Just In
વોટ્સએપ દ્વારા વેબ માટે ઈમેજ એડિટર ની સાથે બીજા ફીચર્સ લોન્ચ કરવા માં આવ્યા
વોટ્સએપ દ્વારા તેમના બ્રાઉઝર વરઝ્ન વોટ્સએપ વેબ માટે અમુક નવા ફીચર્સ ને લોન્ચ કરવા માં આવ્યા છે. જેમાં એક સૌથી વધુ ઉપીયોગી ફીચર ઈમેજ એડિટર નું છે જેમાં હવે તમે વોટ્સએપ વેબ પર થી જયારે પણ કોઈ ઈમેજ ને મોકલશો ત્યારે તમને પહેલા તેને એડિટ કરવા ની અનુમતિ આપવા માં આવશે કે જે વોટ્સએપ વેબ ને તેના મોબાઈલ વરઝ્ન થી ખુબ જ નજીક લઇ આવે છે. અને આ નવા અપડેટ ની સાથે વોટ્સએપ ની અંદર નવા ઈમોજી ને પણ જોડવા માં આવ્યા છે. અહીં બધા જ નવા બદલાવ વિષે વાત કરવા માં આવી છે.

નવું ઈમેજ એડિટર
એપ ની અંદર જે નવું ઈમેજ એડિટિંગ ટૂલ આપવા માં આવેલ છે તે ડ્રોઈંગ ટૂલ નો એક ભાગ છે. કે જે યુઝર્સ ને પિક્ચર્સ મોકલતા પહેલા તેને ટ્વિક કરવા ની અનુમતિ આપે છે. આ ફીચર ને વોટ્સએપ ના મોબાઈલ વરઝ્ન ની અંદર ઘણા સમય થી આપવા માં આવી રહ્યું છે જેની અંદર યુઝર્સ વસ્તુઓ ને માર્ક કરી શકે છે અને ફિલ્ટર્સ અને ટેક્સ્ટ પણ એડ કરી શકે છે.
અને હવે આ ફીચર ને વોટ્સએપ વેબ માટે પણ ઉપલબ્ધ કરી દેવા માં આવેલ છે જેની અંદર યુઝર્સ ઈમેજ પર ડુડલ કરી શકે છે, ટેક્સ્ટ, ઈમોજી અને સ્ટીકર્સ પણ એડ કરી શકે છે. અને આ ફીચર ની મદદ થી યુઝર્સ ફોટો ને ક્રોપ પણ કરી શકે છે અને તેને મોકલતા પહેલા રોટેટ પણ કરી શકે છે.
વપરાશકર્તાઓ સંભવત આ સાધનોને એ જ રીતે અમલમાં મૂકી શકશે જે રીતે તેઓ એપ્લિકેશનના મોબાઇલ સંસ્કરણોમાં ઉપયોગમાં લેવાય છે. ચેટ વિન્ડો પર મોકલવા માટે ઈમેજ પસંદ કર્યા પછી, ડુડલ્સ અને સપોર્ટેડ એલિમેન્ટ્સ ઉમેરવા માટેના સાધનો મોકલો બટન સાથે સ્ક્રીન પર દેખાવા જોઈએ. આ સમયે, વપરાશકર્તાઓ ઇમેજને તેઓ ઇચ્છે તે રીતે સંપાદિત કરી શકશે, અથવા જો તેઓ પસંદ કરશે તો તેને સીધી મોકલી શકશે.
નવા ઈમોજી
વોટ્સએપ દ્વારા તેમના નવા વરઝ્ન 2.21.16.10 ની સાથે નવા ઈમોજી ને પણ જોડવા માં આવી રહ્યા છે. અને આ નવા ઈમોજી ને બંને એન્ડ્રોઇડ અને આઇઓએસ એપ ની અંદર લોન્ચ કરવા માં આવશે. અને આ નવા ઈમોજી ને વોટ્સએપ ની બીટા વરઝ્ન એપ ની અંદર જોવા માં આવ્યા હતા.
નવા ઈમોજી ની અંદર કપલ, કપલ કિસિંગ, અને સ્પાર્કલ આંખો સાથે ના ડિઝલ ફેસ, માટે નવા સ્કિન ટોન ને લોન્ચ કરવા માં આવ્યા છે અને તેની સાથે નવા ક્લાઉડ ઈમોજી ની અંદર ફેસ પણ આપવા માં આવેલ છે. અને મેન અને વુમન માટે પણ નવા સ્કિન ટોન અને નવી હેર સ્ટાઇલ ની સાથે ઈમોજી ને લોન્ચ કરવા માં આવશે. અને માત્ર તેટલું જ નહિ પરંતુ મેન અને વુમન બંને નવા નવા બીઅર્ડ ની સાથે પણ ઈમોજી ને લોન્ચ કરવા માં આવશે. અને એવું જાણવા મળ્યું છે કે વોટ્સએપ પર નવા 217 ઈમોજી ને એડ કરવા માં આવશે.
પરંતુ જો તમે અત્યારે આ ઈમોજી નો સંપૂર્ણ ઉપીયોગ કરવા માંગતા હોવ તો સેન્ડર અને રીસીવર બંને યુઝર્સ ની પાસે વોટ્સએપ નું બીટા વરઝ્ન હોવું જરૂરી છે. જેનો અર્થ એ થાય છે કે જો તમે અત્યારે વોટ્સએપ ના લેટેસ્ટ બીટા વરઝ્ન નો ઉપીયોગ કરી રહ્યા છો તો તમે આ નવા ઈમોજી ને માત્ર એ યુઝર્સ ને જ મોકલી શકશો કે જેમની પાસે પણ વોટ્સએપ નું લેટેસ્ટ બીટા વરઝ્ન હોઈ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470