WhatsApp વીડિયો કોલ રેકોર્ડિંગ કરો બ્લોક, આવશે નવું ફીચર

By Gizbot Bureau
|

યુઝર્સની પ્રાઈવસીને વધુ સઘન બનાવવા માટે WhatsApp રોજેરોજ નવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે. આજની ડિજિટલ થઈ ગયેલી દુનિયામાં દરેક વ્યક્તિને પોતાની અંગત માહિતી લીક થવાનો ડર સતાવતો રહે છે. અગત્યના દસ્તાવેજોથી લઈને દરેક પ્રકારની અંગત માહિતી આપણા સ્માર્ટફોનમાં સેવ હોય છે.

WhatsApp વીડિયો કોલ રેકોર્ડિંગ કરો બ્લોક, આવશે નવું ફીચર

જો WhatsApp જેવી એપથી કેટલીક અગત્યની વાતચીત પણ થાય છે, અને મહત્વના દસ્તાવેજ પણ શૅર થાય છે, ત્યારે WhatsApp પણ યુઝર્સની કોઈ પણ માહિતી લીક ન થાય, તે માટે નવા નવા ફીચર પર કામ કરતું રહે છે. ટૂંક સમયમાં જ વ્હોટ્સ એપ યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને એક નવું ફીચર લોન્ચ કરી શકે છે, જે તમારા વીડિયો અને વોઈસ કોલ રેકોર્ડિંગને બ્લોક કરી શક્શે. જ્યારે તમે કોઈની સાથે વ્હોટ્સ એપ વીડિયો કોલ કરી રહ્યા હો, ત્યારે શક્ય છે કે સામેનું વ્યક્તિ તેના ફોનમાં રહેલી સ્ક્રીન રેકોર્ડિંગ એપ દ્વારા તમારો વીડિયો કોલ રેકોર્ડ કરી રહ્યું હોય. પરંતુ WABetaInfoના એક રિપોર્ટ મુજબ વ્હોટ્સ એપ આગામી ભવિષ્યમાં એક નવું ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે. જો કે આ ફીચરથી વીડિયો કોલ અને વોઈસ કોલ રેકોર્ડિંગ બ્લોક થશે, તે અંગે મેટાએ કોઈ માહિતી નથી આપી, આ માહિતી WABetaInfo દ્વારા અપાઈ છે.

સ્ક્રીન રેકોર્ડિંગ એપથી શક્ય છે રેકોર્ડિંગ

કોઈ પણ યુઝર પોતાના ફોનમાં રહેલી સ્ક્રીન રેકોર્ડિંગ એપથી વીડિયો કોલ અને ઓડિયો કોલ રેકોર્ડ કરી શકે છે. પરંતુ વ્હોટ્સ એપના આ નવા ફીચરથી યુઝ્સ પોતાના વીડિયો કોલનું રેકોર્ડિંગ બ્લોક કરી શક્શે. યુઝર્સની પ્રાઈવસી માટે ફીચર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો કે, કેટલીકવાર યુઝર્સને ઓનલાઈન ક્લાસ કે ઈન્ટરવ્યુ જેવા અગત્યના કોલ રેકોર્ડ કરવાની પણ જરૂર પડે છે. મળતી માહિતી મુજબ વ્હોટ્સ એપ પોતાના ફીચરમાં વીડિયો કોલ રેકોર્ડ બ્લોક ફીચરને ઓફ કરવાની પણ સગવડ આપશે.

નવા ફીચર માટે જોવી પડશે રાહ

હજી તો આ ફીચર્સ વિશે ખૂબ જ ઓછી માહિતી સામે આવી છે. જો વ્હોટ્સ એપ આ ફીચર પર કામ કરી પણ રહ્યું હશે, તો લોન્ચ પહેલા આ ફીચર બીટા વર્ઝનમાં આવશે, જેનાથી યુઝર્સ માટે આ ફીચર કેવી રીતે કામ કરે છે, તે જાણી શકાશે. એટલે કે હજી તો આ માહિતી ફક્ત વાતો છે.

યુઝર્સની પ્રાઈવસી સઘન કરી રહ્યું છે WhatsApp

વિશ્વની સૌથી લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp ઓક્ટોબર મહિનામાં વ્યુ વન્સ નામનું નવું પીચર લોન્ચ કરી ચૂકી છે, જેના દ્વારા યુઝર્સ જે ફોટો કે વીડિયો કોઈને મોકલે છે, તે સામેના યુઝરે જોયા બાદ તરત જ ડિલીટ થઈ જાય છે. આ ફીચર પ્રાઈવસીને વધુ મજબૂત બનાવવા માટે લોન્ચ કરાયું હતું, જે યુઝર્સને ખૂબ જ પસંદ પણ આવ્યું છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં વ્હોટ્સ એપે પોતાના યુઝર્સની પ્રાઈવસી ખાસ્સી સુધારી છે, અને જુદા જુદા વિકલ્પો, ફીચર્સ પણ લોન્ચ કર્યા છે. કેટલાક પ્રાઈવસી ફીચર્સ જે પહેલાથી જ એપમાં હતા, તેને વધુ સારા બનાવવામાં આવ્યા છે.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Video Call Recording Can Be Blocked New Feature Will Come Soon

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X