WhatsAppમાં 2023માં આવશે આ નવા ફીચર્સ, એપ બનશે વધુ આકર્ષક

By Gizbot Bureau
|

Metaની માલિકીની ઈન્સટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સ એપ રોજેરોજ નવા ફીચર્સ લોન્ચ કરી રહી છે. યુઝર્સને સારો અનુભવ આપવા માટે અને યુઝર્સના ડેટાની સુરક્ષા વધારવા માટે કંપની નવા ફીચર્સ લાવી રહી છે. 2022માં વ્હોટ્સ એપ મેસેજ રિએક્શન, કમ્યુનિટી, મેસેજ યોરસેલ્ફ, એડિટિંગ ટૂલ્સ સહિતના સંખ્યાબંધ ફીચર્સ રિલીઝ કરી ચૂકી છે. વ્હોટ્સ એપ આ વર્ષે એટલે કે 2023માં પણ યુઝર્સને કોલિંગ માટે વધુ સારી વોઈસ અને વીડિયો ક્વોલિટી, મેસેજ ક્વોલિટી આપવા માટે તાયરી કરી રહી છે. અહીં અમે તમને કેટાલક એવા ફીચર્સ વિશે જણાવીશું, જે આ વર્ષે વ્હોટ્સ એપ રિલીઝ કરવાની છે.

WhatsAppમાં 2023માં આવશે આ નવા ફીચર્સ, એપ બનશે વધુ આકર્ષક

રિપોર્ટિંગ સ્ટેટસ અપડેટ

આ ફીચર અંતર્ગત યુઝર્સ કોઈ પણ વ્યક્તિએ તેમને મોકલેલા મેસેજને રિપોર્ટ કરી શક્શે, અને મેસેજ મોકલનારને આ અંગે જાણ પણ નહીં થાય. હાલ મેટાના ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સ એપમાં આ ફીચર્સ ઓલરેડી અવેલેબલ છે. એકવાર યુઝર અન્ય યુઝરના સ્ટેટસને રિપોર્ટ કરશે, ત્યારબાદ વ્હોટ્સ એપ તે રિપોર્ટને રિવ્યુ કરીને આગળ એક્શન લેશે.

5 ચેટને કરી શકાશે પિન

મળતી માહિતી પ્રમાણે વ્હોટ્સ એપ હાલ 5 ચેટને પિન કરી શકાય, તે માટેના ફીચર પર કામ કરી રહી છે. હાલ વ્હોટ્સ એપમાં યુઝર્સ એક સાથે માત્ર 3 ચેટને જ પિન કરી શકે છે. કંપની આ મર્યાદા વધારીને 5ની કરવા જઈ રહી છે.

View Once Text

વ્હોટ્સ એપ ટૂંક સમયમાં જ એવું ફીચર લોન્ચ કરવાની છે જેમાં યુઝર જેવો મેસેજ વાંચી લેશે કે તરત જ એ મેસેજ યુઝરના ચેટબોક્સમાંથી ડિલીટ થઈ જશે. આ ફીચરને પગલે યુઝર્સને કોઈ સેન્સિટિવ ઈન્ફોર્મેશન ધરાવતા મેસેજ ડિલીટ કરવાની જરૂર નહીં પડે, મેસેજ તેની જાતે જ ડિલીટ થઈ જશે. હાલ વ્હોટ્સ એપ આવી સુવિધા ઈમેજ માટે આપી રહી છે. કંપની વ્યુ વન્સ મેસેજ ફીચરને ડેવલપ કરવા પર કામ કરી રહી છે, ટૂંક સમયમાં જ આ ફીચર બીટા ટેસ્ટિંગ માટે મળવાની શક્યતા છે.

Search Messages by Date

નામ પ્રમાણે જ આ ફીચર દ્વારા યુઝર પોતાના ઈનબોક્સમાં તારીખ પ્રમાણે કોઈ પણ કન્વર્ઝેશને શોધી શક્શે. એટલે સંખ્યાબંધ મેસેજમાંથી જોઈતી માહિતી ધરાવતા મેસેજ શોધવાનું સરળ બનશે. હાલ આ ફીચર બીટા ટેસ્ટિંગમાં છે, ટૂંક સમયમાં જ આ ફીચર કંપની બધા જ યુઝર્સ માટે રોલઆઉટ કરવાની છે.

Picture in Picture mode for Video calls

PIP મોડ દ્વારા યુઝર્સ વ્હોટ્સ એપ વીડિયો કોલ્સ દરમિયાન બીજી એપ્સનો ઉપયોગ કરી શક્શે, અને મોબાઈલ ફોનના બીજા ઉપયોગ પણ કરી શક્શે. આ ફીચર દ્વારા તમારા વીડિયો કોલની વિન્ડો એકમદ નાની થઈ જશે, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ ખસી શક્શે, અને યુઝર વ્હોટ્સ એપને મિનીમાઈઝ કરીને બીજી એપ્સનો ઉપયોગ કરી શક્શે. હાલ એન્ડ્રોઈડ યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરી રહ્યા છે. હવે આઈફોન માટે વ્હોટ્સ એપ આ ફીચર લોન્ચ કવરા જઈ રહી છે.

WhatsApp Desktop માટે સ્ક્રીનલોક

WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે યુઝર્સને તેમની ડેસ્કટોપ એપ ખોલવા માટે પાસવર્ડ સેટ કરવા દેશે. એપ્લિકેશન ખોલવા માટે પાસવર્ડ સેટ કરવાની સુવિધા Android અને iOS પર WhatsApp યુઝર્સ માટે પહેલેથી જ ઉપલબ્ધ છે, અને ટૂંક સમયમાં જ WhatsApp વેબ યુઝર્સ પણ તેમની ડેસ્કટોપ એપ્લિકેશન માટે પાસવર્ડ સેટ કરી શકશે. આ સુવિધા આગામી મહિનાઓમાં Windows અને macOS બંને માટે ઉપલબ્ધ થઈ શકે છે.

WhatsApp Desktop માટે મલ્ટીપલ ચેટ સિલેક્શન

વોટ્સએપના ડેસ્કટોપ વર્ઝનમાં યુઝર્સને એકસાથે જુદા જુદા ચેટ પસંદ કરવાની સુવિધા નથી. જો કે, આ ફીચર WhatsAppના Android અને iOS વર્ઝન પર ઉપલબ્ધ છે. આ સુવિધા વપરાશકર્તાઓને વાંચેલા વ્યક્તિગત ચેટ્સને કાઢી નાખવા, આર્કાઇવ કરવા અથવા માર્ક કરવાની મંજૂરી આપે છે. WABetaInfo અનુસાર, હાલમાં આ ફીચરનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Will Launch New Features in 2023 Know the List

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X