Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
નવો ફોન ખરીદતા સમયે આ પાંચ બાબતોનું રાખો ધ્યાન, ફાયદો થશે
ભારતમાં સ્માર્ટફોનનું માર્કેટ એકદમ ઝડપથી વિક્સી રહ્યું છે. ચીન બાદ સ્માર્ટફોન મેકર્સ કંપનીઓ માટે ભારત સૌથી મોટું માર્કેટ છે. ભારતમાં સરેરાશ લોકો દર વર્, ફોન બદલી નાખે છે. દિવાળી જેવા ફેસ્ટિવલ સમયે તો ભારતમાં સ્માર્ટફોનનું વેચાણ જબરજસ્ત વધી જાય છે. જો કે, ફેસ્ટિવ સિઝન સિવાય પણ સ્માર્ટફોનની ખરીદી ચાલુ જ રહે છે. જો તમે પણ નવો સ્માર્ટફોન ખરીદવા ઈચ્છી રહ્યા છો, તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો તમને નુક્સાન થઈ શકે છે.

પર્ફોમન્સ
એક રિપોર્ટ મુજબ નવો ફોન ખરીદવા ઈચ્છતા 76 ટકા લોકો પર્ફોમન્સને પ્રાયોરિટી આપે છે. જો તમે નવો ફોન ખરીદો છો, તો તમારે પણ આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. નવો ફોન ખરીદતા સમયે તેમાં કયું મધરબોર્ડ છે, તેના વિશે માહિતી મેળવવી જરૂરી છે. આ ઉપરાંત તેની ક્લોક સ્પીડ, કનેક્ટિવિટી, કેમેરા સપોર્ટ પણ ચેક કરવા જોઈએ. સાથે જ ફોનના ગ્રાફિક્સ પણ જરૂરથી ચેક કરો. જો તમે ગેમિંગ માટે ફોન ખરીદી રહ્યા છો તો ચિપસેટ અને ગ્રાફિક્સ ચેક કરવાનું બિલકૂલ ન ભૂલતા.
5G કનેક્ટિવિટી
આપ સૌ જાણો છો તેમ હવે 5જીનો જમાનો છે. આવા સમયે 4જી ફોન ખરીદવાનો અર્થ નથી. જો તમે પણ નવો ફોન ખરીદી રહ્યા છો, તો ધ્યાન રાખો કે તે 5જી સપોર્ટેડ હોય. સસ્તો ફોન મેળવવાના ચક્કરમાં 4જી ફોન ખરીદવાની ભૂલ ન કરો. તમારો ફોન 5જી સપોર્ટેડ છે, તો તેમાં કેટલા 5જી બેન્ડ્ઝનો સપોર્ટ છે, તે ચેક કરો. જો 8ઝી ઓછા બેન્ડ્ઝ સપોર્ટ કરતા હોય તો ફોન ન ખરીદો.
કેમેરા
આજના સમયમાં ફોનમાં સારો કેમેરા હોવો ખાસ જરૂરી છે. સસ્તા સ્માર્ટફોનમાં પણ હવે સારો કેમેરા મળે છે. ફોન ખરીદતા સમયે તેમાં ઓછામાં ઓછો 48 મેગાપિક્સલનો રિયર લેન્સ ધરાવતો કેમેરા હોય, તેવા જ ફોનને પ્રાથમિક્તા આપો. આ ઉપરાંત એ પણ ચેક કરો કે તેમાં પોટ્રેટ લેન્સ અથવા મોડ છે કે નહીં.
બેટરી
હવે મોટા ભાગના ફોનમાં ઓછામાં ઓછી 5000 mAhની બેટરી હોય છે. તેનાથી ઓછી ક્ષમતાવાળી બેટરી ધરાવતા ફોન ખરીદવાનો કોઈ અર્થ નથી.
ફાસ્ટ ચાર્જિંગ અને ચાર્જર
ઘણી મોબાઈલ બ્રાંડ્ઝ આજકાલ પોતાના ફોન સાથે ચાર્જર નથી આપતા. જો તમારે અલગથી ચાર્જર ખરીદવું હોય તો તો ચર્ચાને અવકાશ નથી. પરંતુ જો તમે નવું ચાર્જર ખરીદવા નથી ઈચ્છતા તો એવો ફોન ખરીદો, જેમાં ચાર્જર સાથે આવતું હોય. સાથેજ ફાસ્ટ ચાર્જિંગનું પણ ધ્યાન રાખજો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications