એક સાથે બે ડિવાઈસમાં વાપરી શકાશે WhatsAppનું એક અકાઉન્ટ, જાણો સ્ટેપ્સ

By Gizbot Bureau
|

આપણે બધા જ વ્હોટ્સએપ વાપરીએ છીએ. વ્હોટ્સએપ આપણા ઘણા કામ સરળ બનાવી દે છે. વ્હોટ્સ એપની મદદથી આપણે મિત્રો, સંબંધીઓ સાથે સરળતાથી જોડાઈ શકીએ છીએ, કામ પૂરા થઈ શકે છે. જો તમે પણ આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હશો, તો તમને ખ્યાલ જ હશે કે આ પ્લેટફોર્મ રોજેરોજ પોતાના ફીચર્સ અપગ્રેડ કરે છે. અત્યાર સુધી વ્હોટ્સ એપ પોતાના ઘણા ફીચર્સ અપગ્રેડ કરી ચૂક્યું છે, જેના કારણે યુઝર્સ એપને વધુ સરળતાથી વાપરી શકે છે. તાજેતરમાં જ વ્હોટ્સ એપે નવો કમ્પેનિયન મોડ લોન્ચ કર્યો છે. અમે તમને જણાવીશું કે આ ફીચર કેવી રીતે કામ કરે છે, અને કેમ ઉપયોગી છે.

એક સાથે બે ડિવાઈસમાં વાપરી શકાશે WhatsAppનું એક અકાઉન્ટ, જાણો સ્ટેપ્સ

WhatsApp Companion મોડ શું છે?

તાજેતરમાં જ વ્હોટ્સ એપે કમ્પેનિયન મોડ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ એક જ નંબરના વ્હોટ્સ એપ અકાઉન્ટને સ્માર્ટ ફોન અને ટેબ્લેટ પર એક જ સમયે વાપરી શક્શે. આ માટે તમારે અલગથી વ્હોટ્સ એપનું અકાઉન્ટ નહીં બનાવવું પડે. તાજેતરમાં જ આવેલા રિપોર્ટ મુજબ વ્હોટ્સ એપ યુઝર્સ હવે ડેસ્કટોપ વર્ઝનની જેમ જ ટેબ્લેટ પર પણ પોતાનું અકાઉન્ટ સિંક કરીને વાપરી શક્શે.

એક સાથે 4 ડિવાઈસમાં કરો વ્હોટ્સ એપનો ઉપયોગૉ

વ્હોટ્સ એપના કમ્પેનિયન મોડની મદદથી યુઝર્સ એક જ સમયે પોતાના સ્માર્ટ ફોન સહિત ત્રણ ડિવાઈસમાં એક સાથે કનેક્ટ રહી શકે છે. રિપોર્ટ્સ મુજબ વ્હોટ્સ એપે પોતાનું આ ફીચર એન્ડ્રોઈડ બીટા યુઝર્સ માટે જાહેર કરી દીધું છે. આ ફીચરની મદદથી યુઝર્સ મલ્ટીપલ ડિવાઈસિઝ પર રજિસ્ટ્રેશન સ્ક્રીનની મદદથી એ કજ સમયે વ્હોટ્સ એપ વાપરી શક્શે. જ્યારે તમે તમારું પ્રાઈમરી અકાઉન્ટ બીજા ડિવાઈસ પર લિંક કરશો, ત્યારે તમારા સ્માર્ટફોનનો ડેટા બીજા ડિવાઈસ સાથે જાતે જ સિંક તઈ જશે. તમારા અને તમારા અકાઉન્ટ સાથે જોડાયેલી બધી જ માહિતી એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે. સાથે જ જ્યારે કોઈ તમને વ્હોટ્સ એપ મેસેજ કરશે, તો આ મેસેજ એક સાથે બધી જ ડિવાઈસ પર ફ્લેશ થશે.

બીટા યુઝર્સ વાપરી રહ્યા છે ફીચર

તમને જણાવી દઈએ કે હાલ વ્હોટ્સ એપના કમ્પેનિયન મોડ ફીચરનો ઉપયોગ વ્હોટ્સ એપના માત્ર બીટા યુઝર્સ જ કરી શકે છે. આશા છે કે આગામી સમયમાં આ ફીચરનો ઉપયોગ વ્હોટ્સ એપના બધા જ યુઝર્સ કરી શક્શે. જો તમે બાકીના યુઝર્સ પહેલા આ ફીચરનો ઉપયોગ કરવા ઈચ્છો છો, તો તમે પણ નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરી શકો છો.

સ્ટેપ 1 – સૌથી પહેલા તમારા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર એપને ઓપન કરો.

સ્ટેપ 2 – હવે સર્ચ બારમાં જઈને વ્હોટ્સ એપ સર્ચ કરો.

સ્ટેપ 3 – વ્હોટ્સ એપનું પેજ ખુલી જાય એટલે સ્ક્રોલ કરીને નીચે આવો અને અહીં તમને Become A Beta Testerનો વિકલ્પ મળશે.

સ્ટેપ 4- આ વિકલ્પ પસંદ કરીને હવે I am In પર ક્લિક કરો. બાદમાં તમારે જોઈન વિકલ્પ પર ક્લિક કરવાનું છે.

આટલું કરતા જ તમે વ્હોટ્સ એપના બીટા વર્ઝનના સભ્ય બની જશો. જ્યારે જ્યારે વ્હોટ્સ એપ પોતાના નવા ફીચર્સ બીટા વર્ઝન માટે લોન્ચ કરશે, તો તમે આ ફીચર્સ બીજા યુઝર્સ કરતા પહેલા વાપરી શક્શો.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Will Soon Allow You To Use the App on at Least Two Phones Simultaneously

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X