વોટ્સએપ ના ટુ સ્ટેપ વેરિફિકેશન નો શું ઉપીયોગ છે?

By Gizbot Bureau
|

વોટ્સએપ એ ખુબ જ પ્રખ્યાત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે કે જે આપણ ને એકબીજા ની સાથે જોડાયેલા રાખે છે. અને આ એપ ની અંદર ઘણા બધા ફીચર્સ આપવા આ આવે છે અને વોટ્સએપ ટુ સ્ટેપ વેરિફિકેશન પણ તેમાંનું જે એક છે. કે જે તમારા એકાઉન્ટ ને વધુ સુરક્ષિત બનાવે છે. આ એક વૈકલ્પિક ફીચર છે કે જે તમારા એકાઉન્ટ ને વધુ સુરક્ષિત બનાવે છે. તમે જયારે વોટ્સએપ ના ટુ સ્ટેપ વેરિફિકેશન ને ચાલુ કરો છો ત્યારે તે તમને તમારા ઇમેઇલ આઈડી ને એડ કરવા ની અનુમતિ આપે છે. અને આ ત્યારે કામ આવી શકે છે કે જયારે તમારે તમારો પાસવર્ડ ભૂલી જાવ છો તેવા સન્જોગો ની અંદર વોટ્સએપ દ્વારા તમારા ઇમેઇલ આઈડી પર રીસેટ લિંક મોકલવા માં આવે છે.

વોટ્સએપ ના ટુ સ્ટેપ વેરિફિકેશન નો શું ઉપીયોગ છે?

અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ તમારે ટુ સ્ટેપ વેરિફિકેશન ને ચાલુ રાખવું જોઈએ તેવી સલાહ આપવા માં આવે છે.

વોટ્સએપ પર ટુ સ્ટેપ વેરિફિકેશન ને કઈ રીતે ચાલુ કરવું?

- તમારા ફોન પર વોટ્સએપ ને ઓપન કરો.

- ટોચ પર જમણી બાજુ પર આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો.

- એકાઉન્ટ પર ક્લિક કરો ત્યાર પછી ટુ સ્ટેપ વેરિફિકેશન અને ત્યાર પછી એનેબલ પર ક્લિક કરો.

- તમારી પંસદ નો 6 ડિજિટ નો પિન એન્ટર કરી અને કન્ફ્રર્મ કરો.

- તમારા ઇમેઇલ આઈડી ને એન્ટર કરો, આ સ્ટેપ ને તમે સ્કિપ પણ કરી શકો છો.

- હવે નેક્સટ બટન પર ક્લિક કરો.

- ઇમેઇલ એડ્રેસ ને કન્ફ્રર્મ કરી અને સેવ પર ક્લિક કરો.

શું વોટ્સએપ પર ટુ સ્ટેપ વેરિફિકેશન ને ચાલુ કરવું સેફ છે?

વોટ્સએપ પર ટુ સ્ટેપ વેરિફિકેશન એ તમારી સુરક્ષા ની અંદર એક અવધારા નું લેયર જોડે છે. અને આ ફીચર ને જે ઓટીપી અને બીજા ડોક્યુમેન્ટ્સ ને શેર કરે છે તે સુરક્ષિત રહે છે.

વોટ્સએપ દ્વારા કેટલી વખત ટુ સ્ટેપ વેરિફિકેશન માટે પૂછવા માં આવે છે?

વોટ્સએપ દ્વારા દર સાત દિવસે ટુ સ્ટેપ વેરિફિકેશન માંગવા માં આવે છે.

વોટ્સએપ પર ટુ સ્ટેપ વેરિફિકેશન ને કઈ રીતે બાયપાસ કરી શકાય છે?

- વોટ્સએપ ને ઓપન કરો.

- ફોરગેટ પિન પર કિલ્ક કરો, ત્યાર પછી સેન્ડ ઇમેઇલ પર ક્લિક કરો.

- ત્યાર પછી તમે જે ઇમેઇલ એડ્રેસ આપ્યું હશે તેની અંદર રીસેટ લિંક મોકલવા માં આવશે.

- રીસેટ લિંક ને ફોલો કરો અને કન્ફ્રર્મ પર ક્લિક કરો.

- ત્યાર પછી વોટ્સએપ ઓપન કરી અને ફોર્ગેટ પિન પર ક્લિક કરી અને રીસેટ પર ક્લિક કરો.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Two-Step Verification Explained: What Is It And How Does It Help?

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X