પબ્લિક WiFiનો ઉપયોગ કરતા સાવધાન, ભૂલથી પણ ન કરો આ કામ

By Gizbot Bureau
|

ઈન્ટરનેટનો વપરાશ સતત વધી રહ્યો છે. દરેક યુઝરને હવે ઈન્ટરનેટની સુવિધા મોબાઈલ ડેટાથી લઈને વાઈફાઈ રાઉટર દ્વારા મળી રહી છે. ઈન્ટરનેટ સસ્તુ જરૂર થયું છે, પરંતુ ઈન્ટરનેટ વાપરવા માટે દરેક યુઝરે પૈસા ખર્ચવા તો જરૂરી છે. આવી સ્થિતિમાં જ્યારે પણ ફ્રી ઈન્ટરનેટ મળે તો બધા જ તેનો ઉપયોગ કરવા માટે લલચાય છે.

પબ્લિક WiFiનો ઉપયોગ કરતા સાવધાન, ભૂલથી પણ ન કરો આ કામ

ઈન્ટરનેટનો ઉપયોગ ફ્રીમાં કરવા મળે, તેવું દરેક સ્માર્ટફોન યુઝર ઈચ્છે છે. ઘણા મોલ્સ યુઝર્સને આકર્ષવા માટે ફ્રી વાઈફાઈની સુવિધા આપે છે. તો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર પણ ફ્રી વાઈફાઈ મળે છે. પબ્લિક પ્લેસ પર મળતા આ વાઈફાઈનો લોકો ઉપયોગ પણ કરતા હોય છે. જો તમે પણ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન જેવી પબ્લિક સ્પેસમાં રહેલા ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરો છો, તો કેટલીક જરૂરી બાબતો પર ધ્યાન રાખવું જરૂરી છે.

અંગત માહિતી ન આપો

ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરવાનો હોય, ત્યારે ઈન્ટરનેટને એક્સેસ કરવા માટે તમારી અંગત માહિતી જેમ કે ઈમેઈડ એડ્રેસ રજિસ્ટ્રેસનથી બચો. આ માટે તમે બીજું કોઈ ઈમેઈલ એડ્રેસ રાખી શકો છો. જો કોઈ પ્રકારનો પાસવર્ડ ક્રિએટ કરવાની જરૂર પડે તો તમે બીજે વાપરતા હો તે પાસવર્ડનો યુઝ ન કરો, એક નવો પાસવર્ડ ક્રિએટ કરો. પબ્લિક વાઈ ફાઈના ઉપયોગ દરમિયાન બેન્કિંગને લગતી માહિતી પણ શૅર ન કરો.

નેટવર્ક ફરગેટ કરવાનું ન ભૂલશો.

વાઈફાઈ નેટવર્કનો ઉપયોગ કરતા સમયે કામ પૂરુ થઈ ગયા બાદ તમારા ડિવાઈસને નેટવર્ક પરથી રિમૂવ કરવાનું ન ભૂલશો. જો આ કામ ભૂલી જશો, તો ભવિષ્યમાં જ્યારે જ્યારે તમે આ જગ્યા પાસેથી નીકળશો, ત્યારે ત્યારે વાઈ ફાઈ ઓટોમેટિક કનેક્ટ થઈ જશે. ઓટો કનેક્ટ થવા પર તમારા ડિવાઈસમાં કોઈ પણ અપડેટ ઈન્સ્ટોલ થઈ શકે છે.

વીપીએનનો ઉપયોગ કરો

જો તમને વિશ્વાસ છે કે તમે જે પબ્લિક વાઈફાઈ વાપરી રહ્યા છો, તે નેટવર્ક એકમદ સુરક્ષિત છે, અથવા તો તમે તેને વધુ સુરક્ષિત કરવા માગો છો, તો એડિશનલ સિક્યોરિટી એડ કરો. તમારા ડેટાની સુરક્ષા માટે VPN એટલે કે વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કનો ઉપયોગ કરો. વીપીએન સાથે ડેટા એનક્રિપ્શનની સુવિધા મળે છે. વીપીએનનો ઉપયોગ કરવા દરમિયાન તમે આઈપી એડ્ર્સે જેવી માહિતી સંતાડી પણ શકો છો.

પહેલા વાંચો ટર્મ્સ એન્ડ કંડિશન્સ

ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરવા પર તમારો મોબાઈલ હેક થઈ શકે છે. એટલે જ્યારે પણ તમે કોઈ ફ્રી વાઈફાઈ સાથે કનેક્ટ કરો ત્યારે તેની ટર્મ્સ એન્ડ કંડીશન પહેલા જામી લો. iPhoneમાં તો વાઈ ફાઈ કનેક્ટ કરવા પર નોટિફિકેશન પણ આવે છે. આ નોટિફિકેશન એક વોર્નિંગ હોય છે. જે તમને પબ્લિક વાઈફાઈથી સાવચેત કરે છે.

Best Mobiles in India

English summary
While using public wi fi be aware keep in mind not to do things

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X