WhatsApp પર ભૂલથી પણ આવું ન કરતા, નહીં તો અકાઉન્ટ થઈ જશે હેક

By Gizbot Bureau
|

WhatsApp આજના સમયમની સૌથી પોપ્યુલર ઈન્સ્ટન્ટ ચેટિંગ એપ છે. જો કે આવી મોટી એપના યુઝર બેઝ પણ મોટા હોય છે, એટલે મેટાનું આ પ્લેટફોર્મ હંમેશા સાઈબર ક્રાઈમના ફ્રોડસ્ટર્સની નજરમાં રહે છે. WhatsApp યુઝર્સને ઠગવા માટે સાઈબર ગુનેગારો રોજેરોજ નવી નવી રીતો અપનાવતા રહે છે. એટલે જ મેટા WhatsApp અકાઉન્ટની સિક્યોરિટી વધારતી રહે છે, જો કે, તેમ છતાંય યુઝર્સને પોતાના અકાઉન્ટ સિક્યોરિટીનો ડર રહ્યા કરે છે.

WhatsApp પર ભૂલથી પણ આવું ન કરતા, નહીં તો અકાઉન્ટ થઈ જશે હેક

જો તમે પણ વ્હોટ્સ એપનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમે વ્હોટ્સએપની જ કેટલીક ગાઈડલાઈન્સનું પાલન કરીને તમારા અકાઉન્ટને વધારે સિક્યોર બનાવી શકો છો. અકાઉન્ટ સિક્યોરિટી માટે વ્હોટ્સએપ પણ પોતાના યુઝર્સને કેટલીક ખાસ ટિપ્સ આપે છે, જેનાથી તમે તમારુ અકાઉન્ટ હેક થતું બચાવી શકો છો.

આવી ભૂલ ન કરતા

WhatsApp અકાઉન્ટની સિક્યોરિટી માટે ખાસ જરૂરી વાત એ છે કે તમારે હંમેશા એપનું લેટેસ્ટ અપડેટેડ વર્ઝન જ યુઝ કરવું જોઈએ. જો તમે આ મામલે લાપરવાહી કરશો, તો તમારા અકાઉન્ટને હેક કરવું સરળ બની શકે છે.

WhatsApp અકાઉન્ટ અપડેટ કરવું કેમ જરૂરી છે?

વ્હોટ્સ એપ પોતાના યુઝર્સની સિક્યોરિટી માટે સમયાંતરે નવી અપડેટ્સ આપતું રહે છે. આ નવી અપડેટ્સમાં નવા ફીચર્સ પણ હોય છે, જેને કારણે એપ પાછલા વર્ઝન કરતા વધારે સિક્યોર બને છે. આમ તો વ્હોટ્સ એપને અલગથી અપડેટ કરવાની જરૂર નથી હોતી, કારણ કે તે ઓટો અપડેટ થઈ જાય છે. પરંતુ WhatsApp અકાઉન્ટની સિક્યોરિટી માટે યુઝર્સને સલાહ છે કે તેઓ સમયાંતરે પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી પોતાની એપ અપડેટ કરતા રહે.

WhatsApp એક્સેસ ન કરી શકો તો આ કામ કરો

જો તમે તમારા WhatsApp અકાઉન્ટને એક્સેસ નથી કરી શક્તા, તો કોઈ ચિંતાની વાત નથી. વ્હોટ્સ એપ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ યુઝર્સ પોતાના નંબરને બીજીવાર રજિસ્ટર કરી શકે છે. વ્હોટ્સ એપનો દાવો છે કે અકાઉન્ટનું એક્સેસ તમારી પાસે ન હોય, તો પણ કોઈ બીજું તમારા ચેટ નહીં વાંચી શકે. એટલે કે તમારી અંગત વાતો અને તમારું ચેટ એકદમ સિક્યોર રહે છે.

જો કે, આ બધી વાતોનું ધ્યાન રાખવાની સાથે સાથે તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે ક્યારેય કોઈને પોતાનો ઓટીપી ન આપો. ક્યારેય કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરો. તમારો ફોન ક્યારે કોઈ અજાણ્યા વ્યક્તિના હાથમાં ન આપો. આ રીતે પણ તમારું અકાઉન્ટ હેક થઈ શકે છે.

Best Mobiles in India

English summary
WhatsApp will be safe from hackers just follow these tips

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X