Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જો તમારી પાસે છે આ ફોન, તો નહીં કામ કરે WhatsApp, જાણો લિસ્ટ
યુઝર્સની પ્રાઈવસી અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે વ્હોટ્સ એપ નિયમિત રીતે પોતાના પ્લેટફોર્મ પર નવી સુવિધાઓ લાવતું રહે છે અને સિક્યોરિટી પણ અપડેટ કરતું રહે છે. એન્ડ્રોઈડ, આઈઓસ અને વેબની સાથે સાથે બધા જ વ્હોટ્સ એપ વર્ઝનમાં નવી ઓપરેટિંગ સિસ્ટમમાં આ નવા ફીચર્સ અપડેટ કરવા માટે વ્હોટ્સ એપ પોતાની એપને અપડેટ કરે છે. પરંતુ આ નવી ઓપરેટિંગ સિસ્ટમ માટે નવી અપડેટની સાથે સાથે વ્હોટ્સ એપ જૂના સ્માર્ટ ફોન અને જૂની ઓપરેટિંગ સિસ્ટમનો સપોર્ટ પણ હટાવી દે છે. જેથી કંપની નવી ટેક્નોલોજી અપગ્રેડ કરવા પર ધ્યાન આપી શકે.

તાજેતરમાં જ વ્હોટ્સ એપે કરેલી જાહેરાત મુજબ 24 ઓક્ટોબર બાદ Android OS વર્ઝન 4.1 અને તેનાથી જૂના એન્ડ્રોઈડ પર ચાલનારા સ્માર્ટફોન માટે સપોર્ટ બંધ કરી દેશે.
વ્હોટ્સ એપના સત્તાવાર FAQ પેજ પર લખવામાં આવ્યું છે કે,’કયા સ્માર્ટફોનમાં વ્હોટ્સ એપ સપોર્ટ બંધ કરવો છે તે નક્કી કરવા માટે દર વર્ષ અમે પણ અન્ય ટેક કંપનીઓની જેમ એ ચેક કરીએ છીએ કે કયા ડિવાઈસ અને સોફ્ટવેર સૌથી જૂના છે અને તેનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા એકદમ ઓછી છે કે નહીં. આ ડિવાઈસમાં લેટેસ્ટ સિક્યોરિટી અપડેટ નથી થઈ શક્તા અથવા તો આ ઓપરેટિંગ સિસ્ટમ વ્હોટ્સ એપને સપોર્ટ નથી કરતા.’
આ એન્ડ્રોઈડ ફોનમાં વ્હોટ્સ એપ કામ કરવાનું બંધ કરશે.
અહીં અમે એન્ડ્રોઈડ ઓએસ વર્ઝન 4.1 અને તેનાથી જૂના કેટલાક લોકપ્રિય સ્માર્ટફોનની યાદી આપી છે, જેના પર આગામી મહિનાથી વ્હોટ્સ એપ કામ નહીં કરે. આ યાદીમાં Nexus 7, Samsung Galaxy Note 2, HTC one, Sony Experia Z, LG optimus Z pro, Samsung Galaxy S 2, Samsung Galaxy Nexus, HTC sensation, Motorola Droid razor, Sony Experia S2, Motorola Zoom, Samsung Galaxy Tab 10.1, Asus EE pad Transformer, Aser Iconia tab A5003, Samsung Galaxy S, HTC Desire HD, LG Optimus 2X, Sony Ericson Experia Arc 3 સામેલ છે.
આ લિસ્ટમાંના મોટા ભાગના સ્માર્ટ ફોન ખૂબ જૂના છે, જેનો ઉપયોગ ભાગ્યે જ કોઈ યુઝર્સ કરે છે. તેમ છતાંય, તો તમારી પાસે આમાંથી કોઈ સ્માર્ટફોન છે, તો તમારે નવા ડિવાઈસમાં અપગ્રેડ કરવા પર વિચાર કરવો જોઈએ. કારણ કે માત્ર વ્હોટ્સ એપ જ નહીં અન્ય એપ્સ પણ જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર પોતાનો સપોર્ટ બંધ કરી દેતા હોય છે. આ ઉપરાં, નવી સુરક્ષા અપડેટ વગર, તમારો ફોન હેકર્સ ઝડપથી હેક કરી શકે છે.
જો તમારે તમારો ફોન એન્ડ્રોઈડના કયા વર્ઝન પર કામ કરે છે, તે ચેક કરવા માટે તમે સેટિંગ્સ મેન્યુમાં જઈ શકો છો. સેટિંગ્સમાં જઈને અબાઉટ ફોનમાં સોફ્ટવેર ઈન્ફોર્મેશન પર જઈને તમે ઓપરેટિંગ સિસ્ટમ વિશે જાણી શકો છો.
જો વ્હોટ્સ એપ સપોર્ટ હટાવી દેશે તો શું થશે?
વ્હોટ્સ એપના કહેવા પ્રમાણે વ્હોટ્સ એપ પહેલા તો આ સ્માર્ટ ફોન યુઝર્સને ડિવાઈસ અપગ્રેડ કરવા અંગે જાણ કરશે. જો તમારું ડિવાઈસ અપડેટેડ નથી, તો વ્હોટ્સ એપ આ ડિવાઈસ પર કામ નહીં કરે. એટલે કે તમે વ્હોટ્સ એપ પર ન તો કોઈ મેસેજ મેળવી શક્શો, ન તો કોલ કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications