WhatsApp trick એક જ વારમાં એક સાથે 256 લોકોને મોકલો મેસેજ, આટલું કરો

By Gizbot Bureau
|

જો તમે WhatsAppનો ઉપયોગ કરો છો, પરંતુ શું તમને આ એપમાં આવતા બધા જ ફીચર્સ વિશે ખ્યાલ છે? તમે જો પોતાની જાતને આ સવાલ પૂછશો, તો જવાબ ના માં જ હશે. હજી પણ ઘણા એવા યુઝર્સ છે, તેમને એ વાત વિશે ખ્યાલ નહીં હોય, કે વ્હોટ્સ એપમાં કેવી રીતે એક જ સાથે 256 લોકોને મેસેજ મોકલી શકાય છે.

આમ તો આ પ્રકારની જરૂર ભાગ્યે જ પડતી હોય છે, અને માની લો કે તમને એક જ મેસેજ ઘણા બધા લોકોને એક સાથે મોકલવાની જરૂર પડી છે, તો તમે એક એક કરીને બધા જ ચેટ્સ ઓપન કરીને મેસેજ મોકલશો? આવું પણ કરી શકાય છે, પરંતુ આ પ્રોસેસ ખૂબ જ લાંબી છે, તમે ઓછા સમયમાં એક જ વારમાં એક સાથે બધા લોકોને મેસેજ કરી શકો છો, પરંતુ તેના માટે તમારે આ એક નાનકડી ટ્રિક જાણવી જરૂરી છે.

WhatsApp trick એક જ વારમાં એક સાથે 256 લોકોને મોકલો મેસેજ, આટલું કરો

વ્હોટ્સ એપની આ ટ્રિકથી થઈ જશે તમારું કામ

WhatsApp દ્વારા પોતાના યુઝર્સની સુવિધા માટે ખાસ બ્રોડકાસ્ટ લિસ્ટ નામનું ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરનો ઉપયોગ કરીને યુઝર્સ ગ્રુપ બનાવ્યા વગર એક સાથે 256 લોકોને મેસેજ મોકલી શકે છે. આના માટે તમારે બસ એક નવું બ્રોડકાસ્ટ લિસ્ટ જ તૈયાર કરવાનું છે. તેના માટે સૌથી પહેલા જમણી બાજુ દેખાતા થ્રી ડોટ્સ પર ક્લિક કરો. અહીં તમને New Broadcast ફીચર દેખાશે. આ ફીચર પર ક્લિક કરો.

ન્યૂ બ્રોડકાસ્ટ પર ટેપ કર્યા બાદ તમારે એ કોન્ટેક્ટ્સ સિલેક્ટ કરવા પડશે, જેમને તમે આ લિસ્ટમાં જોડવા ઈચ્છો છો. જો કે, ધ્યાન રાખો કે આ લિસ્ટમાં તમે એક સાથે 256 કોન્ટેક્ટ્સ જ એડ કરી શકો છો. બધા જ મેમ્બર્સને એડ કર્યા બાદ ડન કરી દો. હવે તમે બ્રોડકાસ્ટ લિસ્ટને તમારા હિસાબે કોઈ પણ નામ આપી શકો છો. બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવ્યા બાદ બસ તમારે આ લિસ્ટમાં એક મેસેજ જ નાખવાનો છે, જેને તમે એક સાથે બધા જ લોકોને મોકલવા ઈચ્છો છો.

WhatsApp Broadcast Meaning

આ એક એવું ફીચર છે, જેમાં તમે પોતાના એવા કોન્ટેક્ટ્સ એડ કરી શકો છો, જેને તમે એક સાથે મેસેજ મોકલવા ઈચ્છો છો. જ્યારે તમે આ લિસ્ટમાં કોઈ મેસેજ મોકલો છો, તો આ મેસેજ લિસ્ટમાં રહેલા બધા જ લોકોને એક સાથે મોકલાઈ શકે છે. ધ્યાન રાખો કે આ ગ્રુપ નથી, અહીં દરેક વ્યક્તિને એવું જ લાગશે, કે તમે માત્ર તેમને જ મેસેજ મોકલ્યો છે.

બ્રોડકાસ્ટ લિસ્ટના ફાયદા

બ્રોડકાસ્ટ લિસ્ટ તમારો સમય બચાવે છે. અહીં એક જ મેસેજ એક સાથે ઘણા બધા લોકોને મોકલી શકાય છે. બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવવું સરળ છે, તેનો ઉપયોગ કરવો પણ સરળ છે.

Best Mobiles in India

English summary
WhatsApp trick how to send one message at same time to more people

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X