Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Diwaliથી આ સ્માર્ટફોનમાં વ્હોટ્સ એપ થઈ જશે બંધ, વાંચો લિસ્ટ
Whatsapp વિશ્વની સૌથી વધુ વપરાતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ છે. આ એપ મહિને લગભગ 200 કરોડથી વધારે લોકો યુઝ કરે છે. ભારત આ એપના સૌથી મોટા માર્કેટમાંનું એક છે, કારણ કે માત્ર આપણા દેશમાં જ વ્હોટ્સ એપના 50 કરોડથી વધારે યુઝર્સ છે. દિવાળીનો તહેવાર શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે ઘણા લોકો વ્હોટ્સ એપ પર એકબીજાને શુભેચ્છા પાઠવતા હોય છે. પરંતુ, વ્હોટ્સ એપ યુઝર માટે આ દિવાળી પર એક ખરાબ સમાચાર આવ્યા છે.

આ દિવાળીથી કેટલાક સ્માર્ટ ફોન્સમાં વ્હોટ્સ એપ કામ કરતું બંધ થઈ જવાનું છે. જો તમે જૂનો આઈફોન કે એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન વાપરો છો, તો શક્ય છે કે તમે તમારા ફેમિલી અને ફ્રેન્ડ્ઝનો વ્હોટ્સ એપ પર સંપર્ક નહીં કરી શકો. 24 ઓક્ટોબર એટલે કે બરાબર દિવાળીના દિવસથી જ વ્હોટ્સ એપ કેટલાક જૂના આઈઓએસ અને એન્ડ્રોઈડ સ્માર્ટ ફોનનો સપોર્ટ બંધ કરી રહી છે.
આ આઈફોન્સમાં નહીં કામ કરે વ્હોટ્સ એપ
iOS 10, iOS 11 પર ચાલતા આઈફોન્સમાં વ્હોટ્સ એપ પોતાનો સપોર્ટ બંધ કરી રહી છે. વધુમાં iPhone 5, iPhone 5Cના યુઝર્સ પણ પોતાના આ સ્માર્ટફોનમાં વ્હોટ્સ એપનો ઉપયોગ નહીં કરી શકે. ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપના જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં એપ પર એવા કેટલાક ફંક્શન લોન્ચ થવાના છે, જે આ આની ઓએસ કે આઈઓએસ ધરાવતા સ્માર્ટ ફોનમાં કામ નહીં કરે, પરિણામે કંપની આ ફોન પર એપનો સપોર્ટ બંધ કરી રહી છે.
વ્હોટ્સ એપ હાલ iOS 12 અથવા તેનાથી અપગ્રેડેડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા ડિવાઈસિસને સપોર્ટ કરે છે. જો તમે પણ વ્હોટ્સ એપ વાપરો છો, તો અમારી તમને સલાહ છે કે તમારે તમારા ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમનું લેટેસ્ટ વર્ઝન અપગ્રેડ કરી લેવું જોઈએ. કારણ કે વ્હોટ્સ એપના બધા જ નવા ફીચર્સ માત્ર નવી ઓએસને જ સપોર્ટ કરે છે.
આ એન્ડ્રોઈડ ફોનમાં બંધ થઈ જશે વ્હોટ્સ એપ
વ્હોટ્સ એપ સપોર્ટેડ ડિવાઈસિઝ પેજ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે Android 4.1 અને તેનાથી જૂની એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા સ્માર્ટ ફોન્સમાં પણ વ્હોટ્સ એપ નહીં વાપરી શકાય.
યુઝર્સે વ્હોટ્સ એપ વાપરવા માટે પોતાનો સ્માર્ટ ફોન અથવા તો ઓપરેટિંગ સિસ્ટમ અપગ્રેડ કરવી પડશે. પરંતુ જૂના ફોનમાં એક હદથી વધારે ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવી શક્ય નથી હોતી, એટલે જો તમે આટલા જૂના સ્માર્ટ ફોન વાપરો છો, તો તમારે વ્હોટ્સ એપનો ઉપયોગ ચાલુ રાખવા માટે અપગ્રેડેડ સ્માર્ટ ફોનની જ જરૂર પડશે.
વ્હોટ્સ એપ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના દ્વારા જે જૂના ડિવાઈસ કે સોફ્ટવેર પર સપોર્ટ બંધ કરવામાં આવનાર છે, તે ખૂબ જ ઓછા લોકો વાપરી રહ્યા છે. સાથે જ કંપનીનું કહેવું છે કે આ જૂના ડિવાઈસિઝમાં લેટેસ્ટ સિક્યોરિટી અપડેટ્સ પણ નથી, પરિણામે આ ડિવાસિઝ પર વ્હોટ્સ એપ વાપરતું લેટેસ્ટ ડિવાઇસિઝ જેટલું સુરક્ષિત પણ નથી.
કંપની જૂના સ્માર્ટ ફોનમાં સપોર્ટ બંધ કરતા પહેલા એપમાં જ પોતાના યુઝર્સને ઓપરેટિંગ સિસ્ટમ અપગ્રેડ કરવા માટે નોટિફિકેશન આપવાની છે. જેથી યુઝર્સ સમયાનુસાર પોતાનો ફોન અપગ્રેડ કરીને એપનો ઉપયોગ ચાલુ રાખી શકે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications