Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsAppને કારણે જલદી પૂરો થઈ જાય છે ડેટા, તો આ ટિપ્સ અપનાવો
તમે જ્યારે જ્યારે વ્હોટ્સ એપ વાપરો છો, ત્યારે ત્યારે મોબાઈલનો ડેટા ઝડપથી પૂરો થઈ જાય છે. આમ તો વ્હોટ્સ એપ સૌથી વધુ લોકપ્રિય એપ છે, વિશ્વભરમાં અરબો લોકો આ એપનો ઉપયોગ કરે છે. પરંતુ આ એપ તમારા ફોનની બેટરીની સાથે સાથે ડેટા પણ ઝડપથી પૂરો કરી નાખે છે. જો કે, તમે કેટલાક સેટિંગ્સ બદલીને આ સમસ્યાનો ઉકેલ લાવી શકો છો. આ સેટિંગ્સ કરવાથી તમારો ડેટા વ્હોટ્સ એપ ઓછો વાપરશે, પરંતુ વ્હોટ્સ એપ યુઝ કરવાના એક્સપીરિયન્સમાં કશો ફરક નહીં પડે.

આ કારણે ડેટા ઝડપથી થઈ જાય છે પૂરો
વ્હોટ્સ એપ માત્ર એક મેસેજિંગ એપ નથી. તેના દ્વારા તમે વીડિયો કોલ, વોઈસ કોલ પણ કરી શકો છો. સાથે જ તમે ફોટો અને ડોક્યુમેન્ટ્સ પણ શૅર કરી શકો છો. પરંતુ જો તમે વધારે પડતા વીડિયો કોલ કરશો, કે પછી વધારે મોટી ફાઈલ્સ શૅર કરશો, તો તમારો ડેટા ઝડપથી પૂરો થઈ શકે છે. પરંતુ જો તમે આ સેટિંગ્સ ઓન કરી દેશો કે બદલી નાખશો, તો તમારો ડેટા બચી શકે છે.
સ્ટેપ 1 - કોલ સેટિંગ્સ ચેન્જ કરો
વ્હોટ્સ એપ પર કોલ કરતા સમયે ડેટા બચાવવા માટે સૌથી પહેલા એપ ઓપન કરો. હવે જમણી બાજુ ઉપરની તરફ દેખાતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો અને સેટિંગ્સમાં જાવ. અહીં સ્ટોરેજ અને ડેટા પર ક્લિક કરો. હવે તમને Useless data ઓપ્શન દેખાશે, આ ઓપ્શન ઓન કરી દો. આમ કરવાથી કોલ કરતા સમયે ઓછો ડેટા વપરાશે, પરંતુ કોલની ક્વોલિટી યથાવત્ રહેશે.
સ્ટેપ 2 - ફોટો અને વીડિયોની ક્વોલિટી ઘટાડી દો
ફોટો અને વીડિયો મોકલવા પર પણ ઘણો ડેટા વપરાય છે. તમે સેટિંગ્સમાં જઈને ફોટો અને વીડિયોની ક્વોલિટી ઘટાડી શકો છો. તેના માટે સ્ટોરેજ અને ડેટા સેક્શનમાં જાવ. અહીં મીડિયા અપલોડ ક્વોલિટી પર ક્લિક કરો. અહીં તમને HD અને સ્ટાન્ડર્ડ ક્વોલિટી એમ બે ઓપ્શન મળશે. તેમાંથી સ્ટાન્ડર્ડ ક્વોલિટી સિલેક્ટ કરો. તેનાથી ફોટો અને વીડિયોની ક્વોલિટી થોડી ઓછી થશે. પરંતુ ડેટા પણ ઓછો વપરાશે.
આ સેટિંગ્સ પણ કામ લાગશે.
જ્યારે તમે વ્હોટ્સ એપ પર કોલ કરો છો, ત્યારે વધારે ડેટા વપરાય છે. પરંતુ તમે આ એક સેટિંગ ચાલુ કરીને ડેટા બચાવી શકો છો. જેનાથી ડેટા ઓછો વપરાશે. જો તમે નાનું ડેટા પેક વાપરો છો, તો આ ટિપ્સ તમારા કામની છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications