એક WhatsAppમાં જુદા જુદા નંબરો દ્વારા કરો ચેટિંગ, આ છે સરળ ટ્રિક

By Gizbot Bureau
|

વ્હોટ્સએપ દુનિયાનું સૌથી લોકપ્રિય ચેટિંગ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર તાજેતરમાં જ એક નવું ફીચર એડ કરવામાં આવ્યું છે, જેની મદદથી તમે એક જ એપમાં જુદા જુદા નંબરથી ચેટિંગ કરી શકો છો. અને યુઝર્સ ઈચ્છે ત્યારે એક અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટમાં સ્વિચ કરી શકે છે. આ ફીચરનો ફાયદો એ છે કે તમે પર્સનલ કે ઓફિશિયલ બંને અકાઉન્ટ એક જ ફોનમાં યુઝ કરી શકો છો, અને એક પણ મેસેજ મિસ નહીં કરો. આ ફીચર યુઝ કરવાની રીત પણ એકદમ સરળ છે.

વ્હોટ્સ એપના Link Account, Add Account ફીચરની મદદથી તમે એક જ એપમાં જુદા જુદા નંબરથી ચેટિંગ કરી શકો છો. લિંક અકાઉન્ટ ફીચરનો ઉપયોગ iOS અને એન્ડ્રોઈડ બંને એપ્સમાં કરી શકાય છે.તમે ઈચ્છો તો હાલના અકાઉન્ટને પણ લિંક કરી શકો છો, અથવા તો નવા નંબરથી એ જ વ્હોટ્સ એપમાં અકાઉન્ટ બનાવી શકો છો. બે નંબર પરથી એક જ ફોનમાં વ્હોટ્સ એપનો ઉપયોગ સરળ બની ગયો છે.

એક WhatsAppમાં જુદા જુદા નંબરો દ્વારા કરો ચેટિંગ, આ છે સરળ ટ્રિક

એક જ ફોનમાં જુદા જુદા નંબરથી વ્હોટ્સ એપનો ઉપયોગ કરવા આટલું કરો

1. સૌથી પહેલા તમારા ફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરો, જેમાં તમે જુદા જુદા નંબરથી ચેટિંગ કરવા ઈચ્છો છો.

2. હવે જમણી બાજુ ઉપરની તરફ દેખાતા ત્રણ ડોટ્સ પર ટેપ કરીને સેટિંગ્સમાં જાવ.

3. તમારા નામ અને મોબાઈલ નંબરની બાજુમાં દેખાતા એરો આઈકન પર ટેપ કરો અને તમને એડ અકાઉન્ટનો ઓપ્શન મળશે.

4. આ ઉપરાંત તમે ઈચ્છો તો સર્ચ આઈકન પર ટેપ કરીને એડ અકાઉન્ટ ઓપ્શન સર્ચ કરી શકો છો.

5. અહીં તમને બીજા નંબરથી અકાઉન્ટ બનાવવાનું કે લિંક કરવાનો ઓપ્શન મળશે.

અકાઉન્ટ લિંક કરવા માટે મળશે બે ઓપ્શન્સ

1. એડ અકાઉન્ટ પર ટેપ કર્યા બાદ તમને Register an account અને Link as companion device એમ બે ઓપ્શન મળશે.

2. જો તમે બીજા નંબરથી અકાઉન્ટ બનાવવા ઈચ્છો છો, તો પહેલા વિકલ્પ પર ટેપ કરો. અને જો તમે કોઈ અન્ય ફોનમાં બીજા નંબરથી વ્હોટ્સ એપ ચલાવી રહ્યા છો અને અકાઉન્ટ લિંક કરવાનું છે, તો બીજા ઓપ્શન પર ટેપ કરો.

3. પહેલા ઓપ્શન પર ટેપ કરશો એટલે તમને નવું અકાઉન્ટ ઓટીપી દ્વારા સેટઅપ કરવાનો ઓપ્શન મળશે.

4. બીજો ઓપ્શન એક ક્યુઆર કોડનો છે, જેને સ્કેન કરીને તમારો બીજો નંબર લિંક થઈ જશે.

એકવાર આ સ્ટેપ્સ ફોલો કરશો, એટલે તમે બંને નંબરથી એક જ એપમાં ચેટિંગ કરી શક્શો. સાથે જ ત્રણ ડોટ્સ પર ક્લિક કરવાની સાથે તમને નવું સ્વીચ અકાઉન્ટનું ઓપ્શન દેખાશે. જેના દ્વારા તમે સરળતાથી નક્કી કરી શક્શો કે તમારે કયા નંબરથી ચેટિંગ કરવાનું છે. ધ્યાન રાખો કે તમે જો 14 દિવસ સુધી લિંક કરેલા અકાઉન્ટનો ઉપયોગ નહીં કરો તો અકાઉન્ટ અનલિંક થઈ જશે.

Best Mobiles in India

English summary
Whatsapp trick do chat with two different numbers in one mobile

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X