Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp લાવશે નવું ફીચર, હવે મેસેજ એડિટ કરી શક્શે યુઝર

WhatsApp પોતાના યુઝર્સની પ્રાઈવસી અને એપ એક્સપીરિયન્સને વધું સારો બનાવવા માટે લગભગ દર મહિને એક નવું ફીચર લોન્ચ કરી રહ્યું છે. લેટેસ્ટ એપ અપડેટમાં પણ વ્હોટ્સ એપે iOS માટે પિક્ચર ઈન પિક્ચર મોડ, કેપ્શનની સાથે મીડિયા ફોરવર્ડ કરવાનું ફીચર, સેલ્ફ મેસેજ અને iOS, Android અને વેબ યુઝર્સ માટે નવી સુવિધાઓ શરૂ કરી છે. પરંતુ આ નવા ફીચરની રિલીઝની સાથે સાથે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપના ડેવલપર્સ હજી નવા ફીચર્સ અને એપ અપડેટ પર કામ કરી રહ્યા છે. ચાલો જાણીએ કે વ્હોટ્સ એપ હવે આગામી સમયમાં કયા નવા ફીચર્સ લોન્ચ કરવાની છે.
Wabetainfoના રિપોર્ટ મુજબ વ્હોટ્સએપના તમામ લેટેસ્ટ ડેવલપમેન્ટ ટ્રેક કરનારી સાઈટ પરથી જાણવા મળી રહ્યું છે કે જે વ્હોટ્સએપના ડેવલપર્સ એક નવા ફીચર પર કામ કરી રહ્યા છે, જે યુઝર્સને મેસેજ એડિટ કરવાની પરવાનગી આપશે. આ રિપોર્ટ મુજબ,’વ્હોટ્સ એપ ભવિષ્યની અપડેટમાં મેસેજ એડિટ કરવાનું ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે.’
આ રિપોર્ટ મુજબ નવા એડિટ મેસેજ ફીચર દ્વારા કોઈ પણ યુઝર મેસેજને એક નક્કી ટાઈમ લિમિટની અંદર એડિટ કરી શક્શે. શરૂઆતમાં આ ટાઈમ લિમિટ 15 મિનિટ હોઈ શકે છે. આ ફીચર દ્વારા યુઝર્સે જો મેસેજમાં કોઈ ભૂલ કરી હોય, તો તે એડિટ કરી શક્શે, અથવા તો ઓરિજિનલ મેસેજમાં વધુ માહિતી પણ એડ કરી શક્શે. ઉલ્લેખનીય છે કે વ્હોટ્સ એપ પહેલા જ યુઝર્સને મેસેજ ડિલીટ કરવાની સુવિધા આપી રહ્યું છે. પરંતુ એડિટ મેસેજ ઓપ્શન યુઝર્સનું કામ વધુ સરળ બનાવશે. હવે યુઝર્સે આખો મેસેજ ડિલીટ કરવાની જરૂર નથી, તેઓ મોકલેલા મેસેજમાં જેટલી માહિતી ઈચ્છે તેટલી એડિટ કરી શકે છે.
WhatsApp iOS માટે પણ કરી રહ્યું છે અપડેટ
વ્હોટ્સ એપનું એડિટ મેસેજ ઓપ્શન માત્ર વ્હોટ્સ એપના લેટેસ્ટ વર્ઝનને જ સપોર્ટ કરશે. આ એડિટ મેસેજ ઓપ્શન દ્વારા કોઈ મીડિયા કેપ્શન એડિટ નહીં કરી શકાય. હાલના સમયમાં આ ફીચર પર iOS યુઝર્સ માટે ડેવલપર્સ કામ કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ બીટા ટેસ્ટિંગ માટે પણ આ ફીચર લોન્ચ થઈ શકે છે. યુઝર્સને આગામી એપ અપડેટ દરમિયાન આ ફીચર મળી શકે છે.
આ સાથે જ વ્હોટ્સ એપ આઈઓએસ યુઝર્સ માટે એક બીજા ફીચર પર પણ કામ કરી રહ્યું છે, જેના દ્વારા આઈઓએસ ડિવાઈસને ઈમેજ ક્વોલિટી બદલવાની સુવિધા આપશે. આ ફીચરનું હાલ બીટા ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં જ વ્હોટ્સ એપ આ ફીચરને બધા જ યુઝર્સ માટે રોલઆઉટ કરશે.
વ્હોટ્સએપ ચેટ સેટિંગમાં મળશે ફોટો ક્વોલિટી ઓપ્શન
હાલના સમયમાં વ્હોટ્સએપ ડેટા બચાવવા માટે બધા જ ફોટોઝને કોમ્પ્રેસ કરે છે. એટલે હાઈ ક્વોલિટી ફોટો મોકલવા માટે યુઝર્સે પોતાના ફોટોઝને ડોક્યુમેન્ટ તરીકે મોકલવા પડે છે. પરંતુ ફોટો ક્વોલિટી ઓપ્શનને કારણે યુઝર્સે હવે ઈમેજને ઈમેજ તરીકે જ મોકલી શક્શે.
વ્હોટ્સ એપના એન્ડ્રોઈડ યુઝર્સ માટે છે ફીચર
વ્હોટ્સ એપ ડેસ્કટોપ યુઝર્સ માટે પણ આ ઈમેજ ક્વોલિટી ફીચર લોન્ચ કરવાનું છે. આ દરમિયાન એન્ડ્રોઈડ યુઝર્સ માટે આ ફીચર પહેલા જ ઉપલબ્ધ છે. ફોટો ક્વોલિટી સેટિંગ બદલવા માટે એન્ડ્રોઈડ યુઝર્સે વ્હોટ્સ એપ સેટિંગમાં જઈને સ્ટોરેજ અને ડેટા વિકલ્પમાં જવું પડશે. જ્યાં તમને મીડિયા અપલોડ ક્વોલિટીની અંદર ફોટો ક્વોલિટી સેટિંગ મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications