Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp પર અજાણ્યા કોલ્સ, મેસેજ જાતે જ થઈ જશે બ્લોક, અહીંયા જાણો રીત
ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp રોજેરોજ નવી અપડેટ્સ લઈને આવે છે. હવે સામે આવેલા સમાચાર પ્રમાણે વ્હોટ્સ એપ પોતાના યુઝર્સની સિક્યોરિટીને વધુ મજબૂત કરવા માટે, વધુ સુરક્ષિત કરવા માટે એક સિક્યોરિટી ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, જે તમને અજાણ્યા કોલ્સ અને મેસેજથી છૂટકારો અપાવશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી વ્હોટ્સ એપ પર ફેક મેસેજિસ અને કોલ્સ જોવા મળી રહ્યા છે, જેનાથી હવે રાહત મેળવવાનો પ્લાન વ્હોટ્સ એપે રેડી કરી નાખ્યો છે. વ્હોટ્સ એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે યુઝર્સની પ્રાઈવસી માટે મહત્વનું સાબિત થશે. ચાલો વ્હોટ્સ એપના આ નવા ફીચર વિશે વિસ્તારથી જાણી લઈએ.

ક્યારે આવશે આ નવું ફીચર?
આ ફીચર સૌથી પહેલા વ્હોટ્સ એપના બીટા ટેસ્ટર માટે ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં જ બધા જ યુઝર્સ માટે રોલઆઉટ થવાની પણ શક્યતાઓ છે. આ ફીચરને તાજેતરમાં જ WABetainfo અપડેટમાં સ્પોટ કરવામાં આવ્યું હતું. જ્યાં આ એક જ નહીં, તેની સાથે બીજા બે નવા ફીચર પણ રોલઆઉટ થવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બોટ અને સ્પામ અકાઉન્ટ થશે બ્લોક
આ લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે વ્હોટ્સ એપ બધા જ અજાણ્યા કોલ્સ અને મેસેજને બ્લોક નહીં કરે, પરંતુ આ ફીચર બોટ અને સ્પામ અકાઉન્ટની ઓળખ કરીને માત્ર તેને જ બ્લોક કરશે. સરળ શબ્દોમાં સમજીએ તો આ એપ એા મેસેજિસ અને કોલ્સને બ્લોક કરી દેશે, જે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં નથી અને તમને ઓછા સમયમાં વધારે પડતા કે સતત મેસેજ મોકલી રહ્યા છે.
વ્હોટ્સ એપના આ નવા ફીચરનો ઉપયોગ કરવા નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારું વ્હોટ્સ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે તમારા વ્હોટ્સ એપમાં દેખાતા ત્રણ ડોટ્સ મેન્યુ પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે અહીં દેખાતા પ્રાઈવસી ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 4: બાદમાં Advanced ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 5: હવે Block Unknown Account Messages અનેબલ કરો.
પ્રાઈવસી પર વ્હોટ્સ એપનું ખાસ ધ્યાન
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી વ્હોટ્સ એપ પર પ્રાઈવસીને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. ઈન્ટરનેશનલ ફેક કોલને કારણે આ વિવાદને વેગ મળ્યો હતો. જેને કારણે વ્હોટ્સ એપ હવે સિક્યોરિટી પર વધારે ધ્યાન આપીને નવા નવા ફીચર એડ કરી રહ્યું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
