Whatsappની ચેતવણી, વીડિયો કૉલથી આવી શકે છે વાઈરસ

By Gizbot Bureau
|

Whatsapp દ્વારા પોતાના યુઝર્સને એપની સિક્યોરિટીમાં મળી આવેલા એક બગ વિશે ચેતવણી આપવામાં આવી છે. મેટાએ પોતાના યુઝર્સને આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ તાત્કાલિક અપડેટ કરવા માટે પણ કહ્યું છે. એપમાં મળેલા 2 ક્રિટિકલ બગને કારણે હેકર્સ વીડિયો કોલ દરમિયાન યુઝર્સના ડિવાઈસમાં વાઈરસ ઈનપુટ કરી શકે છે. વ્હોટ્સ એપમાં રહેલા આ બગ એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને વર્ઝનમાં જોવા મળ્યા છે.

Whatsappની ચેતવણી, વીડિયો કૉલથી આવી શકે છે વાઈરસ

Whatsappએ એપમાં આવેલા બે સિક્યોરિટી બગ્સ CVE-2022-36934 અને CVE-2022-27472 નામ આપ્યું છે. જેમાંથી CVE-2022-36934 બગને કંપનીએ ખૂબ જ ક્રિટિકલ જાહેર કર્યો છે, અને તેને 10માંથી 9.8 પોઈન્ટ્સ આપ્યા છે. જ્યારે CVE-2022-27472ને કંપનીએ હાઈ રિસ્ક શ્રેણીમાં મૂક્યો છે. આ બગને 10માંથી 7.8 પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે.

2019માં પણ મળ્યા હતા સિક્યોરિટી બગ

વ્હોટ્સ એપના કહેવા પ્રમાણે આ પ્રકારના બગ 2019માં પણ આવ્યા હતા, જેને કારણે NSO ગ્રુપે 1400 યુઝર્સની જાસૂસી કરી હતી. NSO ગ્રુપની આ યાદીમાં પત્રકારો, હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ અને અન્ય મહત્વના નાગરિકો સામેલ હતા. એપના કહેવા પ્રમાણે આ ક્રિટિકલ બગ દ્વારા હેકર્સ યુઝર્સ જ્યારે વીડિયો કોલ કરે ત્યારે ફોનમાં ખતરનાક વાઈરસ છોડી શકે છે, જેને કારણે યુઝર્સનો અંગત ડેટા ચોરાઈ શકે છે.

વ્હોટ્સ એપના આ વર્ઝનને પહોંચી અસર

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપના આ બંને સિક્યોરિટી બગ્સ કયા કયા વર્ઝનમાં છે, તેની પણ વ્હોટ્સ એપે યાદી જાહેર કરી છે. જો કોઈ યુઝરના ફોનમાં એપના આ વર્ઝન હોય, તો તેમને તાત્કાલિક એપ અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે. વ્હોટ્સ એપના કહેવા પ્રમાણે વ્હોટ્સ એપના મુખ્ય વર્ઝનના એન્ડ્રોઈડ વર્ઝન v2.22.16.12 અને બિઝનેસ એપના એન્ડ્રોઈડ વર્ઝન v2.22.16.12થી પહેલાના બધા જ વર્ઝન આ બગની અસર હેઠળ છે. જ્યારે iOSની મુખ્ય એપના વર્ઝન v2.22.16.12 અને બિઝનેસ એપના વર્ઝન v2.22.16.12 પણ આ બગ્સથી પ્રભાવિત છે.

આ રીતે અપડેટ કરો વ્હોટ્સ એપ

- તમારા સ્માર્ટપોનમાં વ્હોટ્સ એપનું જૂનું વર્ઝન ચાલી રહ્યુ છે, તો તમે તેને એન્ડ્રોઈડ માટે ગૂગલ પ્લે સ્ટોર અને આઈઓએસ માટે એપલ એપ સ્ટોરમાં જઈને અપડેટ કરી શકો છો.

- આ માટે યુઝર્સે પોતાના ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર ઓપન કરવા પડશે.

- એપ લિસ્ટમાં જઈને તમારે વ્હોટ્સ એપ સર્ચ કરવાનું છે. અને અપડેટ બટન પર ટેપ કરવાનું છે.

- જો ટેપ કરવા પર તમને અપડેટનો વિકલ્પ જોવા નથી મળતો તો યુઝર્સ એપને અનઈન્સ્ટોલ કરીને ફરી ઈન્સ્ટોલ કરી શકે છે. પરંતુ આ પહેલા તમારે વ્હોટ્સ એપ ચેટ્સ અને મીડિયાનો બેક અપ લેવો જરૂરી છ.

- નવું વર્ઝન ફોનમાં ઈન્સ્ટોલ થઈ ગયા બાદ તમે વ્હોટ્સ એપ બેકઅપ રિસ્ટોર કરી શકો છો. આ માટે તમને વાઈ ફાઈ અથવા હાઈ સ્પીડ ઈન્ટરનેટ કનેક્સનની જરૂર પડશે. જો તમારો ડેટા વધારે છે, તો બ્રોડબેન્ડ કનેક્શન દ્વારા અપડેટ કરવું હિતાવહ છે.

Best Mobiles in India

English summary
Whatsapp warned users to update the app with latest version to secure personal data

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X