝન્સ પ્રોડક્ટસ ના 1 મિલિયન કરતા પણ વધારે યુઝર્સ છે. અને વોટ્સએપે આ વર્ષ ની શરૂઆત માં નાના ધંધાઓ માટે વોટ્સએપ બિઝનેસ અને મોટા ધંધા ઓ માટે વોટ્સએપ એપપીઆઈ (એપલિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ) ની શરૂઆત કરી હતી.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Who is head of WhatsApp India?

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X