Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsAppમાં તમારા ફોટોને આ રીતે બનાવો સ્ટીકર, ફોલો કરો સ્ટેપ્સ
WhatsApp ધીરે ધીરે સ્ટીકરને લઈને ફીચર્સ વધુ વિક્સાવી રહ્યું છે. મેટાની માલિકીની આ શોર્ટ મેસેજિંગ એપ ઓલરેડી થ્ડ પાર્ટી સ્ટિકર્સનો સપોર્ટ આપી રહી છે. તાજેતરમાં જ કંપનીએ વ્હોટ્સ એપ પર નવું સ્ટીકર મેકર ફીચર પણ લોન્ચ કર્યું છે. અત્યાર સુધી WhatsApp યુઝર્સ માત્ર એવી ઈમેજને જ સ્ટીકર તરીકે શૅર કરી શક્તા હતા, જે ઓલરેડી ચેટમાં હોય. પરંતુ હવે એપ દ્વારા કોઈ પણ ઈમેજને સ્ટીકરમાં કન્વર્ટ કરવા માટેનો ઓપ્શન રોલઆઉટ કરવામાં આવ્યો છે. જેનાથી વ્હોટ્સ એપ યુઝર્સ કોઈ પણ ફોટોને સ્ટીકરમાં કન્વર્ટ કરી શક્શે.

વ્હોટ્સ એપનું આ નવું ફીચર ચેટમાં સ્ટીકર સેક્શનમાં જોવા મળશે અને યુઝર્સ ગેલેરીમાંથી કોઈ પણ ઈમેજ પસંદ કરીને તેને સ્ટીકરમાં કન્વર્ટ કરી શક્શે. જો તમારા કમ્પ્યુટરમાં કોઈ ઈમેજ સેવ છે, તો તેને પણ સ્ટીકરમાં કન્વર્ટ કરી શક્શો. પરંતુ અહીં એક વાત ધ્યાન રાખવાની છે. હાલ આ સ્ટીકર મેકર ફીચર માત્ર આઈફોન અને વ્હોટ્સ એપના વેબ વર્ઝનમાં જ અવેલેબલ છે, એટલે કે એન્ડ્રોઈડ યુઝર્સ હાલ આ ફીચરનો ઉપયોગ કરી શક્શે નહીં.
જો તમારી પાસે આઈફોન છે, અથવા તમે કમ્પ્યુટરમાં વ્હોટ્સ એપ વાપરો છો, તો તમે નીચેના સ્ટેપ્સ ફોલો કરીને ફોટોને સ્ટીકરમાં કન્વર્ટ કરી શકો છો.
વ્હોટ્સ એપ ચેટમાં શૅર કરેલી ઈમેજને સ્ટીકર બનાવો
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે જે ચેટમાં તમારે સ્ટીકર બનાવવાનો ફોટો છે, તે ચેટ ઓપન કરો.
સ્ટેપ 3: જે ઈમેજને તમારે સ્ટીકરમાં કન્વર્ટ કરવી છે, તેના પર ટેપ કરીને નીચે દેખાતા શૅર આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે ક્રિએટ સ્ટિકર ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 5: હવે તમે જે ઈમેજને સ્ટીકર બનાવવા ઈચ્છો છો, તની સાઈઝ નાની મોટી કરી શક્શો, ઈમેજમાં ઈમોજી, ટેક્સ્ટ પણ એડ કરી શક્શો.
સ્ટેપ 6: હવે સેન્ડ બટન પર ક્લિક કરશો, એટલે તમે બનાવેલું સ્ટીકર શૅર થઈ જશે.
વ્હોટ્સ એપના નવા સ્ટીકર મેકર ટૂલ દ્વારા
સ્ટેપ 1: સૌથી પહેલા તમારે જે ફોટોનું સ્ટીકર બનાવવું છે, તે જે ચેટમાં છે, તે ચેટ ઓપન કરો.
સ્ટેપ 2: હવે મેસેજ બારમાં ઉપરની તરફ દેખાતા સ્ટીકર આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે સ્ટીકર્સમાં જવા માટે સ્ટીકર ઓપ્શન પર ક્લિક કરો અને પછી ક્રિએટ બટન દબાવો.
સ્ટેપ 4: તમારે જે ઈમેજને સ્ટીકરમાં કન્વર્ટ કરવી છે, તે ઈમેજ પર ક્લિક કરો. અને પછી ઈમેજની સાઈઝ તમે નાની મોટી કરી શકો છો, ઈમોજી કે ટેક્સ્ટ તમારી જરૂર અનુસાર એડ કરી શકો છો.
સ્ટેપ 5: સ્ટીકર બનાવવા દરમિયાન તમે આખી ઈમેજ અથવા ઈમેજમાં રહેલો કોઈ નાનો સબ્જેક્ટ પણ યુઝ કરી શકો છો. જો તમે સ્ટીકરનો કલર ચેન્જ કરવા ઈચ્છો, તો તે પણ સ્ક્રોલ અપ કરીને કરી શકો છો.
સ્ટેપ 6: આ બધું જ કર્યા બાદ માત્ર સેન્ડ બટન પર ક્લિક કરીને સ્ટીકરને શૅર કરી શકો છો.
ઉપર આપેલા સ્ટેપ્સ દ્વારા તમે કમ્પ્યુટર અને વ્હોટ્સ એપના આઈઓએસ વર્ઝનમાં સ્ટિકર બનાવી શકો છો.
વ્હોટ્સ એપ વેબમાં સ્ટીકર બનાવવાની રીત
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા વેબ બ્રાઉઝરમાં વ્હોટ્સ એપ વેબ ઓપન કરીને લોગ ઈન કરો.
સ્ટેપ 2: હવે તમારે જે ઈમેજને સ્ટીકર બનાવવી છે, તે જે ચેટમાં છે, તે ચેટ ઓપન કરો.
સ્ટેપ 3: હવે ડાબી બાજુ દેખાતા મેસેજ બારમાંથી પ્લસ આઈકન પર ક્લિક કરો અને ન્યૂ સ્ટીકર ઓપ્શન સિલેક્ટ કરો.
સ્ટેપ 4: હવે તમારે જે ઈમેજને સ્ટીકર બનાવવી છે, તે ઈમેજ સિલેક્ટ કરો.
સ્ટેપ 5: ઈમેજમાં જરૂરી ઈમેજી, ટેક્સ્ટ એડ કરીને તમે સ્ટીકરને ક્રિએટિવ બનાવી સકો છો.
સ્ટેપ 6: બસ હવે સેન્ડ બટન દબાવો અને આ સ્ટીકરને તમે ગમે તે ચેટમાં શૅર કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications