WhatsApp Channels ફીચર આ રીતે કરો ઉપયોગ, ફોલો કરો સ્ટેપ્સ

By Gizbot Bureau
|

WhatsApp એ પોતાના યુઝર્સ માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. મેટાએ ખૂબ લાંબી રાહ જોવડાવ્યા બાદ પોતાની સૌથી લોકપ્રિય ઈન્સટન્ટ મેસેજિંગ એપ માટે ચેનલ્સ ફીચર રોલ આઉટ કર્યું છે. ભારત સહિત અનેક દેશોમાં એક સાથે આ ફીચર રોલ આઉટ કરાયું છે. આ ચેનલ ફીચર કોઈ પણ ગ્રુપના એડમિન માટે ટેક્સ્ટ, ફોટોઝ, વીડિયો, સ્ટિકલ અથવા પોલ શૅર કરવા માટે એક બ્રોડકાસ્ટ ટૂલ તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે. ચેનલ ફીચરનો ઓપશન યુઝર્સને અપડેટ ટેબમાં મળશે. આ અપડેટ ટેબ અત્યાર સુધી સ્ટેટસ ટેબ તરીકે ઓળખાતો હતો. અહીં ઉપર તમે તમારા કોન્ટેક્ટ્સ દ્વારા મૂકવામાં આલા સ્ટેટસ જોઈ શકો છો, સાથે જ તમે જે ચેનલ્સને ફોલો કરો છો, તે ચેનલ્સ પણ અહીં જ દેખાશે. ચાલો જાણીએ કે આ નવું ફીચર યુઝ કેવી રીતે કરી શકાશે.

WhatsApp Channels ફીચર આ રીતે કરો ઉપયોગ, ફોલો કરો સ્ટેપ્સ

WhatsApp Channels ફીચર થયું રોલ આઉટ

વ્હોટ્સ એપે પોતાના આ નવા ફીચરને ગ્લોબલી લોન્ચ કરી દીધું છે. ભારત અને દુનિયાભરના ટોપ સેલેબ્સ, સ્પોર્ટ્સ ટીમ, આર્ટિસ્ટ વગેરેની ચેનલ વ્હોટ્સ એપ પર ફોલો કરી શકો છો. યુઝર્સ આ ચેનલ પર ભારતીય ક્રિકેટ ટીમ, કેટરીના કૈફ, દિલજીત દોસાંજ, અક્ષય કુમાર, વિજય દેવરકોંડા, નેહા કક્કર જેવા અને સહિતના સેલેબસને પણ ફોલો કરી શકે છે. આ ઉપરાંત તમે માર્ક ઝકરબર્ગને પણ ફોલો કરીને અપડેટ્સ મેળવી શકો છો. માર્ક ઝકરબર્ગે જાતે જ આ નવું ફીચર લોન્ચ કર્યું છે, જ્યાંત ઓ ફેસબુક અને વ્હોટ્સ એપની અપડેટ શૅર કરશે.

પ્રાઈવસીનું રખાયું છે ધ્યાન

મેટાના કહેવા પ્રમાણે વ્હોટ્સ એપ ચેનલને ફોલો કરનારના ફોન નંબર અને પ્રોફાઈલ ફોટો એડમિન કે બીજા અન્ય ફોલોઅર્સને જોવા નહીં મળે. તમે તમારી પસંદ અને જરૂરિયાત મુજબ કોઈ પણ ચેનલને ફોલો કરી શકો છો. સાથે જ આ ચેનલી હિસ્ટ્રી પણ 30 દિવસ સુધી જ સેવ રહેશે. આગામી કેટલાક સપ્તાહમાં આ ફીચર ભારત સહિત 150 દેશમાં ઉપલબ્ધ થઈ જશે.

કેવી રીતે યુઝ કરશો વ્હોટ્સ એપનું ચેનલ ફીચર?

વ્હોટ્સ એપ ચેનલનું ફીચર યુઝર કરવા માટે સૌથી પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં જઈને વ્હોટ્સ એપને અપડેટ કરવી પડશે.

એકવાર અપડેટ કરી લીધા બાદ ફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરો. હવે તમને હોમ સ્ક્રીન પર અપડેટ્સ નામનો નવો ટેબ જોવા મળશે.

આ ટેબ પર ક્લિક કરતા જ તમારી સામે ચેનલ્સનું લિસ્ટ ઓપન થઈ જશે.

આ લિસ્ટમાંથી જે પણ ચેનલને તમે ફોલો કરવા ઈચ્છો છો, તેની સામે રહેલા પ્લસના બટનને ક્લિક કરો.

તમે ચેનલની પ્રોફાઈલ અને ડિસ્ક્રિપ્શન જોવા અને જાણા માટે ચેનલના નામ પર ટેપ કરી શકો છો.

ચેનલ પર રિએક્શન આપવા માટે મેસેજને પ્રેસ કરીને હોલ્ડ કરી રાખો.

બસ, આટલી સરળ પ્રક્રિયા દ્વારા તમે આ લેટેસ્ટ ફીચરનો ઉપયોગ કરી શક્શો, અને તમને ગમતી માહિતી મેળવી શક્શો.

Best Mobiles in India

English summary
WhatsApp's New Channel Feature: How to Use It for Seamless Communication

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X