Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 587 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 588 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Poll, Avatars સહિત આ નવા ફીચર્સ લાવી રહ્યું છે Whatsapp
Whatsapp હાલ એન્ડ્રોઈડ ફોન, આઈફોન સહિત પોતાની ડેસ્કટોપ એપ માટે જુદા જુદા નવા ફીચર્સ વિક્સાવવા પર કામ કરી રહ્યું છે. આ બધા જ ફીચર્સ હાલ બીટા વર્ઝનમાં ટેસ્ટ માટે રોલઆઉટ કરી દેવામાં આવ્યા છે. વ્હોટ્સ એપ જે નવા ફીચર્સ વિક્સાવવા પર કામ કરી રહ્યું છે તેમાં વ્હોટ્સ એપ અવતાર, વન ઓન વન ચેટ્સ દરમિયાન પોલ અને ઓટો ડાઉનલોડ સેટિંગ્સ સહિતના ફીચર્સનો સમાવેશ થાય છે. આ નવા ફીચર્સ જ્યારે તમારા સુધી પહોંચશે, એટલે વ્હોટ્સ એપ યુઝ કરવાનો તમારો અનુભવ જ એકદમ બદલાઈ જશે. ચાલો, જાણીએ કે વ્હોટ્સ એપ પોતાના આ નવા ફીચર્સમાં શું લાવી રહ્યું છે.

Whatsapp Avatars
લાગી રહ્યું છે કે વ્હોટ્સ એપની પેરેન્ટ કંપની મેટા મેટાવર્સની બહાર પણ યુઝર્સને અવતાર ક્રિએટ કરવાની તક આપી રહી છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર યુઝર્સને આ ફીચર આપ્યા બાદ હવે વ્હોટ્સ એપ પર પણ ટૂંક સમયમાં આ ફીચર લોન્ચ થશે. વ્હોટ્સ એપના એન્ડ્રોઈડ માટેના બીટા વર્ઝનમાં ટેસ્ટિંગ માટે અવતાર ફીચર રોલઆઉટ કરી દવાયું છે. વ્હોટ્સ એપમાં તમને સેટિંગ્સ મેન્યુમાં હવે અવતાર નામનો નવો વિકલ્પ જોવા મળશે, જેમાં તમે તમારો પોતાનો અવતાર ક્રિએટ કરી શક્શો.
એકવાર તમે તમારો અવાતર બનાવી લીધો કે વ્હોટ્સ એપ આ અવતારના સ્ટીકર્સ તેની જાતે જ બનાવી દેશે. હવે આ સ્ટીકર્સ તમે તમારા મિત્રો કે સગા સબંધીઓ સાથે વ્હોટ્સ એપ પર શૅર કરી શકો છો. એટલું જ નહીં આ સ્ટીકર્સ યુઝર્સ વ્હોટ્સ એપ પ્રોફાઈલ પિક્ચર તરીકે પણ વાપરી શક્શે.
થોડા સમય પહેલા જ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે મેટાવર્ષમાં અવતાર માટેની એક અપડેટની જાહેરાત કરી હતી. મેટા ટૂંક સમયમાં જ અવતાર્સના પગ પણ દર્શાવશે. હાલ બધી જ એપ્સમાં અવતાર માત્ર હાથ, મોઢું અને ધડ જ બતાવે છે. ટૂંક સમયમાં યુઝર્સ પોતાના અવતાર માટે મેટાવર્સમાંથી જુદી જુદી વસ્તુઓની ખરીદી પણ કરી શક્શે.
Whatsapp Polls
છેલ્લા કેટલાક સમયથી વ્હોટ્સ એપનું પોલનું ફીચર ટેક વર્લ્ડમાં ચર્ચા જગવી રહ્યું છે. હાલમાં જ કંપનીએ પોતાના એન્ડ્રોઈડ અને આઈફોન બંને બીટા ટેસ્ટર્સ માટે વ્હોટ્સ એપ પોલનું ફીચર રોલ આઉટ કરી દીધું છે. થોડા સમય પહેલા આવેલા પોલના વર્ઝનમાં યુઝર્સ ગ્રુપમાં જ પોલ ક્રિએટ કરીને પરિણામ જોઈ શક્તા હતા, પરંતુ હવે આ ફીચર યુઝર્સ વન ટુ વન ચેટ દરમિયાન પણ યુઝ કરી શક્શે.
ગ્રુપમાં મળતા પોલ ફીચર અને વન ટુ વન ચેટમાં દેખાતા પોલનો ઈન્ટરફેસ સરખો જ હશે. ગ્રુપ પોલ્સની માફક યુઝરસ વન ટુ વન ચેટ દરમિયાન પોલમાં વધુમાં વધુ 12 વિકલ્પ એડ કરી શક્શે. આ પોલ પણ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. જ્યારે તમારે તમારા મિત્રોને કંઈ પુછવું હોય, ત્યારે આ પોલનું ફીચર ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
Media Auto-download Settings
Whatsapp પોતાના યુઝર્સ માટે મનેજ મીડિયા ઓટો ડાઉનલોડ સેટિંગ પણ લોન્ચ કરવાનુ છે. વ્હોટ્સ એપ ડેસ્કટોપના બીટા વર્ઝનમાં આ ફીચર ટેસ્ટિંગ માટે રોલઆઉટ કરી દેવાયું છે. ટૂંક સમયમાં જ યુઝર્સને વ્હોટ્સ એપ વેબ વર્ઝનમાં પણ લોન્ચ થઈ શકે છે.
આ ફીચર વાપરવા માટે તમારે વ્હોટ્સ એપમાં સેટિંગ્સમાં જવાનું રહેશે અને જો તમને સેટિંગ્સમાં મીડિયા ઓટો ડાઉનલોડ સેટિંગ્સ દેખાય, તો મે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. WABetaInfoના કહેવા પ્રમામે યુઝર્સ આ મેનેજ ઓટોડાઉનલોડ ફીચર દ્વારા ફોટોઝ, વીડિયોઝ, ડોક્યુમેન્ટ્સ, વોઈસ નોટ્સ ડાઉનલોડ કરવી કે નહીં તે નક્કી કરી શક્શે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications